ETV Bharat / city

રાજ્યપાલે દેશના સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ કાફે તો...

જૂનાગઢમાં દેશનું સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે (First Natural Plastic Cafe in Junagadh) શરૂ થયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે (ગુરુવારે) આ કાફેનો પ્રારંભ (Governor Acharya Devvrat in Junagadh) કરાવ્યો હતો. આ સાથે જ તેમણે વહીવટી તંત્રની આ પહેલને આવકારી હતી.

રાજ્યપાલે દેશના સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ કાફે તો...
રાજ્યપાલે દેશના સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ કાફે તો...
author img

By

Published : Jun 30, 2022, 2:54 PM IST

જૂનાગઢઃ દેશભરમાં આવતીકાલથી (1 જુલાઈ) સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત (Single use plastic banned in the country) થઈ રહ્યું છે. તેવામાં જૂનાગઢમાં દેશનું સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે શરૂ (First Natural Plastic Cafe in Junagadh) કરવામાં આવ્યું છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે (ગુરુવારે) આ કાફેનો શુભારંભ (Governor Acharya Devvrat in Junagadh) કરાવ્યો હતો. સાથે જ તેમણે આ કાફે અંગેની વિગતો પણ મેળવી હતી.

રાજ્યપાલે કાફેના કર્યા વખાણ

રાજ્યપાલે કાફેના કર્યા વખાણ - અહીં રાજ્યપાલે જણાવ્યું હતું કે, આ કાફે શરૂ કરીને જિલ્લા વહીવટી તંત્રએ કરેલા વિચારને દેશ અપનાવશે. સાથે જ પ્લાસ્ટિકનું પ્રદૂષણ દેશમાંથી (Single use plastic banned in the country) ઓછું કરવામાં આ પ્રકારના પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

જૂનાગઢમાં આજથી શરૂ થયું દેશનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે

આ પણ વાંચો-ચાની કેબિનથી લઇ કાફે ખોલવા સુધીની સફળ બિઝનેસ સફર તય કરતાં નિશા હુસેન

જૂનાગઢમાં આજથી શરૂ થયું દેશનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Acharya Devvrat in Junagadh) જણાવ્યું હતું કે, આ પ્રકારના પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે સતત વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદૂષણને ઘટાડવા માટે ખૂબ મહત્વના બની રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢમાં માધ્યમો સાથે વાત કરતા પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રનો આ વિચાર ખરેખર આવકારદાયક છે અને તેમને વિશ્વાસ છે કે, આગામી દિવસોમાં સમગ્ર દેશમાં આ પ્રકારના પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનું નિર્માણ થશે, જે દેશમાંથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ દૂર કરવા માટે ખૂબ મદદગાર સાબિત થશે.

રાજ્યપાલે કાફે અંગે મેળવી વિગતો
રાજ્યપાલે કાફે અંગે મેળવી વિગતો

આ પણ વાંચો- ગુજરાતનું પ્રથમ કાફે, જ્યાં દિવ્યાંગ કર્મીઓ પીરસી રહ્યા છે વિશ્વની શ્રેષ્ઠ વાનગી, જુઓ ખાસ અહેવાલ

રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ શિબિરને પણ સંબોધી - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Acharya Devvrat in Junagadh) આજે (ગુરુવારે) અહીં કૃષિ યુનિવર્સિટીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ શિબિરને (Natural Agriculture Camp at Junagadh) પણ સંબોધન કરી હતી. આચાર્ય દેવવ્રત છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને લઈને ખૂબ પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તેઓ પોતે માની રહ્યા છે કે, પ્રાકૃતિક ખેતીથી જમીનને ઝેરમુક્ત રસાયણોથી દૂર રાખવામાં મદદરૂપ થશે. તેમ જ પ્રાકૃતિક ખેતી થકી ઉપજેલું અનાજ અને ખોરાક લોકોના આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે.

રાજ્યપાલે દેશના સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનું કર્યું ઉદ્ઘાટન

રાજ્યપાલે માનવ લાઈબ્રેરીની લીધી મુલાકાત - વધુમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Acharya Devvrat in Junagadh) જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલી દેશની પ્રથમ માનવ લાઈબ્રેરીની (Governor Acharya Devvrat visited Human Library) પણ મુલાકાત કરી હતી. તેમ જ આ પ્રકારના વિચારો થકી સરકારી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ એકબીજાની સમસ્યા સાંભળી અને તેને દૂર કરવા માટે માનવ લાઇબ્રેરી એક મહત્વનું સ્થળ બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.