ETV Bharat / city

શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાના માઘસ્નાનનું શું છે મહત્વ? - Longevity from maghasnan is mentioned in scriptures

હિંદુ ધર્મ સંસ્કૃતિ અને ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થામાં માઘસ્નાનને (maghsnan in gurukul importance) ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. માઘસ્નાન તમામ પાપો નાશ માટે પણ સર્વોત્તમ (maghsnan is also best for destroying all sins) માનવામાં આવે છે, તેમજ દીર્ઘ આયુષ્ય માટે પણ ઉત્તમ છે.

તમામ પ્રકારના પાપના નાશ માટે આજે પણ કરાઇ છે માઘસ્નાન

author img

By

Published : Jan 19, 2022, 12:44 PM IST

Updated : Jan 19, 2022, 1:29 PM IST

જૂનાગઢ: માઘ મહિનામાં કરવામાં આવતા માઘસ્નાનમાં સમુદ્ર સ્નાનને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. માઘ મહિનામાં એક દિવસ સમુદ્રમાં સ્નાન કરવાથી 30 દિવસ સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે અને તમામ પ્રકારના પાપના નાશ માટે આજે પણ કરાઇ છે માઘસ્નાન (Even today, maghasnan is done).

તમામ પ્રકારના પાપના નાશ માટે આજે પણ કરાઇ છે માઘસ્નાન

હિંદુ ધર્મ સંસ્કૃતિ અને ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થામાં માઘસ્નાનને આપવામાં આવ્યું છે મહત્વ

માઘ મહિનામાં 30 દિવસ કોઈ પણ ભક્ત નિત્ય કાળે સવારના 4 થી 6 વાગ્યાના અરસામાં માઘ સ્નાન વિધિ ધાર્મિકતા સાથે પૂર્ણ કરે તો તેવા તમામ જીવોના જીવનમાં આદર્શ ગુણોનું સિંચન થાય છે. સાથે સાથે તે જીવ દ્વારા થયેલા જાણે કે અજાણે પાપોનું પણ નાસ થાય છે.

માઘસ્નાન કરવાથી દીર્ઘ આયુષ્યનો ઉલ્લેખ ધર્મ ગ્રંથોમાં

માઘસ્નાન કરવાથી દીર્ઘ આયુષ્યની (Longevity from maghasnan is mentioned in scriptures) સાથે સારૂ સ્વાસ્થ્ય પણ મળતું હોવાનો ઉલ્લેખ ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે જેને કારણે માઘ મહિનાના 30 દિવસ સુધી હિંદુ ધર્મ સંસ્કૃતિ અને ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થામાં માઘસ્નાનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.

માઘસ્નાનમાં સમુદ્ર સ્નાનને સૌથી ઉત્તમ માનવામાં આવે

માઘ મહિનામાં કરવામાં આવતા માઘસ્નાનમાં સમુદ્ર સ્નાનને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. માઘ મહિનામાં એક દિવસ સમુદ્રમાં સ્નાન કરવાથી 30 દિવસ સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. પવિત્ર ગંગા નદીમાં એક દિવસનાં કરવાથી પંદર દિવસના સ્નાનનુું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે.

સમુદ્ર, નદી, ઘાટ અને સરોવરમાં કરવામાં આવેલા સ્નાનને માનવામાં આવે છે પવિત્ર

આ સિવાય એવી નદી કે જેનું મિલન સમુદ્રમાં ન થતું હોય તેવી નદીમાં સ્નાન કરવાથી ત્રણ દિવસનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. આ સિવાય હિન્દુ ધર્મગ્રંથોમાં પવિત્ર સરોવરો, તળાવ, ઘાટ અને કૂવાના પાણી વડે કરવામાં આવતા માઘસ્નાનને પણ પવિત્ર માનવામાં આવ્યું છે. કોઈ ભાવિક પાસે આ પ્રકારની એક પણ વ્યવસ્થા ન હોય તેવા ભાવિકે રાત્રી દરમિયાન માટીના મટકામાં ખુલ્લા આકાશ નીચે પાણી રાખીને વહેલી સવારે સ્નાન કરવાથી પણ પવિત્ર નદી ઘાટ અને સમુદ્રમાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થતુ હોય છે.

માઘસ્નાનથી એક માસના ઉપવાસનું પુણ્ય પ્રાપ્ત થાય

માઘ માસ દરમિયાન કરવામાં આવતા સ્નાનને એક મહિનાના ઉપવાસ સાથે પણ સરખાવવામાં આવે છે. એક મહિના દરમિયાન કરેલા ઉપવાસનું જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેટલું જ પુણ્ય માઘ માસ દરમિયાન વહેલી સવારે કરેલા માઘસ્નાન દ્વારા પણ ભાવિકોને પ્રાપ્ત થતુ હોય છે.

માઘસ્નાનને ચાંદ્રાયણ સાથે સરખાવવામાં આવે છે

માઘસ્નાનને ચાંદ્રાયણ સાથે પણ સરખાવવામાં આવે છે. આ દરમિયાન આઠ જેટલા કોળીયા પ્રસાદ તરીકે ગ્રહણ કરવાના હોય છે, તેની સમકક્ષ પુણ્ય માઘસ્નાન કરવાથી પણ મળે છે આવો ઉલેખ ધર્મગ્રંથોમાં જોવા મળે છે. આગામી એક મહિના સુધી માઘસ્નાનની ધાર્મિક વિધિ ગુરુકુળ ધર્માચાર્યો ધાર્મિક સ્થળો અને ધર્મનું આચરણ કરતા ભાવિકો નિભાવીને માઘસ્નાનનું પુણ્ય પ્રાપ્ત કરતા જોવા મળશે.

આ પણ વાંચો:

કમલા એકાદશી નિમિત્તે મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં 3000 કિલો સફરજનનો ફલકૂટોત્સવ

રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં 60 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

Last Updated : Jan 19, 2022, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.