ETV Bharat / city

Gita Jayanti Celebration 2021: માગશર સુદ અગિયારસ એટલે ગીતા જયંતીનો પાવન પર્વ - હિન્દુ ધર્મમાં ગીતાનું મહત્વ

માગશર સુદ અગિયારસ એટલે કે સમગ્ર વિશ્વમાં ગીતા જયંતીની ઉજવણી થઇ રહી છે, કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના ધર્મગ્રંથોનો જન્મદિવસ વિશ્વમાં ક્યાંય પણ મનાવવામાં આવતો હોય તેવું એક પણ ઉદાહરણ જોવા (Gita Jayanti Celebration 2021) મળતું નથી, પરંતુ હિંદુ ધર્મ માટે ખૂબ જ મહત્વનો ગણવામાં આવતો ગ્રંથ એટલે ભગવાન શ્રીકૃષ્ણના સ્વયમ મુખે માગશર સુદ અગિયારસના દિવસે ગીતાજીની રચના થઈ હતી, ત્યારથી માગશર સુદ અગિયારસના દિવસે સમગ્ર હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનાર તમામ વ્યક્તિઓ ભાવિકો આજના દિવસે ગીતા જયંતીની ઉજવણી કરીને ધન્યતા અનુભવે છે.

Gita Jayanti Celebration 2021: માગશર સુદ અગિયારસ એટલે ગીતા જયંતીનો પાવન પર્વ

author img

By

Published : Dec 14, 2021, 7:15 AM IST

  • માગશર સુદ અગિયારસ એટલે ગીતા જયંતીનો પાવન પર્વ
  • ભગવાન શ્રીકૃષ્ણના સ્વમુખે ગીતાજીની રચના થઇ હોવાની ધાર્મિક માન્યતા
  • વિશ્વના તમામ ધર્મ ગ્રંથોમાં એકમાત્ર ગીતાજીનો જન્મ દિવસ મનાવવામાં આવે છે

ન્યુઝ ડેસ્ક: માગશર સુદ અગિયારસ એટલે કે આજના દિવસે જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણના સ્વયં મુખે ગીતાજીનું અવતરણ (Gita Jayanti Celebration 2021) થયું હતું, ત્યારથી આજના દિવસે ગીતા જયંતીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે. ગીતા એ તમામ હિન્દુ ધર્મના ધર્મ ગ્રંથ તરીકે આજે પણ પૂજવામાં આવે છે, કોઈપણ હિંદુ ધર્મ કે દેવી-દેવતાઓમાં આસ્થા ધરાવતો ભાવિક તેના જીવનકાળ દરમિયાન ગીતાના જ્ઞાનનુ તેમના જીવનમાં અનુકરણ અને તે મુજબની જીવન પદ્ધતિ જીવી શકાય તેને લઈને ગીતાનું અધ્યયન કરતા હોય છે. ગીતા સમગ્ર વિશ્વનો એકમાત્ર ધર્મગ્રંથ છે, કે જેની જન્મ જયંતી ઉજવવામાં આવતી હોય ગીતાજીનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે, તેમનું અવતરણ જગતગુરુ શ્રી કૃષ્ણના સ્વમુખે થયેલું છે, જેને લઇને પણ હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનાર ભાવિકો ગીતાજીને આદર્શ ધર્મગ્રંથ માની રહ્યા છે.

Gita Jayanti Celebration 2021: માગશર સુદ અગિયારસ એટલે ગીતા જયંતીનો પાવન પર્વ

ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનની મનોદશાને લઈને તેમણે ઉપદેશ આપ્યો હતો

પાંડવો અને કૌરવો વચ્ચે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું હતું, આ દરમિયાન અર્જુન ખૂબ મોટી દ્વિધા ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. અર્જુનની મનોદશા ખૂબ જ આકુળ-વ્યાકુળ હતી કૌરવો તરફથી યુદ્ધ ભૂમિના જે યોદ્ધાઓ સામેલ હતા તે તેમના પરિવારના જ હતા, ત્યારે એક સમયે અર્જુન કુરુક્ષેત્રનું યુદ્ધ પડતું મૂકવા સુધીનો વિચાર કરી મૂક્યો હતો. આવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ સારથિ તરીકે યુદ્ધમાં સામેલ થયા હતા, અને અર્જુનની જે મનોદશા હતી તેને લઈને તેમણે ઉપદેશ આપ્યો હતો.

સત્ય સામે હોય અને જે માર્ગ કલ્યાણકારી હોય તે મુજબનું આચરણ જ્ઞાન ગીતમાં છે

કહ્યું હતું કે, અર્જુન માત્ર પાંડવોનું પ્રતિનિધિત્વ નથી કરતો, અર્જુન સમગ્ર જગત નું પ્રતિનિધિત્વ કરે છે. આવા સમયે અર્જુને પોતાની તર્ક શક્તિથી નિર્ણય કરવો પડશે અને કૃષ્ણની આ સમજણ બાદ અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં રહેવાની અને લડવાની તૈયારી દર્શાવી ગીતા આ જ પ્રકારની સમજણ આપતો એક ગ્રંથ છે. ગીતામાં સ્પષ્ટ લખેલું છે કે, કોઇપણ વ્યક્તિ દ્વારા કામ સોંપવામાં આવે તો તેને કરવું નહીં જે સત્ય સામે હોય અને જે માર્ગ કલ્યાણકારી હોય તે મુજબનું આચરણ પ્રત્યેક વ્યક્તિ કરે તેવું જ્ઞાન ગીતમાં આપવામાં આવ્યું છે.

શ્રીકૃષ્ણના સ્વમુખે ગીતાજીનું અવતરણ થયું હોવાની ધાર્મિક આસ્થા

આજથી છ હજાર વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણના સ્વમુખે ગીતાજી જેવા ધર્મગ્રંથનું અવતાર થયું હતું. ગીતાજીને સમગ્ર ઉપનિષદના સાર સમાન પણ માનવામાં આવે છે. ગીતાજીના જે અઢાર અધ્યાયો લખવામાં આવ્યા છે, તે જગતગુરૂ શંકરાચાર્યે આવ્યા હોવાનું માનવામાં આવે છે. ગીતાનો સમગ્ર ધાર્મિક અર્થ કોઈ પણ વ્યક્તિને સામાન્ય સમજ મુજબ સમજણ આપી જાય તેવો તત્વચિંતન પૂર્ણ છે. ગીતાજીના 18 અધ્યાયમાં 700 જેટલા સંસ્કૃત શ્લોકોને આવરી લેવામાં આવ્યા છે, ગીતાજીનો સમય ઈ સ પૂર્વે 3066 હોવાનું માનવામાં આવે છે. ગીતાજી માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી, પરંતુ વ્યવહાર વિશ્વમાં સામેલ પ્રત્યેક વ્યક્તિને પડતી મુશ્કેલીઓનું સમાધાન કરી શકાય તેનો પણ ઉલ્લેખ ધર્મગ્રંથ ગીતાજીમાં સૂચવવામાં આવ્યો છે.

જ્ઞાન, કર્મ અને ધર્મ યોગની ત્રિવેણી સંગમ સમાન માહિતી આપતો ગ્રંથ એટલે ગીતા

ગીતાજીમાં જ્ઞાનયોગ કર્મયોગ અને ધર્મ યોગની વિશેષ ધાર્મિક માહિતીનું સંકલન પણ કરવામાં આવ્યું છે. બીજા અધ્યાયમાં આવેલા સંખ્યા યોગમાં જ્ઞાન યોગની વિશેષ અને તલસ્પર્શી જ્ઞાન સાથેની માહિતી આપવામાં આવી છે. ત્રીજા અધ્યાયમાં કર્મયોગની કોઈપણ વ્યક્તિને સમજણ મળે તે માટેની ધાર્મિક માહિતી પુરી પાડવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ કર્મયોગી બને તો તેને આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળતી હોય છે. આવા ત્રિદોષમાંથી મુક્તિ મળે તે માટેના પણ ઉપાયો ગીતાજીના ત્રીજા અધ્યાય અંતર્ગત કર્મયોગમાં આપવામાં આવ્યા છે. ગીતાજીના બારમા અધ્યાયમાં ભક્તિ યોગની વિશેષ ધાર્મિક માહિતી આપવામાં આવી છે.

સમગ્ર સૃષ્ટિમાં જ્ઞાન જ સર્વસ્વ છે

ભક્તિ થકી જ પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને શ્રી હરિ સમીપ પહોંચાડી શકવા માટે સમર્થ બનતો હોય છે. ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપતા જણાવ્યું છે કે, સમગ્ર સૃષ્ટિમાં જ્ઞાન જ સર્વસ્વ છે ,પોતાના સ્વરૂપને જાણો તેમજ શરીરના નાશવંતને ઓળખવાનું પ્રત્યેક જીવ માટે અગત્યનું હોય છે, અને તેને કારણે જ ગીતાજી જેવા ધાર્મિક ગ્રંથનો અંગ્રેજી ફ્રેન્ચ જર્મન ગ્રીક અને લેટિન ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. વિશ્વની ભાષામાં ગીતાજીના ધાર્મિક ગ્રંથોનો અનુવાદ સ્પષ્ટ દર્શાવી આપે છે કે, ગીતાજી જેવો ધર્મ ગ્રંથ માત્ર સનાતન હિંદુ ધર્મ કે ભારત માટે જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશો માટે આજે પણ મહત્વનું ધર્મ ગ્રંથ પુરવાર થઇ રહ્યો છે.

આ પણ વાંચો:

Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે

Kashi Vishwanath Corridor : વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે લોકાર્પણ, ડમરુ વગાડી કરાયું સ્વાગત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.