જૂનાગઢ : રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદે સારી બેંટિગ બોલાવી છે, ત્યારે જૂનાગઢની વાત (Rain in Junagadh) કરવામાં આવે તો, આજે સવારથી જ સારો વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે જુનાગઢનો 100 વર્ષ જૂનો ડેમ આ વર્ષે પહેલી વાર ઓવરફોલો થતો જોવા મળે છે. જી હા, જુનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો (Willingdon Dam overflow) થતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક
પાણીનો પ્રવાહ જોરદાર -જુનાગઢનો વિલિંગ્ડન ડેમ ખાતેથી આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. વિલીંગ્ડન ડેમમાંથી પાણીનો પ્રવાહ જોરદાર નીકળી રહ્યો છે. આ પાણીનો પ્રવાહ ડેમની આસપાસની નદીઓમાં જઈ રહ્યો છે. આ પ્રકારની દ્રશ્યોને લઈને ખુબ મોટી સંખ્યામાં લોકો નજારો જોવા જઈ રહ્યા છે. જૂનાગઢ શહેરથી માત્ર 3 કિમી દૂર વિલિંગ્ડન ડેમ આવેલો છે. આ વિલિંગ્ડન ડેમ કાળવા નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમની ઊંચાઈ 44 ફૂટ અને લંબાઈ 262 ફૂટ છે. આ ડેમમાં એક અબજ ગેલન પાણી સમાવવાની ક્ષમતા રહેલી છે. ચારેય બાજુ લીલોતરી અને પહાડોથી ઘેરાયેલો આ ડેમનો જે તે સમયમાં આઠ લાખના ખર્ચે 11 મે 1929 ના રોજ નિર્માણ થયો હતો. તેનું ઉદઘાટન 10 જાન્યુઆરી 1936 ના રોજ હિંદના વાઈસરોય લોર્ડ વિલીંગ્ડન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Rain in Junagadh: પ્રથમ વરસાદે જ જૂનાગઢનો આણંદપુર ડેમ થયો ઓવરફ્લો
જંગલોમાંથી આવતા ઝરણાં - આ ડેમનું નામ એ સમયના ગવર્નર લોર્ડ વિલિંગ્ડન પરથી રાખવામાં આવ્યું છે. આ ડેમ તૈયાર કરવામાં જૂનાગઢના એન્જિનિયર રાવ ઠાકરશી તથા કે.જે. ગાંધી તેમજ સુપરવાઈઝર રામજી મનજીએ મહત્વનું યોગદાન આપ્યું હતું. વિલિંગ્ડન ડેમની આગળ સરસ મજાનો બગીચો છે. ડેમ ઉપરથી ગિરનારના જંગલો અને જંગલોમાંથી આવતા ઝરણાં જોવાની મજા પડે છે. જાહેર રજાઓમાં અહીં લોકો ફરવા આવે છે ચોમાસા દરમિયાન પાણીથી ભરેલા આ ડેમની ચારે તરફ લીલીછમ હરિયાળી લીલોતરી વિલિંગ્ડન ડેમની સુંદરતામાં વધારો કરે છે. જૂનાગઢ ના દર્શને આવતા પર્યટકો આ વિલિંગ્ડન ડેમની અવશ્ય મુલાકાત લે છે.