ETV Bharat / city

Dilip Sanghani Political statement: દિલીપ સંઘાણીએ નરેશ પટેલ બીજા હાર્દિક પટેલ ન બને તેવી શુભકામનાઓ આપી - Representation of Patidar Samaj

દિલીપ સંઘાણીએ નરેશ પટેલને અભિનંદન આપતા જણાવ્યું હતું કે કોઈપણ રાજકીય પક્ષમાં સામેલ થયા બાદ નરેશ પટેલ બીજા હાર્દિક પટેલ ન બને તેવી શુભકામનાઓ પાઠવું છું. દિલીપ સંઘાણીએ નરેશ પટેલ પર દિલ્હીથી પરત ફર્યા બાદ રાજકીય નિવેદન(Political statement) ઠપકાર્યું છે.

Political statement: દિલીપ સંઘાણીએ નરેશ પટેલ બીજા હાર્દિક પટેલ ન બને તેવી શુભકામનાઓ આપી

author img

By

Published : Mar 17, 2022, 6:36 PM IST

જૂનાગઢ : દિલીપ સંઘાણીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું પણ સો વર્ષ કરતાં જૂના પટેલ વિદ્યાર્થી ભવનનો વર્તમાન પ્રમુખ છું. પરંતુ નરેશ પટેલ સમાજને આગળ ધરી પોતાના રાજકીય પદાર્પણને લઈને જે રાજકારણ કરી રહ્યાં છે. દિલીપ સંઘાણીએ નરેશ પટેલને અભિનંદન આપતા જણાવ્યું હતું કે કોઈપણ રાજકીય પક્ષમાં સામેલ થયા બાદ નરેશ પટેલ બીજા હાર્દિક પટેલ ન બને તેવી શુભકામનાઓ હુ નરેશ પટેલને પાઠવું છું.

દિલીપ સંઘાણીનું નિવેદન નરેશ પટેલ બીજા હાર્દિક પટેલ ન બને તેવી અભ્યર્થના

નરેશ પટેલ બીજા હાર્દિક પટેલ ન બને તેવી અભ્યર્થના - પાછલા એક મહિના કરતાં વધુ સમયથી પાટીદાર પોલિટિક્સમાં ઉભરો આવતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કદાવર સામાજિક નેતા(Saurashthra Kadavar Social Leader) અને ખોડલધામ સમિતિના સંસ્થાપક નરેશ પટેલ આગામી ગુજરાત વિધાનસભાની(Gujarat Assembly) સામાન્ય ચૂંટણીઓને ધ્યાને લઇને સક્રિય રાજકારણમાં પદાર્પણ કરવા જઈ રહ્યા છે. ખુદ નરેશ પટેલે માધ્યમો સમક્ષ થોડા દિવસ પૂર્વે આ જાહેરાત કરી હતી કે માર્ચ મહિનો પૂર્ણ થતાં અથવા ત્યા સુધીમાં સમાજના શ્રેષ્ઠીઓ અને સમાજ મને જે પ્રકારનો દિશાનિર્દેશ આપશે તે મુજબ હું સક્રિય રાજકારણમાં આવવાની સાથે કોઈ પણ રાજકીય પક્ષને વિધિવત રીતે જોઈન્ટ કરીશ એવું સત્તાવાર નિવેદન માધ્યમોને આપ્યું હતું.

હું 100 વર્ષ કરતાં જુના પટેલ વિદ્યાર્થી ભવનનો વર્તમાન પ્રમુખ છું - ત્યારે આજે વધુ એક પાટીદાર નેતા(Patidar leader) અને ભાજપના અગ્રણી દિલીપ સંઘાણીએ નરેશ પટેલના આ નિવેદનને વખોડયું છે. તેમણે કહ્યું છે કે નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવે તેમનું સ્વાગત છે. પરંતુ સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ તેને લઈને દિલીપ સંઘાણીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું પણ 100 વર્ષ કરતાં જૂના પટેલ વિદ્યાર્થી ભવનનો વર્તમાન પ્રમુખ છું. ગુજરાતની સૌથી જૂની આ સંસ્થા છે. આ સંસ્થાના અનેક કાર્યકરો અને અગ્રણીનો ભાજપ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોમાં કામ કરી ચૂક્યા છે અને હાલ કરી રહ્યા છે. પરંતુ નરેશ પટેલ સમાજને આગળ ધરી પોતાના રાજકીય પદાર્પણને લઈને જે રાજકારણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Hardik Patel Letter To Naresh Patel: હાર્દિકે કહ્યું નરેશ પટેલને રાજનીતિમાં જોડાવા માટે પત્ર લખ્યો છે, લવ લેટર નહીં

સમગ્ર મામલાને લઈને નરેશ પટેલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું - સમગ્ર મામલાને લઈને દિલીપ સંઘાણી દ્વારા આજે જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને નરેશ પટેલની પ્રતિક્રિયા જાણવા માટે માધ્યમો દ્વારા પ્રયાસ કર્યા હતાં. પરંતુ નરેશ પટેલે દિલીપ સંઘાણીના નિવેદન બાદ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું ત્યારે સમગ્ર મામલો પાટીદાર સમાજમાં વધુ પેચીદો બની શકે છે. એક તરફ દિલીપ સંઘાણી પાટીદાર 100 વર્ષ જૂની સંસ્થાના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે અને વર્તમાન સમયમાં ખોડલધામ સમિતિ(Khodaldham Committee) મારફત ખૂબ મોટા પાટીદાર સમાજ(Patidar Samaj) પરત પ્રભુત્વ ધરાવતા નરેશ પટેલ હવે ચૂંટણીના સમયે સામસામે આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

દિલીપ સંઘાણીએ આપ્યા અભિનંદન - નરેશ પટેલના સક્રિય રાજકારણમાં પદાર્પણને લઈને દિલીપ સંઘાણીએ નરેશ પટેલને અભિનંદન આપતા જણાવ્યું હતું કે કોઈપણ રાજકીય પક્ષમાં સામેલ થયા બાદ નરેશ પટેલ બીજા હાર્દિક પટેલ ન બને તેવી શુભકામનાઓ હું નરેશ પટેલને પાઠવું છું. નરેશ પટેલ કોઈ પણ રાજકીય પક્ષમાં સામેલ થયા નથી તેવા સમયે દિલીપ સંઘાણીના આ શબ્દો નરેશ પટેલ કોઈ ચોક્કસ રાજકીય પક્ષમાં જોડાવા જઈ રહ્યા છે અને તેને પૂર્વ આભાસ દિલીપ સંઘાણીને થઈ રહ્યો છે તે ટાંકીને તેમણે નરેશ પટેલ બીજા હાર્દિક પટેલ ન બની જાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચો: Hardik letter to Naresh Patel: હાર્દિકના આમંત્રણ મુદ્દે નરેશ પટેલે ચોખ્ખું કહ્યું કે ખોડલધામ ક્યારેય રાજકીય મંચ નહીં બને

દિલીપ સંઘાણીએ બે દિવસ પૂર્વે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે કરી છે મુલાકાત - ભાજપના કદાવર નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણી પાછલા બે દિવસથી દિલ્હી મુલાકાતે હતાં. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતમાં ક્યા વિષય કે રાજકારણને લઈને ચર્ચા કરવામાં આવી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો બહાર આવી નથી. પરંતુ દિલીપ સંઘાણી પોતાની દિલ્હી મુલાકાત પૂર્ણ કરીને આજે ગુજરાત પરત ફર્યા છે. નરેશ પટેલને લઈને તેમણે જે રાજકીય નિવેદન કર્યું છે તે બિલકુલ સ્પષ્ટ કરી જાય છે કે નરેશ પટેલ આગામી દિવસોમાં ભાજપ સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષમાં સામેલ થઈ શકે છે.

દિલીપ સંઘાણીના નિવેદન બાદ કોંગ્રેસ અને પાસના અગ્રણીઓએ દિલીપ સંઘાણીને લીધા આડે હાથ - દિલીપ સંઘાણીએ નરેશ પટેલ પર દિલ્હીથી પરત ફર્યા બાદ રાજકીય નિવેદન ઠપકાર્યું છે. તેને લઈને કોંગ્રેસ પાસ અને આમ આદમી પાર્ટીના પાટીદાર નેતાઓ પણ દિલીપ સંઘાણી પર વરસી પડ્યા છે. પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા લલિત કગથરા સહિત તમામ પાટીદાર ધારાસભ્યોએ દિલીપ સંઘાણીના નિવેદનની નિંદા કરી છે અને તેમને જણાવ્યું છે કે નરેશ પટેલ સામાજિક વ્યક્તિ છે. આ પ્રકારના રાજકારણમાં તેઓ ક્યારેય સામેલ થયા નથી. ત્યારે નરેશ પટેલ સામે આ પ્રકારના નિવેદનો કરીને દિલીપ સંઘાણી પોતાનું રાજકીય કદ ઘટાડવાની સાથે સમાજમાં પોતાનું માન અને સન્માન નીચું કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.