જૂનાગઢઃ સમગ્ર વિશ્વમાં 10 ઓગસ્ટે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, કોરોના વાયરસના ખતરાને પગલે આજની ઉજવણી વર્ચ્યુઅલ કરવામાં આવી રહી છે. ત્યારે દરેક સિંહપ્રેમી આજના દિવસે ગીર કેસરીને અનોખી રીતે યાદ કરીને સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ચિત્રકારોએ પણ તેમની કલાના કસબથી સિંહ દિવસની ઉજવણી કરી હતી.
સમગ્ર એશિયામાં અને એકમાત્ર ગીર પ્રદેશમાં જોવા મળતા સિંહ ગીરના હીર તરીકે આજે સમગ્ર વિશ્વમાં જાણીતા અને માનીતા બન્યા છે. ત્યારે જૂનાગઢના ચિત્રકારોએ કલા અને કલરના માધ્યમથી ગીરના હિરને કાગળ પર કંડારીને સોમવારે પાંચમાં સિંહ દિવસની ઉજવણી કરી હતી.
ચિત્રકારોએ ગિર ગિરનાર અને ગીર કેસરીનો અનોખો સમન્વય રચીને વનરાજ જાણે કે મહાદેવને આલિંગન આપવા માટે તલપાપડ હોય તે રીતનું કલાત્મક ચિત્રણ કરીને આજે જંગલના રાજાને યાદ કરીને તેને કાગળ પર કંડારવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો હતો.
સૌકાઓથી ગીરમાં જોવા મળતા જંગલના રાજા સિંહનો 10 ઓગસ્ટને સોમવારના રોજ સિંહ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજના દિવસે જંગલ પ્રત્યક્ષ અને સિંહ પરોક્ષ રીતે સામેલ થઈને આજના સિંહ દિવસની ઉજવણીના ભાગ બની રહ્યા છે.