ETV Bharat / city

Girnar Lili Parikrama 2021: પરિપત્ર મુજબ 400 સાધુસંતોને જ લીલી પરિક્રમા કરવા મંજૂરી આપવા સ્થાનિકોની માગ - Girnar Lili Parikrama 2021

ગરબા ગિરનારની લીલી પરિક્રમા ( Girnar Lili Parikrama 2021 ) પ્રતીકાત્મકરૂપે અને માત્ર 400 સાધુસંતોની હાજરીમાં યોજવાને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ( Junagadh District Collector ) અંતિમ નિર્ણય જાહેર કર્યો છે. જેને જૂનાગઢના સ્થાનિક સેવાભાવી લોકો પણ આવકારી રહ્યાં છે અને કલેકટરના નિર્ણયને વધાવી રહ્યાં છે. સાથે વહીવટીતંત્રનું ધ્યાન દોરી રહ્યાં છે કે સાધુસંતોને જ પ્રતીકાત્મક પરિક્રમા કરવા દેવાય તેવા પરિપત્રનું ( Circulars of Gujarat Government ) ચુસ્તપણે પાલન કરવામાં આવે.

Girnar Lili Parikrama 2021: પરિપત્ર મુજબ 400 સાધુસંતોને જ લીલી પરિક્રમા કરવા મંજૂરી આપવા સ્થાનિકોની માગ

author img

By

Published : Nov 13, 2021, 7:37 PM IST

  • 400 સાધુસંતોની હાજરીમાં પ્રતીકાત્મક Girnar Lili Parikrama 2021 ને સેવાભાવી લોકોએ આવકારી
  • સાધુસંતો સિવાય અન્ય કોઈ પણ લોકોને પ્રવેશ ન મળે તે જોવાની જૂનાગઢના સ્થાનિક લોકોની માગ
  • મીની કુંભ મેળાની જેમ લીલી પરિક્રમા પણ વીઆઈપી કલ્ચર ન બની રહે તે અંગે ચિંતા વ્યક્ત કરી

જૂનાગઢઃ આગામી 14 તારીખ અને રવિવારના દિવસે કારતક સુદ અગિયારસે મધ્યરાત્રિના સમયે ગરવા ગિરનારની પ્રાચીનતમ લીલી પરિક્રમા ( Girnar Lili Parikrama 2021 ) શરૂ થવા જઈ રહી છે. આ વખતે પણ માત્ર 400 સાધુસંતોની હાજરીમાં પ્રતીકાત્મક પરિક્રમા કરવાને ( Circulars of Gujarat Government ) લઈને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાધુસંતો અને અન્ય સામાજિક અગ્રણીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કર્યો હતો. જે નિર્ણયને રાજ્ય સરકારે પણ અનુમોદિત કરીને જૂનાગઢ જિલ્લા કલેકટરને ( Junagadh District Collector ) અંતિમ નિર્ણય કરવા આદેશ કર્યો છે. જે મુજબ આગામી 14મી તારીખ ( Girnar lili parikrama 2021 date ) અને રવિવારની મધ્યરાત્રિએ માત્ર સાધુસંતો જ ગિરનારની લીલી પરિક્રમા પરિપૂર્ણ કરવા માટે પ્રસ્થાન કરશે.

જૂનાગઢના સામાજિક લોકોએ પરિક્રમા વીઆઈપી કલ્ચરની ન બને તે જોવા કલેકટર તંત્રને કર્યો અનુરોધ

જૂનાગઢના લોકો ઘણાં વર્ષથી ગિરનારની લીલી પરિક્રમાના ( Girnar Lili Parikrama 2021 ) આયોજનમાં સહભાગી બનતા આવ્યાં છે ત્યારે જૂનાગઢના યુવાન સામાજિક અગ્રણી જગત અજમેરાએ પણ જૂનાગઢ જિલ્લા કલેકટરના ( Junagadh District Collector ) નિર્ણયને આવકારતાં ચિંતા વ્યક્ત કરી છે કે જે પ્રકારે શિવરાત્રીના મીની કુંભ મેળામાં મેળો ધાર્મિક ઓછો અને વીઆઈપી કલ્ચરવાળો વધુ બની ગયો હતો તે રીતે પ્રતીકાત્મક લીલી પરિક્રમા ન બની જાય. માત્ર સાધુ સંતો પૂરતી જ મર્યાદિત રહે તે જોવાની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર કરે. સાધુસંતોની સાથે અન્ય કોઈ વ્યક્તિ પરિક્રમા માર્ગ પર પ્રવેશ ન કરે તેવી સાવચેતી રાખવાની અનુરોધ કર્યો છે. તો સાધુસંતો સાથે અન્ય લોકો પણ 400 ની મર્યાદામાં પરિક્રમા માર્ગ પર પ્રવેશ કરશે તો અન્ય લોકોને પણ પ્રવેશ કરવાની મંજૂરી દેવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની બની રહેશે.

શિવરાત્રીના મીની કુંભ મેળામાં મેળો ધાર્મિક ઓછો અને વીઆઈપી કલ્ચરવાળો વધુ બની ગયો હતો

ઉતારામંડળે તમામ સંસ્થાઓને પત્ર દ્વારા પરિક્રમામાં ઉપસ્થિત ન રહેવા કર્યો અનુરોધ

દર વર્ષે યોજાતી આવતી ગિરનારની લીલી પરિક્રમાના ( Girnar Lili Parikrama 2021 ) 35 કિલોમીટર સુધીના લાંબા માર્ગ પર સ્થાનિક ઉતારામંડળ દ્વારા લોકોને ભોજન પ્રસાદ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારે ઉતારા મંડળના કાર્યવાહક પ્રમુખ ભાવેશ વેકરીયાએ જણાવ્યું કે ઉતારામંડળ સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિઓ પરિક્રમા માર્ગ પર ન પહોંચે તેને લઈને પત્ર દ્વારા જાણ પણ કરી દેવામાં આવી છે. એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેનો ઉતારામંડળના પ્રત્યેક વ્યક્તિઓએ આદર સન્માન સાથે ચુસ્ત અમલ કરવાનો રહેશે.

આ પણ વાંચોઃ માત્ર 400 સાધુ- સંતો ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમામાં ભાગ લઈ શકશે, વિચાર વિમર્શ બાદ અંતે લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ ગિરનારની લીલી પરિક્રમાના આયોજનને લઇને ઉતારા મંડળ દ્વારા કરાઈ બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.