ETV Bharat / city

ભીમ અગિયારસનું મુહૂર્ત છતા વાવણી નથી કરી રહ્યા જૂનાગઢના ખેડૂતો

ભારતની પ્રાચીન પરંપરા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન ભીમ અગિયારસના દિવસે ધરતીપુત્રો વાવણી કાર્ય શરૂ કરતાં હોય છે. પરંતુ કોરોના વાઇરસનો હાહાકાર અને વાવાઝોડાની આશંકા જેવી વિપરીત પરિસ્થિતિમાં આજે વાવણી માટેનું શુભ મુહૂર્ત ભીમ અગિયારસનો દિવસ હોવા છતાં ધરતીપુત્રો વાવણી કાર્યથી અળગાં રહ્યાં હતાં.

ભીમ અગિયારસનું મુહૂર્ત છતાં વાવણી નથી કરી રહ્યાં જૂનાગઢના ખેડૂતો

author img

By

Published : Jun 2, 2020, 3:06 PM IST

જૂનાગઢઃ ભીમ અગિયારસનું ધાર્મિક પરંપરાઓ મુજબ ખૂબ જ મહત્વ છે. આજના દિવસે ખેડૂતો ચોમાસુ ખેતીની વાવણીનો શુભારંભ કરતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસનો ખતરો અને વાવાઝોડાના ભય વચ્ચે જગતનો તાત સૂડી વચ્ચે સોપારી જેવી હાલતમાં મૂકાઈ જતાં વાવણી માટેનું શુભ અને અતિ મંગલ મુહૂર્ત એવા ભીમ અગિયારસના દિવસે ધરતીપુત્રોએ વાવણી કાર્ય કરવાથી પોતાની જાતને અળગી રાખી છે.

ભીમ અગિયારસનું મુહૂર્ત છતાં વાવણી નથી કરી રહ્યાં જૂનાગઢના ખેડૂતો
પ્રાચીન ભારતની ખેતી પરંપરામાં ભીમ અગિયારસનું મુહર્ત અને આજના દિવસે કરવામાં આવેલી વાવણી કૃષિ પાકોની સારી ઉપજ અને તેના સારા મૂલ્યવર્ધક ભાવો મળી રહે તેવી માન્યતા છે. અખાત્રીજના દિવસે શુભ કાર્ય અને લગ્ન માટે વણજોયું મુહૂર્ત આલેખવામાં આવ્યું છે. તેવી જ રીતે ગુરુપુષ્ય નક્ષત્રમાં કીમતી ધાતુઓની ખરીદી કરવા માટે આજે પણ લોકો અચૂક જતાં હોય છે. એવી રીતે ભીમ અગિયારસના દિવસે વાવણી કાર્યને શુભ માનવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે જગતનો તાત ખેતી સાચવવામાં મુશ્કેલી અને પીડા અનુભવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.