ETV Bharat / city

કોરોના કાળમાં શરૂ થયેલી ઈ એજ્યુકેશન સિસ્ટમ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની પસંદ - કોરોના સંક્રમણ

કોરોના કાળે ઈ એજ્યુકેશનને વધુ વ્યાપક બનાવ્યું છે. ત્યારે આ નવી વ્યવસ્થાને જૂનાગઢના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ અનુકૂલન સાધી રહ્યા છે. પાછલાં ચાર મહિનાથી ટેકનોલોજીના માધ્યમ દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેને વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી સમજી રહ્યા છે.

junagadh
કોરોના સંક્રમણ કાળમાં શરૂ કરવામાં આવેલું ઈ એજ્યુકેશનને આજે વિદ્યાર્થીઓની સાથે અધ્યાપકો પણ સ્વીકારી રહ્યા છે
author img

By

Published : Oct 21, 2020, 9:46 AM IST

  • કોરોના કાળે ઈ એજ્યુકેશનને બનાવ્યું વધુ વ્યાપક
  • એજ્યુકેશન પોલીસી વિદ્યાર્થીઓમાં પણ હવે પસંદગીનું પ્રથમ માધ્યમ
  • કોલેજના તમામ અધ્યાપકો ઈ એજ્યુકેશન મારફતે આપે છે શિક્ષણ

જૂનાગઢ : કોરોના સંક્રમણ કાળમાં પાછલાં કેટલાંક મહિનાથી શાળા અને કોલેજનું શૈક્ષણિક કાર્ય ઈ એજ્યુકેશન મારફતે થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા ચાર મહિનાથી ટેકનોલોજીના માધ્યમ દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેને વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી સમજી રહ્યા છે. ત્યારે હવે અધ્યાપકોની સાથે વિદ્યાર્થીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. આ નવી વ્યવસ્થાને જૂનાગઢના વિદ્યાર્થીઓ હોંશે હોંશે આવકારી રહ્યા છે.

કોરોના સંક્રમણ કાળ અને ઈ એજ્યુકેશન

કોરોના સંક્રમણ કાળમાં છેલ્લા સાતેક મહિનાથી શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ રાજ્ય સરકારે કર્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ વધુ ન બગડે તે માટે સરકારે ટેકનોલોજીના મારફતે ઇ એજ્યુકેશન પોલિસી અમલમાં મૂકી છે. જ્યાં સુધી કોરોનાનો સંક્રમણ કાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ ટેકનોલોજીના માધ્યમથી તેમનો અભ્યાસ આગળ કરી શકે એવી વ્યવસ્થાઓ ઊભી કરી છે.

કોરોના સંક્રમણ કાળમાં શરૂ કરવામાં આવેલું ઈ એજ્યુકેશનને આજે વિદ્યાર્થીઓની સાથે અધ્યાપકો પણ સ્વીકારી રહ્યા છે
ઈ એજ્યુકેશન સાથે અનુકૂલન સાધતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોશરૂઆતના દિવસોમાં સરકારી એજ્યુકેશન પોલિસી અમલમાં મૂકી હતી. આ પ્રયોગ ગુજરાતના શિક્ષણ વિભાગ માટે એકદમ નવો હતો. ત્યારે તેને કેટલી સફળતા મળશે તેને લઈને પણ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ચિંતાઓ વ્યાપેલી જોવા મળતી હતી. પરંતુ ઈ એજ્યુકેશન વ્યવસ્થાને અમલમાં મૂક્યા બાદ તેમાં આવતા કેટલાક વિક્ષેપો બાદ તેનું સમાધાન કરવામાં આવતા અંતે નવી એજ્યુકેશન પોલીસી અધ્યાપકોની સાથે વિદ્યાર્થીઓમાં પણ હવે પસંદગીનું પ્રથમ માધ્યમ બની રહી છે.આધુનિક શિક્ષણમાં ઈ એજ્યુકેશન બની શકે છે નવી શિક્ષણનીતિનો ભાગજે પ્રકારે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઈ એજ્યુકેશનના પ્રારંભિક સમયમાં ચિંતાઓ અને મુશ્કેલીઓ આવશે તેવું માની રહ્યા હતા. પરંતુ જૂનાગઢની સરકારી વિનિયન કોલેજના અધ્યાપકો સરકાર દ્વારા જે નવી વ્યવસ્થા ટેકનોલોજી મારફતે શિક્ષણના આદાન-પ્રદાનને લઈને ઉભી કરી છે. તેને એક ચેલેન્જના રૂપમાં સ્વીકારીને તેના પર ખૂબ જ ઝડપથી કામ કરવાની શરૂઆત કરી અને આજે વિનયન કોલેજના તમામ અધ્યાપકો ઈ એજ્યુકેશન મારફતે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને વ્યાપક શિક્ષણ આપી રહ્યા છે. ઈ એજ્યુકેશનને વિદ્યાર્થીઓનું મળ્યું સમર્થનએજ્યુકેશન નવી વ્યવસ્થા નેટવર્કના સતત પ્રોબ્લેમ અને આધુનિક મોબાઇલ સેટની અનેક સમસ્યાઓની વચ્ચે મોટા ભાગના વિદ્યાર્થીઓ એજ્યુકેશન વ્યવસ્થાને સ્વીકારી રહ્યા છે. અને તેના દ્વારા મળતું શિક્ષણ વર્ગ ખંડમાં આપવામાં આવતા શિક્ષણથી જરા પણ ઉતરતું નથી, તેવો મત વ્યક્ત કર્યો છે. નવી વ્યવસ્થા મુજબ વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમને લઈને અધ્યાપકો સાથે સીધી વાતચીત કરી શકે છે. અધ્યાપકો શિક્ષણ કાર્ય ડિજિટલ મીડિયાના મારફતે પહોંચાડી રહ્યા છે. જેમાં શિક્ષણ કાર્યની સાથે એન.એસ.એસ સહિત વિવિધ અસાઇમેન્ટ જેવી તમામ વ્યવસ્થાઓનુ માર્ગદર્શન અને તેનું સમાધાન પણ ઈ એજ્યુકેશન મારફતે થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.