ETV Bharat / city

Dudh Dhara Parikrama 2022 : ગિરનાર પર્વત પરથી દૂધધારા પરિક્રમાની ભવ ભવનું ભાથું બાંધતા ભક્તો - Dudh Dhara Parikrama Devotees

સોરઠની ધરતી પર લીલી પરિક્રમાનો મહિમા (Dudh Dhara Parikrama 2022) છેલ્લા અનેક વર્ષોથી પરંપરા ચાલતી આવી છે. ત્યારે ફરી એકવાર દૂધધારા પરિક્રમાનું ભક્તોએ ગિરનારની (Girnar Dudh Dhara Parikrama 2022) પાવનકારી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

Dudh Dhara Parikrama 2022 : ગિરનાર પર્વત પરથી દૂધધારા પરિક્રમાની ભવ ભવનું ભાથું બાંધતા જોવા ભક્તો

author img

By

Published : Jun 24, 2022, 3:51 PM IST

જૂનાગઢ : ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાની ફોરમ છેલ્લા ઘણા વર્ષોથી (Dudh Dhara Parikrama 2022) ચાલી આવે છે. લીલી પરિક્રમા કરવા માટે ન માત્ર ગુજરાતના લોકો જાય છે પરંતુ દેશ વિદેશથી હજારો લોકો આ પાવનકારી ભૂમીના આર્શીવાદ લેવા આવતા હોય છે. ત્યારે જેઠ વદ એકાદશીના દિવસે ગિરનારની દૂધધારા પરિક્રમા આયોજિત થાય છે. જેમાં કોરાના કાળના બે વર્ષ બાદ મોટી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને પૂર્ણપણે આયોજીત ગિરનારની (Girnar Dudh Dhara Parikrama 2022) દૂધધારા પરિક્રમામાં ભાગ લઈને ભવ ભવનું ભાથું (Dudh Dhara Parikrama Devotees) બાંધતા જોવા મળ્યા હતા.

ગિરનાર પર્વત પરથી દૂધધારા પરિક્રમાની ભવ ભવનું ભાથું બાંધતા જોવા ભક્તો

આ પણ વાંચો : કડકડતી ઠંડીની વચ્ચે ભવનાથ મંડળના સાધુ-સંતોએ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી

ગિરનારની દૂધધારા પરિક્રમા યોજાય - આદિ અનાદિ કાળથી યોજાતી આવતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાની માફક પાછલા 60 વર્ષ કરતાં વધુ વર્ષથી ગિરનારની દૂધધારા પરિક્રમા પણ યોજાતી આવે છે. ધાર્મિક માન્યતા અને પરંપરા મુજબ જેઠ વદ એકાદશીના દિવસે ગિરનારની દૂધધારા પરિક્રમાનું આયોજન થતું આવ્યું છે. તે મુજબ આ વર્ષે પણ ગિરનારની દૂધધારા પરિક્રમાનું આયોજન થયું હતું. જેમાં ભવનાથ મંડળના માલધારી સમાજની સાથે સાધુ-સંતો અને ભાવિકોએ બે વર્ષ બાદ સંપૂર્ણપણે આયોજિત દૂધધારા પરિક્રમા ભાગ લઈને ગિરનારનું પાવનકારી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. છેલ્લા બે વર્ષથી દૂધધારા પરિક્રમા પ્રતીકાત્મક રીતે અને માત્ર મર્યાદિત લોકોની હાજરીમાં યોજાઇ હતી. પરંતુ, આ વર્ષે તમામ મર્યાદાઓ સરકારે ઉઠાવી લેતા ખુબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દુધધારા પરિક્રમામાં જોડાયા હતા.

ભવ ભવનું ભાથું
ભવ ભવનું ભાથું

આ પણ વાંચો : જૂનાગઢની લીલી પરિક્રમા રાજસ્થાનથી ઢોલક વેચવા આવેલા વેપારીઓ માટે મોંઘી સાબિત થઈ, આવકમાં થયો ધરખમ ઘટાડો

ગિરનાર પર્વત પરથી પરિક્રમાની થાય છે શરૂઆત - ગિરનાર પર્વતના 30 પગથિયા પર આવેલા (Dudh Dhara Parikrama Preparation) ત્રિગુણેશ્વર મહાદેવ પર દૂધનો અભિષેક કરીને પરિક્રમા શરૂ થાય છે. ત્યાંથી ભવનાથ મહાદેવ મંદિરે દૂધની ધારા સાથે આ પરિક્રમા પહોંચે છે. દેવાધિદેવ ભાવનાથ મહાદેવ પર દૂધની ધારા વળે અભિષેક કરીને આ પરિક્રમા વસ્ત્રાપથેશ્વર મહાદેવ કે જેને ગિરનાર અધિષ્ઠાતા દેવ તરીકે પણ પૂજવામાં આવે છે. તેના પર ધાર્મિક વિધિ વિધાન સાથે દૂધનો અભિષેક કરીને આ પરિક્રમા ગિરનારના પરિક્રમા પથ પર આગળ વધે છે. 36 કિલોમીટર દરમિયાન આવતા અનેક નાના-મોટા દેવી-દેવતાઓના મંદિરો સ્થાનકો પર આ પરિક્રમા ફરે છે. પ્રત્યેક દેવી-દેવતાઓ પર દૂધનો અભિષેક કરી ધાર્મિક પરંપરા અને હિન્દુ ધર્મ સાથે જોડાયેલી આસ્થાને પૂર્ણ કરીને પરિક્રમા સાંજના પાંચ વાગ્યાની આસપાસ પૂર્ણ થતી હોય છે. પરિક્રમામાં સામેલ તમામ ભાવિ ભક્તો પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથ મહાદેવના ચરણમાં શીશ ઝુકાવી આવનારું વર્ષ વરસાદથી ખૂબ સારું રહે તેવી પ્રાર્થના કરીને દૂધધારા પરિક્રમાને ધાર્મિક વિધિ વિધાન અને પૂજન સાથે પૂર્ણ કરતા હોય છે.

દૂધધારા પરિક્રમાના ભક્તો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.