- ચોમાસા દરમિયાન અતિભારે વરસાદને કારણે ખેડૂતોને થયુ હતુ નુક્સાન
- શિયાળુ પાકોમાં ઘઉ ધાણા તુવેર અને કઠોળનો પાક થયો હતો નિષ્ફળ
- ચોમાસુ પાકમાં થયેલી નુક્સાનીનું વળતર શિયાળુ પાક કરાવી આપશે
જૂનાગઢ: ચોમાસા દરમિયાન જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે મગફળી, કપાસ સહિત અન્ય ચોમાસુ પાકો નષ્ટ થયા હતા. ચોમાસા બાદ રોગ અને જીવાતનો ઉપદ્રવ વધતા ચોમાસુ પાકોનું ઉત્પાદન પણ ખૂબ ઓછું નોંધાયું હતું અને ખેડૂતોને ચોમાસુ પાકના ઉત્પાદન ખર્ચ કરતાં પણ અડધી ઉપજ થઈ હતી. ત્યારે પારાવાર નુક્સાનીનો સામનો કરી રહેલા ખેડૂતો ભારે ચિંતામાં હતા. જોકે, શિયાળુ પાકનું સારુ ચિત્ર જોઈને જગતના તાતમાં હવે નવી આશાનો સંચાર થઇ રહ્યો છે.