ETV Bharat / city

દેવાભાઈ માલમનો રાજ્ય પ્રધાન મંડળમાં સમાવેશ થતા કાર્યકરોએ કરી ઉજવણી - Celebration in Junagadh

કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમનો રાજ્ય પ્રધાનમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે આજે ગુરુવારે સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે પ્રધાનપદના શપથ લીધા બાદ તેમના મત વિસ્તાર કેશોદમાં આજે ભાજપના કાર્યકરો અને તેમના પરિવારજનો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચીને તેમને પ્રધાન બનાવવામાં આવ્યા છે. જે બદલ તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

junagadh minister celebration
junagadh minister celebration
author img

By

Published : Sep 16, 2021, 6:54 PM IST

  • દેવાભાઈ માલમને પ્રધાન બનાવાતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ
  • કેશોદ તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડી કરાઈ ઉજવણી
  • જૂનાગઢ જિલ્લાને રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ મળતા કાર્યકરોમાં પણ ભારે ખુશી

જૂનાગઢ: ભુપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનમંડળનું ગુરુવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠક પરના ધારાસભ્ય દેવાભાઈ માલમનો સમાવેશ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે કરવામાં આવતાં કેશોદ તાલુકા ભાજપ અને તેમના પરિવારોમાં ભારે ખુશી જોવા મળી હતી. કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી દેવાભાઈ માલમને રાજ્ય પ્રધાન મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે તે અંગે જાહેરમાં ખુશી વ્યક્ત કરીને પ્રધાનમંડળમાં તેમના સમાવેશને આવકાર્યો હતો. ભાજપના કાર્યકરોએ વર્ષો બાદ પ્રધાનમંડળમાં તેમના ધારાસભ્યના સામેલ થવાને લઈને તક મળતા વિશેષ ઉત્સવ મનાવ્યો હતો.

દેવાભાઈ માલમનો રાજ્ય પ્રધાન મંડળમાં સમાવેશ થતા કાર્યકરોએ કરી ઉજવણી

બચુભાઈ સોંદરવા બાદ દેવાભાઈ માલમ કેશોદમાંથી બન્યા રાજ્ય સરકારમાં પ્રધાન

રાજ્યમાં શંકરસિંહ વાઘેલાની રાજ્ય સરકારમાં જે તે સમયના કેશોદ સુરક્ષિત વિધાનસભા બેઠકના ધારાસભ્ય બચુભાઈ સોંદરવા રાજ્ય સરકારમાં પ્રધાન પદે રહી ચૂક્યા છે. જે બાદ આજે બીજી વખત રાજ્ય સરકારમાં કેશોદ વિસ્તારને પ્રતિનિધિત્વ કરવાની તક પ્રાપ્ત થઈ છે. જેમાં આજે દેવાભાઈ માલમને રાજ્ય પ્રધાનના શપથ લેતા કેશોદ શહેર અને ભાજપ તાલુકાના કાર્યકરોમાં પણ ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને દેવાભાઈ માલમની સરકારમાં પ્રધાન તરીકે નિમણુંક થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.