- દિવાળીની રજા અને વેકેશનના સમયમાં પ્રવાસીઓથી ધમધમતું થયું દીવ
- એક વર્ષ બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજાના દિવસો ગાળવા પહોંચ્યા દિવ
- ટુરિઝમ ક્ષેત્રે દિવ ફરી એક વખત ધમધમતું થશે
દીવ: દિવાળીના તહેવારોની રજા અને વેકેશનના સમયગાળા દરમિયાન સંઘપ્રદેશ દીવ ફરી એક વખત પ્રવાસીઓથી ધમધમતુ (Diu once again buzzing with tourists) જોવા મળી રહ્યું છે. તહેવારો પૂર્ણ થતાની સાથે જ પ્રવાસીઓ સંઘપ્રદેશ દીવ તરફ આવતા જોવા મળી રહ્યા છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે દીવ જાણીતું અને માનીતું પર્યટન સ્થળ છે, ત્યારે દીવમાં આવેલા ઐતિહાસિક પૌરાણિક અને તેના બીચનો આહલાદક અનુભવ કરવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પાછલા એક વર્ષથી પ્રવાસીઓની ગેર હાજરીથી સુમસામ બનેલ પ્રવાસન સ્થળ દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ ફરી એક વખત જીવંત બનતું જોવા મળી રહ્યું છે.
પ્રવાસન ગતિવિધિઓને કારણે દિવ ફરી એક વખત ધમધમતું થયું
કોરોના સંક્રમણ કાળમાં સંઘપ્રદેશ દીવ પ્રવાસન ગતિવિધિઓને કારણે શુષ્ક જોવા મળતું હતું, પરંતુ હવે સંક્રમણ ખૂબ જ ઓછું થયું છે આવી પરિસ્થિતિમાં પ્રવાસીઓ પ્રવાસન ક્ષેત્ર દીવની મુલાકાત લઈ રહ્યા છે અને એક વર્ષ સુધી સતત ચિંતામાં પસાર કરેલા સમયને ભૂલીને મનોરંજન અને પર્યટન સ્થળે આવીને પર્યટનની મજા માણી રહ્યા છે. દીવમાં આવેલા બીચ પ્રવાસીઓને વર્ષોથી પ્રભાવિત કરી રહ્યા છે, વધુમાં દીવનો કિલ્લો નાયડા ગુફા મ્યુઝિયમ અને ખૂકરી મેમોરીયલ પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે, જેને કારણે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસન ઉદ્યોગ ફરી એક વખત ધમધમતો જોવા મળશે.
આ પણ વાંચો: તહેવારોના દિવસોમાં ગિરનાર રોપ-વે પર ઉમટ્યું માનવ મહેરામણ: કોવિડ ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ
આ પણ વાંચો: વિક્રમ સંવત 2078ના વર્ષની જૂનાગઢવાસીઓએ દેવદર્શનથી શરૂઆત કરી