ETV Bharat / city

સરકારે વનકર્મીઓ માટે કરેલા પરિપત્રમાં છેતરપિંડી થયાનો આક્ષેપ, ફરી આંદોલનની શક્યતા - Forest Department Employees Protest

થોડા દિવસ પહેલા વનકર્મીઓએ (Forest Department Employees) સરકાર સામે આંદોલન શરૂ (Forest Department Employees Strike) કર્યું હતું. ત્યારબાદ સરકારે તેમની તરફેણમાં નિર્ણય કરાશે તેવી બાહેંધરી આપી હતી. પરંતુ હવે સરકારના પરિપત્રમાં (Gujarat Government Circular) રજા અને પગારની વિસંગતતા દેખાતા વનકર્મીઓએ સરકારના નિર્ણયનો અસ્વીકાર કર્યો છે. એટલે હવે વનકર્મીઓનું આદોલન પૂર્વવત્ બને તેવી શક્યતા છે.

સરકારે વનકર્મીઓ માટે કરેલા પરિપત્રમાં છેતરપિંડી થયાનો આક્ષેપ, ફરી આંદોલનની શક્યતા

author img

By

Published : Oct 13, 2022, 3:00 PM IST

ગાંધીનગર રાજ્યમાં થોડા સમય પહેલા જ હજી વનકર્મીઓએ સરકાર સામે બાંયો ચડાવી ગાંધીનગરમાં વિરોધ (Forest Department Employees Protest) કર્યો હતો. રાજ્યની વન વિભાગની કચેરીમાં કામ કરતા વનપાલ અને વન રક્ષક કર્મચારીઓએ રજા, પગાર અને વોશિંગ ભથ્થું આપવા અંગે આંદોલન શરૂ કરાયું હતું. તે સમયે સરકારે આંદોલનકારીની માગ (Forest Department Employees Demand) સંતોષીને તેમની તરફેણમાં નિર્ણય કરાશે તેવી બાહેધરી આપી હતી. જોકે, હવે સરકારના પરિપત્રમાં વિસંગતતા દેખાતા વનકર્મીઓ ફરી નારાજ થયા છે.

સરકારના પરિપત્રમાં વિસંગતતા સરકારે જાહેર કરેલા પરિપત્રમાં (Gujarat Government Circular) રજા અને પગારની જે વિસંગતતા છે. તેમાં કર્મચારીના હિતમાં નિર્ણય ન થતા તમામ કર્મચારીઓએ સરકારના નિર્ણયને અસ્વીકાર કર્યો છે. સાથે જ આગામી દિવસોમાં ફરી એક વખત જૂની માગણીઓને (Forest Department Employees Demand) લઈને આંદોલન પૂર્વવત્ બને તેવી શક્યતાઓ ઊભી થઈ છે.

વનકર્મીઓ ફરી ચડાવી શકે છે બાંયો
વનકર્મીઓ ફરી ચડાવી શકે છે બાંયો

વન રક્ષક અને વનપાલે સરકારના પરિપત્રને ફગાવ્યો થોડા દિવસો પહેલા સમગ્ર રાજ્યની વન વિભાગ કચેરીમાં કામ કરતા વનપાલ અને વન રક્ષક કર્મચારીઓ તેની પડતર માગોને લઈને આંદોલન પર ઉતર્યા (Gujarat Government Circular) હતા. વન કર્મચારીઓની રજા પગાર અને વોશિંગ ભથ્થું આપવામાં આવે તેવી માગ (Forest Department Employees Demand) કરવામાં આવી હતી.

સરકારે આપી લોલીપોપ આંદોલનના થોડા દિવસો બાદ રાજ્ય સરકારે આંદોલનકારી કર્મચારીઓની માગનો (Forest Department Employees Demand) સ્વીકાર કરીને કર્મચારીઓના હિતમાં નિર્ણય કરાશે તેવી બાહેંધરી આપી હતી. ત્યારબાદ આંદોલન સમેટાયું હતું, જેનો આજે રાજ્ય સરકારે વિધિવત પરિપત્ર (Gujarat Government Circular) કરતા રજા અને પગારની વિસંગતતાઓમાં વન કર્મચારીઓને કોઈપણ પ્રકારનો લાભ મળતો નથી તેને લઈને સરકારના આ પરિપત્રને (Gujarat Government Circular) અસ્વીકાર કર્યો છે.

કર્મચારી મંડળના પ્રમુખે આપી સમગ્ર માહિતી વનપાલ અને વન રક્ષક કર્મચારીના મંડળના પ્રમુખ પ્રવિણસિંહ ચૌહાણે સરકારે જે પરિપત્ર (Gujarat Government Circular) જાહેર કર્યો છે. તેનો અસ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રજા અને પગારમાં સરકારે વન કર્મચારીઓને છેતરપિંડી કરી છે જેથી તેનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓને જે પ્રકારે રજા પગાર આપવામાં આવે છે. તે મુજબ પગાર આપવાની વાત સરકારે કરી હતી, પરંતુ આજે પરિપત્રમાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી વન કર્મચારીને રજા ના દિવસો દરમિયાન બજાવવામાં આવેલી ફરજના ભાગે પ્રતિ દિવસ 665 રૂપિયા આપવાની વાત કરી છે.

રજામાં પણ ગડબડ વધુમાં સરકારે વન કર્મચારીને મળતી 84 રજામાં ઘટાડો કરીને 48 રજાના દિવસો નક્કી કર્યા છે. જ્યારે રજાના દિવસો દરમિયાન બજાવવામાં આવેલી ફરજનું પ્રમાણપત્ર જેતે વન વિભાગની રેન્જમાં આવતા નાયબ વન સંરક્ષકના પ્રમાણપત્ર સાથે રજૂ કરવામાં આવે તેવો નિર્ણય કરાયો છે. તેનો વિરોધ (Forest Department Employees Protest) વન કર્મચારી મહામંડળે કર્યો છે અને સરકારના પરિપત્રનો (Gujarat Government Circular) અસ્વીકાર કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.