જુનાગઢ: શહેર પોલીસને આજે(સોમવારે) એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. રાજકોટની બંટી બબલીની જોડી(Pair of Bunty Babli from Rajkot) અને મેદરડામાંથી હનીટ્રેપમાં(Honeytrap case from Medarda) યુવકને ફસાવીને ખંડણી માગતા શખ્સોને જુનાગઢ પોલીસ પકડી પાડ્યા છે. સોનાના દાગીનાની ચોરી કરનાર રાજકોટની બંટી અને બબલીની જોડીને સક્કરબાગ નજીકથી ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ખુબસુરતી પાછળનું શું છે ષડયંત્ર, કયા કારણોસર યુવતી ફસાવતી હતી વેપારીઓને...
હનીટ્રેપના મામલામાં પોલીસને મળી મોટી સફળતા -જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સરદારનગર વિસ્તારમાં(Sardar Nagar area of Mendarda taluka) રહેતા મનીષ વઘાસિયા નામના વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવીને 10 લાખની ખંડણી માગી હતી. આ ખંડણી માંગનારાઓને જૂનાગઢ બાયપાસ નજીકથી પોલીસે દબોચી લીધા હતા. જેથી આ હનીટ્રેપ કેસનો પર્દાફાર્શ થઇ શક્યો હતો. ગત 11 તારીખે ફરિયાદીને ટેલિફોન પર કિરણ નામની મહિલાએ ફોન પર વાતો કરીને તેને લલચાવી મનીષ વઘાસીયાનું અપહરણ કર્યું હતું.
દીકરાને છોડવાના બદલામાં દસ લાખ રૂપિયાની માંગ - ત્યારબાદ કિરણના અન્ય ત્રણ સાથીદારોએ મનિષ વઘાસીયાના પિતા પરસોત્તમ વઘાસીયાએ દીકરાને છોડવાના બદલામાં દસ લાખ રૂપિયાની માંગ કરી હતી. પોલીસ ફરિયાદ થતા જૂનાગઢ જિલ્લા પોલીસે ટ્રેપ રચીને ખંડણીના દસ લાખ રૂપિયા લેવા આવેલા ચારેય આરોપીને ઝડપી પાડીને ગણતરીના દિવસોમાં હનીટ્રેપ જેવો સંવેદનશીલ મામલાનો ભેદ ઉકેલી પાડ્યો છે.
આ પણ વાંચો: Honeytrap Case in Surat: પોલીસ દ્વારા મુકવામાં આવેલા સજેસન બોક્સના આધારે થયો હનીટ્રેપનો પર્દાફાશ
રાજકોટના બંટી બબલીની જોડી કઈ રીતે નજર જમાવીને ચોરી કરી ફરાર થયા - જૂનાગઢના ઢાલ રોડ(Dhal Road of Junagadh) પર આવેલી લોઢીયા જ્વેલર્સમાંથી એક મહિલાએ ગત 10 જૂન 2022ના રોજ 30 હજારની આસપાસ સોનાના દાગીનાની ખરીદી કરી હતી. મહિલા દાગીનાની ખરીદી કરીને પર જઈ રહી હતી. આ દરમિયાન રાજકોટની બંટી અને બબલી મહિલા પર નજર જમાવીને તેની પાછળ જઈ રહ્યા હતા, મહિલાનું ધ્યાન ભટકાવીને તેના પર્સમાં તીક્ષ્ણ હથિયારથી ચેકો કરીને દાગીનાની ચોરી કરી ફરાર થવાના ફિરાકમાં હતા. જૂનાગઢ પોલીસ અને નેત્રમ શાખા(Junagadh Police and Netram Branch) દ્વારા શહેરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની મદદથી સોનાના દાગીનાની ચોરી કરનાર રાજકોટની બંટી અને બબલીની જોડીને સક્કરબાગ નજીકથી પકડી પાડીને ગણતરીની કલાકોમાં સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે