ETV Bharat / city

ખેડૂતો ફરી એકવાર ચિંતામા, અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવાનો ડર

જૂનાગઢ જિલ્લામાં પાછલા બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આવી પરિસ્થિતિમાં હવે જૂનાગઢના ખેતરોમાં પણ ચોમાસુ પાકોને ભારે નુકશાન થઇ રહ્યું છે બે દિવસ પૂર્વે જે ખેતરો વરસાદની રાહમાં સુકાઈ રહ્યા હતા ખેતરો આજે પાણી થી તરબતર થતા જોવા મળી રહ્યા છે જેને કારણે મગફળીના પાકને નુકસાન થાય તેવી સ્થિતિ પણ ઉભી થઇ શકે છે

ખેડૂતો ફરી એકવાર ચિંતામા, અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવાનો ડર
ખેડૂતો ફરી એકવાર ચિંતામા, અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવાનો ડર
author img

By

Published : Sep 15, 2021, 10:52 AM IST

  • ઘેડ પંથકમાં પડેલા વરસાદને કારણે મોટા ભાગના ખેતરો બન્યા પાણીથી તરબતર
  • બે દિવસઃ પૂર્વે પાણીની રાહમાં સુકાઈ રહેલા ખેતરો આજે પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે
  • પાણી વગર ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સામે અતિવ્રુષ્ટિ નો ખતરો ઉભો થયો

જુનાગઢ: પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આવી પરિસ્થિતિની વચ્ચે હવે જુનાગઢની સાથે ઘેડ પંથકના ખેતરમાં પુરનું પાણી ફરી વળ્યું છે. જેને કારણે તમામ ખેતરો વરસાદી પાણી ભરાયા છે. બે દિવસ પૂર્વે આજ ખેતર ચોમાસાના વરસાદને લઈને સૂકા ભઠ્ઠ જોવા મળતા હતા પણ 48 કલાક બાદ વાતાવરણમાં આવેલા પલટાને કારણે દ્રશ્યો બિલકુલ બદલાયેલા જોવા મળી રહ્યા છે. બે દિવસ પૂર્વે જગતનો તાત ચોમાસુ પાક દુષ્કાળને કારણે નિષ્ફળ જવાની ભીતિમાં ચિંતિત હતો હવે આજે જગતનો તાત અતિવૃષ્ટિ થવાને કારણે ચોમાસુ પાક નિષ્ફળ થવાની ચિંતામા જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચ : ગણપતિને પ્રિય મોદક બનાવો ચોકલેટથી

48 કલાક પૂર્વે દુષ્કાળથી ચિંતિત ખેડૂત આજે અતિવૃષ્ટિથી મુશ્કેલીમાં મુકાયો

48 કલાક પૂર્વે જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદને કારણે દુષ્કાળની ભીતિ સેવાઇ રહી હતી પણ વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે બે દિવસ પૂર્વે દુષ્કાળની ભીતિ આજે બે દિવસ બાદ અતિવૃષ્ટિમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે. ખેતરો ચોમાસુ પાક માટે વરસાદની રાહ જોઇ રહ્યા હતા તેવા ખેતરો આજે પુરના પાણીથી છલોછલ જોવા મળી રહ્યા છે. કુદરતના ચમત્કાર અને કુદરતની કરામત સામે જગતનો તાત આજે પણ મુશ્કેલીમાં મુકાયેલો જોવા મળી રહ્યું છે. પહેલા વરસાદ નહીં થવાની કારણે પાક નિષ્ફળ જશે તેની ચિંતા હતી આજે અતિવૃષ્ટિ થવાને કારણે મહામૂલો ચોમાસુ પાક થશે કે કેમ તેને લઈને પણ ચોક્કસ પણે ચિંતિત બની રહ્યો છે.

આ પણ વાંચ : સામાન્ય વધારા સાથે શરૂં થયું Share Market, સેન્સેક્સ માત્ર 40 પોઈન્ટ ઉછળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.