ETV Bharat / city

Death anniversary of Dula Bhaya Kag: દુલા ભાયા કાગને કારણે 'ચારણ કન્યા'નું થયું હતું સર્જન!

author img

By

Published : Feb 22, 2022, 10:47 PM IST

કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ (Death anniversary of Dula Bhaya Kag) પર જૂનાગઢના કવિ ગોવિંદ ગઢવીએ કવિ દુલા ભાયા કાગની જીવન ઝરમરની યાદ કરીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી.

Death anniversary of Dula Bhaya Kag: દુલા ભાયા કાગને કારણે 'ચારણ કન્યા'નું થયું હતું સર્જન!
Death anniversary of Dula Bhaya Kag: દુલા ભાયા કાગને કારણે 'ચારણ કન્યા'નું થયું હતું સર્જન!

જૂનાગઢ: આજે કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ (Death anniversary of Dula Bhaya Kag) પ્રસંગે જૂનાગઢના કવિ ગોવિંદ ગઢવીએ કવિ દુલા ભાયા કાગની જીવન ઝરમરને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ (Tribute To Dula Bhaya Kag) આપી હતી. અમરેલી જિલ્લાના મજાદર ગામમાં દુલા ભાયા કાગના ઘરે કવિ દુલા ભાયા કાગનો જન્મ થયો હતો. ખૂબ ઓછું શિક્ષણ (Education Of Dula Bhaya Kag) મેળવેલા, પરંતુ ધાર્મિક સંસર્ગમાં હોવાને કારણે વિચારોનું ઉત્તમ સર્જન થયું અને આ સર્જને ગુજરાતને એક અદના કહી શકાય તે પ્રકારના સાહિત્યકાર, લેખક અને કવિની દુલા ભાયા કાગ (Gujarati Peot Dula Bhaya Kag)ના રૂપમાં ભેટ આપી.

જૂનાગઢના કવિ ગોવિંદ ગઢવીએ કવિ દુલા ભાયા કાગને શ્રદ્ધાંજલિ આપી.

ઝવેરચંદ મેઘાણીએ આપ્યું હતું 'ભગતબાપુ' ઉપનામ

વર્ષ 1977ની 22મી ફેબ્રુઆરીના દિવસે કવિ દુલા ભાયા કાગ સાહિત્ય જગતની સાથે સમગ્ર દુનિયાને અલવિદા કહી ખૂબ ઓછું શિક્ષણ ધરાવનાર કવિ દુલા ભાયા કાગ સાહિત્ય અને લેખનમાં ખૂબ ઊંચેરી છાપ છોડી ગયા જેને કારણે આજે પણ ખૂબ મોટા સાહિત્યકારો લેખકો કવિ દુલા ભાયા કાગને ભગત બાપુના નામથી સ્મરણ કરી રહ્યા છે. આ દુલાભાયા કાગને ભગતબાપુ તરીકેનું ઉપનામ લેખક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આપ્યુ હતું. ઝવેરચંદ મેઘાણીની રચના ચારણ-કન્યા (Charan Kanya Zaverchand Meghani) દુલા ભાયા કાગની મહેમાન ગતિ વખતે રચાઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતને ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ જેવા સાહિત્યકારો આપનાર જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના આજે 120 વર્ષ પૂર્ણ

ચારણ કન્યાનું સર્જન કવિ દુલા ભાયા કાગને કારણે

રાષ્ટ્રીય શાયર અને કવિ ઝવેરચંદ મેઘાણીની વિશ્વ પ્રસિદ્ધ રચના ચારણ કન્યાનું સર્જન પણ કવિ દુલા ભાયા કાગને આધીન હોવાનું ઝવેરચંદ મેઘાણી માનતા હતા. મેઘાણી કવિ દુલા ભાયા કાગની મહેમાનગતિ માણવા માટે તેમના ઘરે આવ્યા ત્યારે રાત્રીના સમયે ચારણની દીકરીએ એક લાકડીના સહારે જે પ્રકારે ગીરના સાવજને ભાગવું પડે તેવી હિંમત દર્શાવી અને ચારણ કન્યાની હિંમત જોઈને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમથી 'ચારણ કન્યા' જેવી વિશ્વની શ્રેષ્ઠ રચના જોવા મળી. ચારણ કન્યાની રચના પાછળ પણ ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગની મહેમાન ગતિને આભારી માનતા હતા.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી' કરવાની માંગ

આજે વર્ષો પછી પણ દુલાભાયા કાગના ગીતો નવી રાહ સિંધી રહ્યા છે

કવિ દુલા ભાયા કાગ ધાર્મિક સંસર્ગમાં હોવાને કારણે રવિન્દ્રનાથ ટાગોર અને અન્ય સાહિત્યકારોના સંપર્કમાં પણ આવ્યા હતા અને ખૂબ ઓછું અક્ષર જ્ઞાન મેળવ્યું હોવા છતાં પણ આજે વર્ષો પછી દુલાભાયા કાગના ગીતો (Songs Of Dula Bhaya Kag), વાર્તાઓ (Stories of Dula Bhaya Kag) અને તેના કાવ્યસંગ્રહો આજે પણ સુશિક્ષિત વ્યક્તિઓને એક નવી રાહ સિંધી રહ્યા છે. કવિઓના કોરિડોર એવા અમરેલી જિલ્લામાં જન્મ લેનારા અને આ જ ધરતી પર સાહિત્યની અખૂટ ભેટ આપીને અમરત્વ પ્રાપ્ત કરનાર કવિ દુલા ભાયા કાગને Etv Bharat પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.