- શ્રાવણ વદ પાંચમના દિવસે નાગદેવતાની પૂજાનું છે વિશેષ ધાર્મિક મહત્વ
- દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન બાદ અમૃતપાનને લઈને નાગદેવતાની જોડાયેલી છે કથા
- નાગદેવતાની પૂજા કરવાથી રાહુ કેતુ અને કાળસર્પ યોગના કષ્ટમાંથી મળે છે રાહત
જૂનાગઢ : હિન્દુ ધર્મગ્રંથોમાં શ્રાવણ વદ પાંચમના દિવસે નાગપંચમી( Nag Panchami 2021)ના તહેવારની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે, આજના દિવસની વિશેષ ઉજવણી હિન્દુ ધર્મગ્રંથોમાં દેવો અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધ સાથે સંકળાયેલી જોવા મળે છે. સમુદ્ર મંથન વખતે અમૃત પીવાને લઈને દેવો અને દાનવો વચ્ચે ભયાવહ યુદ્ધ સર્જાયું હતું, ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને દેવો અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી કરી હતી, આ દરમિયાન વિષ્ણુ ભગવાન દ્વારા દેવોને અમૃતનું પાન કરાવ્યા બાદ દાનવોને અન્ય ઘડામાંથી અમૃત સિવાયનું પાન કરાવવામાં આવતું હતું, જેની જાણ દાનવોને થતા દાનવો સૂર્ય અને ચંદ્રની વચ્ચે બિરાજમાન થઈને અમૃતનું પાન કરી લેય છે, આવા સમયે ભગવાન વિષ્ણુને દાનવો અમૃતનું પાન કરી ગયા છે, તેવી જાણ થતાં તેમના શીશનું છેદન કરી દેવામાં આવે છે, આથી દાનવને બે ભાગ કરવામાં આવતા એક ભાગને રાહુ અને બીજા ભાગને કેતુ નામ આપવામાં આવ્યું હતું, આ સાથે, હિન્દુ ધર્મમાં સર્પની ફેણ અને પૂંછડીને આજે પણ જન્મ કુંડીમાં રાહુ અને કેતુના નામથી ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: નાગપંચમીઃ સાપ દૂધ નથી પીતાં, એને પૂજો પણ સાથે છે રક્ષણની જરૂર
નાગદેવતાની પૂજાનું મહત્વ
દરેક શિવાલયોમાં શિવલિંગની ફરતે નાગદેવતા વીંટળાયેલા જોવા મળે છે, તો બીજી તરફ ભગવાન વિષ્ણુ પણ નાગદેવતા પર શયન અવસ્થામાં જોવા મળે છે, શિવલિંગ પર વીંટળાયેલો સાપ 3 આંટી મારીને બેઠેલા જોવા મળે છે, તો બીજી તરફ ભગવાન વિષ્ણુએ સર્પ પર શયન અવસ્થા બનાવી છે, તે પણ 3 આંટી મારેલા જોવા મળે છે, 3 આંટીનો સર્પ પ્રત્યેક વ્યક્તિને પોતાનો વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ 3 કાળનું જ્ઞાન આપી જાય છે, મહાદેવ અને વિષ્ણુ પ્રત્યેક વ્યક્તિને સર્પના માધ્યમથી સંદેશો આપવાનો પ્રયાશ કરે છે કે, પ્રત્યેક વ્યક્તિએ પોતાના વર્તમાન ભવિષ્ય અને ભૂતકાળને લઈને સારા કર્મોને પ્રાધાન્ય આપવું જોઈએ, તે માટે ખાસ કરીને નાગપંચમીના પાવન અવસરે નાગદેવતાની પૂજા કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ આપણા ધર્મગ્રંથોમાં જોવા મળે છે.
ખેડૂતોમાં નાગપંચમીનું વિશેષ મહત્વ
નાગપંચમીનો તહેવાર ખાસ કરીને ખેડૂતો અને ગામડાના લોકો વધારે ધાર્મિક ભાવના સાથે ઉજવતા હોય છે, ખેડૂતો ખેતી દરમિયાન જાણે કે અજાણે સર્પને નુકસાન કરતા હોય છે, આવી પરિસ્થિતિમાં નાગદેવતા પાસે ખેડૂતો તેમના જાણતા કે અજાણતા જે પાપ થઈ ગયું છે, તેમાંથી તેમને મુક્તિ આપે અને તેમના પરિવારનું રક્ષણ કરે તે માટે નાગપંચમીની ઉજવણી કરતા હોય છે, ત્યારે ગામડામાં આજે પણ પ્રત્યેક સૌભાગ્યવતી સ્ત્રી તેમના સંતાન અને પરિવારનું નાગદેવતા રક્ષણ કરે તે માટે ઘરમાં નવ નાગના ચિત્રની પૂજા કરીને નાગદેવતાની માતા મનસાદેવીને પૂજા-અર્ચના કરે છે.
આ પણ વાંચો: નાગપંચમી: શાસ્ત્રો પ્રમાણે નાગ દેવતાની પૂજા કરવાથી કષ્ટ થાય છે દુર
કાળ સર્પ યોગમાંથી રાહત
જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રત્યેક જન્મકુંડળી રાહુ અને કેતુ વગર શક્ય બનતી નથી, પ્રત્યેક વ્યક્તિની કુંડળીમાં રાહુના પછીના સાતમા સ્થાને કેતુ બિરાજમાન હોય છે, હિન્દૂ ધર્મગ્રંથોમાં રાહુ અને કેતુને દાનવો માનવામાં આવે છે, ત્યારે રાહુ અને કેતુની નકારાત્મક અસરોમાંથી પ્રત્યેક વ્યક્તિ બહાર આવે તે માટે આજના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી રાહુ અને કેતુની જે વિપરીત પરિસ્થિતિ અને સમયમાંથી પણ બહાર નીકળી શકાય છે, તેવું જ્યોતિષશાસ્ત્ર માની રહ્યું છે. આજના દિવસે કાલ સર્પ યોગ વાળી વ્યક્તિ નાગદેવતાની પૂજા કરે તો તેમને કાળ સર્પ યોગમાંથી રાહત પણ મળતી હોય છે, તેવું જ્યોતિષશાસ્ત્ર માની રહ્યા છે.