જૂનાગઢઃ કોરોના મહામારી હવે ગુજરાતના એક પછી એક જિલ્લાને સંક્રમિત કરી રહી છે. જેની સામે સમગ્ર દેશ અને રાજ્યોની સરકાર કરોડોની સંખ્યામાં કર્મચારીઓ લોકોની સુખાકારી માટે કામ કરી રહ્યા છે. જે પૈકી જૂનાગઢમાં પણ હજારો સરકારી કર્મચારીઓ જૂનાગઢવાસીઓની ચિંતા કરીને સતત 14 દિવસથી કાર્યરત જોવા મળી રહ્યા છે. તે પૈકીના એક કર્મચારીની એટલે જૂનાગઢ મનપાના સફાઇ કર્મીઓ કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારીમાં પણ જુનાગઢના સફાઇ કર્મીઓ તેમની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર સમગ્ર જૂનાગઢને સ્વચ્છ રાખવા માટે છેલ્લા 14 દિવસથી મથામણ કરી રહ્યા છે.
કોરોના મહામારીની વચ્ચે મુખ્ય પ્રધાન રૂપાણીએ કરી જૂનાગઢના સફાઇ કર્મીઓ સાથે કરી વાત છેલ્લા ઘણા દિવસથી મુખ્ય પ્રધાન રૂપાણી કોરોના સંક્રમિત દર્દીઓ તબીબો આરોગ્ય કર્મચારીઓ જિલ્લાના વહીવટી અને ઉચ્ચ અધિકારીઓ ધર્મગુરુઓ કલાકારો સહિત સમાજના શ્રેષ્ઠીઓ સાથે ડેશ બોર્ડ મારફત વાતચીત કરી રહ્યા છે. જેના ભાગરૂપે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ લોકોની ચિંતા કરીને ગામને સ્વચ્છ અને સુઘડ રાખતા સફાઇ કર્મીઓ સાથે મુખ્ય પ્રધાને મંગળવારના રોજ વાતચીત કરી હતી. રૂપાણીએ સફાઇ કર્મીઓ સાથે કરેલી વાતચીતમાં તેમને મળતી સુવિધાઓ અને તેમના દ્વારા મહામારી જેવા સંકટના સમયમાં સફાઈનુ મહાઅભિયાન શરૂ રાખવામાં આવ્યું છે તેને બિરદાવ્યું હતું અને સંકટની ઘડીમાં તમામ સફાઇ કર્મીઓ સાથે રાજ્યની સરકાર પણ તેમની સાથે છે તેવો ભરોસો મુખ્યપ્રધાન રૂપાણીએ જૂનાગઢના સફાઈ કર્મીને આપ્યો હતો.કોરોના મહામારીની વચ્ચે મુખ્ય પ્રધાન રૂપાણીએ કરી જૂનાગઢના સફાઇ કર્મીઓ સાથે કરી વાત