ETV Bharat / city

Gujarat Earthquake 2001 Forecast: આ વ્યક્તિએ 2001ના ભૂકંપની કરી હતી આગાહી, જાણો તે કોણ છે...

અમરેલી જિલ્લાના ભૌતિક વિજ્ઞાનના શિક્ષક જયપ્રકાશ માઢકે વર્ષ 2001માં આવેલા ભૂકંપની આગાહી (Amreli teacher predicts 2001 earthquake) કરી હતી. આ આગાહી સાચી પડી હતી. જોકે, આ આગાહી પછી આ શિક્ષકને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Gujarat Earthquake 2001 Forecast: આ વ્યક્તિએ 2001ના ભૂકંપની કરી હતી આગાહી, જાણો તે કોણ છે...
Gujarat Earthquake 2001 Forecast: આ વ્યક્તિએ 2001ના ભૂકંપની કરી હતી આગાહી, જાણો તે કોણ છે...
author img

By

Published : Jan 26, 2022, 10:05 AM IST

જૂનાગઢઃ ગુજરાતના ઈતિહાસ માટે આજના દિવસને ભૂકંપના દિવસ તરીકે આજે પણ યાદ રાખવામાં આવે છે. કુદરતના પ્રકોપથી 26 જાન્યુઆરી 2001ના દિવસે સમગ્ર ગુજરાતની ધરા ભયાનક ભૂકંપથી ધ્રૂજી ઊઠી હતી. આના કારણે અકલ્પનીય જાનમાલનું નુકસાન થયું હતું. ગુજરાતમાં આવેલો ભૂકંપ (Gujarat Earthquake 2001 forecast) આજે પણ સંશોધનકારો અને ખગોળ વૈજ્ઞાનિક માટે સંશોધનનો વિષય બની (Gujarat Earthquake 2001 The subject of research) રહ્યો છે, પરંતુ વર્ષ 2001ની 26મી જાન્યુઆરીએ ગુજરાતની ધરા ભયાનક ભૂકંપથી ધ્રુજી ઉઠશે તેવી સચોટ અને સાચી આગાહી 13મી જાન્યુઆરી 2001ના દિવસે જ અમરેલી જિલ્લાના લીલીયા ની સરકારી શાળામાં ભૌતિક વિજ્ઞાનના શિક્ષક તરીકે કામ કરતા જયપ્રકાશ માઢકે (Amreli teacher predicts 2001 earthquake) કરી હતી.

અમરેલીના શિક્ષકની ભૂકંપ અંગેની આગાહી સાચી પડી હતી

આ શિક્ષકની આ આગાહી ને લોકો શંકાની નજરે જોતા હતા, પરંતુ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી મુજબ, 26મી જાન્યુઆરી 2001ના દિવસે ગુજરાતની ધરા ભયાવહ ભૂકંપથી ધ્રૂજી ઊઠી અને ગુજરાતે તેના ઈતિહાસનો સૌથી મોટો જાનમાલની ખુવારીનો ભૂકંપ નજર સમક્ષ જોયો. ત્યારબાદ જયપ્રકાશ માઢક પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી જોવા મળી હતી.

આ પણ વાંચો- Success Story Of Earthquake Victim : પગ ગુમાવનાર મહિલાએ 5000થી વધુ મહિલાઓને કરી આત્મનિર્ભર

વર્ષ 2001માં મંગળ પ્લૂટો અને શનિની યુતિ ધરતીકંપ માટે કારક બની

વર્ષ 2001 3 ફેબ્રુઆરીના દિવસે મંગળ અને પ્લૂટો ગ્રહ ધરતીની વૃશ્ચિક રાશિમાં એકસાથે પરિભ્રમણ કરતા હતા, જેની બિલકુલ વિરુદ્ધમાં શનિ પરિભ્રમણ કરતો હતો. ગ્રહોની દૃષ્ટિએ મંગળ પ્લૂટોની યુતિ અને વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરી રહેલો શનિ ધરતીકંપ લાવવા કારક બન્યા હોય તેવું જયપ્રકાશ માઢક તેમના ભૌતિક વિજ્ઞાનના અભ્યાસ થકી જાણવામાં સફળ રહ્યા હતા. ભૌતિક વિજ્ઞાન શિક્ષક તરીકે કામ કરતા જયપ્રકાશ માઢક ખગોળ વિદ્યામાં (Amreli teacher predicts 2001 earthquake) પણ ખૂબ જ રસ ધરાવતા હતા.

શિક્ષકના અભ્યાસથી સચોટ જાણકારી મળી હતી

તેમના અભ્યાસ થકી 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપની સચોટ (Gujarat Earthquake 2001 Forecast) જાણકારી કરવામાં તેમને સફળતા મળી હતી. 3 ફેબ્રુઆરી 2001માં મંગળ-પ્લૂટો અને શનિની યુતિનો જે યોગ બની રહ્યો હતો, જે ધરતીકંપ માટે ખૂબ જ સૂચક માનવામાં આવ્યો હતો. આ યુતિની અસર એક અઠવાડિયા પૂર્વે એટલે કે જાન્યુઆરી માસમાં અનુભવવાની શરૂઆત થવાની હતી. તે પહેલા 26મી જાન્યુઆરીના દિવસે ગુજરાતી ભયાવહ ભૂકંપનો (Gujarat Earthquake 2001 Forecast) સામનો કર્યો હતો.

આ પણ વાંચો- શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?

વર્ષ 1999થી શરૂ થયેલું ખગ્રાસ સૂર્યગ્રહણ ભૂકંપ માટે બન્યો એપી સેન્ટર

ભૌતિક વિજ્ઞાનની સાથે ખગોળશાસ્ત્રમાં ખૂબ જ અંગત રસ (Amreli teacher predicts 2001 earthquake) ધરાવતા જયપ્રકાશ માઢક તેમના ભૌતિક વિજ્ઞાનની સાથે ખગોળ શાસ્ત્રનું જ્ઞાન પણ ભૂકંપની આગાહી કરવા માટે ખૂબ જ મહત્ત્વનું પૂરવાર થયું હતું. 11 ઓગસ્ટ 1999ના દિવસે ખગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળ્યું. વર્ષ 2000ની જુલાઈ સુધીમાં ત્રણ ગ્રહણ જોવા મળ્યા હતા. જ્યારે 14 ઓગસ્ટે પણ સૌરાષ્ટ્રમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં પણ ખગ્રાસ સૂર્યગ્રહણના કારણે ભાવનગર જિલ્લામાં ધરતીકંપના નાનામોટા આંચકાઓ નોંધાતા રહ્યા હતા.

ભૂકંપ પહેલા હરિપર ગામમાં નાનામોટા ભૂકંપના આંચકા આવતા રહેતા હતા

ત્યારબાદ 26 જાન્યુઆરી 2001ના મોટા ભૂકંપ પૂર્વે તાલાલા નજીકના હરીપર ગામમાં (Gujarat Earthquake 2001 Forecast) પણ નાના-મોટા ભૂકંપના આંચકાઓની હારમાળા 2-3 મહિના સુધી સતત જોવા મળતી હતી. ત્યારબાદ વર્ષ 2001ની 26મી જાન્યુઆરીને દિવસે કુદરતી પ્રકોપ સમાન ધરતીકંપથી ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી અને અકલ્પનીય જાનમાલની (Gujarat Earthquake 2001 Forecast) ખુવારી જોવા મળી હતી.

2001ના ભૂકંપની સચોટ આગાહી બાદ જયપ્રકાશ માઢકે આગાહી કરવાનું કર્યુ બંધ

વર્ષ 2001ની 26મી જાન્યુઆરીના દિવસે ભૂકંપની સચોટ આગાહી (Gujarat Earthquake 2001 Forecast) કર્યા બાદ જયપ્રકાશ માઢકને કેટલાંક માધ્યમો અને કેટલીક સંસ્થાઓ દ્વારા નોટિસો આપવામાં આવી હતી. આનાથી વ્યથિત થઈને તેમણે કોઈ પણ પ્રકારની આગાહીઓ કરવાની બંધ કરી દીધી હતી. ભૌતિક વિજ્ઞાનના શિક્ષક તરીકે અને ખગોળ વિજ્ઞાનના ઊંડા અભ્યાસુ (Amreli teacher predicts 2001 earthquake) એવા જયપ્રકાશ માઢકની આ સિદ્ધિ કેટલાક લોકોને ગળાની નીચે ઉતારવા માટે ખૂબ મુશ્કેલ બની ગઈ હતી. આવી પરિસ્થિતિમાં જયપ્રકાશ માઢકને (Amreli teacher predicts 2001 earthquake) કાયદાકીય રીતે પણ સમસ્યાનો સામનો કરવાનો સમય આવ્યો હતો.

એક સમયે આ શિક્ષકે આગાહી કરવાનું બંધ કરી દીધું હતું

આ તમામ વિપરિત પરિસ્થિતિઓની વચ્ચે ખગોળ અને ભૌતિક વિજ્ઞાનના અભ્યાસુ જયપ્રકાશ માઢકે આગાહી કરવાનું બંધ કરી દીધું હતું. વર્ષ 2001ની 26મી જાન્યુઆરીના દિવસે કરેલી આગાહી બાદ અમેરિકન રાજ્યમાં પણ ખૂબ મોટો ભૂકંપ આવશે તેવી આગાહી પણ તેમણે કરી હતી. ચીલીમાં 7ની તીવ્રતાનો આવેલો ભૂકંપ પણ જાનમાલની ખુવારીના દૃશ્ય સૌ કોઈને નજર સમક્ષ ઊભા કરતો ગયો છે. આ આગાહી પણ જયપ્રકાશ માઢકે કરી હતી. ત્યારબાદ તેઓ ભૂકંપને લઇને કોઈ પણ પ્રકારની આગાહી કરવાથી પોતાની જાતને દૂર રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.