ETV Bharat / city

સતત વધી રહ્યું છે સાયબર ક્રાઇમનું ગુનાખોરી પ્રમાણ જૂનાગઢમાં એક મહિનામાં નોંધાઈ 8 કરતાં વધુ ફરિયાદ

પાછલા એક મહિનામાં જૂનાગઢ સાયબર ક્રાઇમ (Cyber crime )પોલીસ મથકમાં ઓનલાઇન છેતરપિંડીની 8 જેટલી ફરિયાદો નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન છેતરપિંડી કરતા લોકોની તપાસ હાથ ધરી છે. કેટલાક સમયથી ઓનલાઇન વ્યવહારો ખૂબ વધી રહ્યા છે આવા સમયની વચ્ચે ઓનલાઇન છેતરપિંડી કરતા કેટલાક લોકો પણ લોકોને છેતરવાના અવનવા નુસખાઓ શોધી રહ્યા છે અને તેમા લોકો ફસાઈને પોતાની મરણમૂડી ગુમાવી રહ્યા છે .

સાયબર ક્રાઇમ
સાયબર ક્રાઇમ
author img

By

Published : Jul 30, 2021, 2:02 PM IST

  • પાછલા એક મહિના દરમિયાન જૂનાગઢ સાઇબર ક્રાઇમ (Cyber crime ) પોલીસ મથકમા છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
  • વધતા જતા ઓનલાઇન વ્યવહારો ની વચ્ચે લોકોને છેતરતા ગઠિયાઓ થયા સક્રિય
  • યુવાનથી લઈને વૃદ્ધ શિક્ષિતથી લઈને નિરક્ષર તમામ લોકો ઓનલાઈન છેતરપીંડીનો બની રહ્યા છે ભોગ

જૂનાગઢ : સતત વધતા જતા ઓનલાઇન વ્યવહારોની વચ્ચે હવે ચિંતાજનક રીતે ઓનલાઇન છેતરપિંડીના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પાછલા એક મહિના દરમિયાન અનેક પ્રકારે ઓનલાઈન છેતરપિંડીના 8 જેટલા કિસ્સા સામે આવ્યા છે. જેમાં ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનાર ગ્રાહકોએ લાખો રૂપિયાની પોતાની મરણમૂડી પણ ગુમાવી છે .સતત વધી રહેલા સાયબર ક્રાઈમ અને ખાસ કરીને આર્થિક છેતરપિંડીના ગુનાઓમાં સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા પણ લોકોને અવાર-નવાર જાગૃત કરવામાં આવે છે.

ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકી દ્વારા લાખો રૂપિયાની ઉઠાંતરી

તેમ છતાં ગ્રાહકો ઓનલાઇન પોતાના બેંક ખાતાની કે એટીએમ અને ડેબિટ કાર્ડ અને તેની તમામ ગુપ્ત વિગતો છેતરપિંડી કરનાર ભેજાબાજોને આપી દેતા હોય છે.જેનો ઉપયોગ કરીને ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકી લાખો રૂપિયાની ઉઠાંતરી જે તે વ્યક્તિના બેંક ખાતા કે એટીએમ અને ડેબિટ કાર્ડ મારફતે કરતી હોય છે. આવી કેટલીક ફરિયાદો જૂનાગઢ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં પણ નોંધાઈ છે. જેને લઇને ETV BHARAT એ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ આર.વી બાજા સાથે વાતચીત કરીને સમગ્ર વિગતો પ્રાપ્ત કરી હતી.

લોકો ઓનલાઇન વ્યવસાય કે સસ્તી ચીજો મેળવવામાં આવી રહ્યા છે લાખો રૂપિયા

જૂનાગઢમાં રહેતી એક યુવતી આ જ પ્રકારના છેતરપિંડીનો ભોગ બની છે. ઘરે બેઠા ઓનલાઈન ડેટા એન્ટ્રી માટે મહિને 15 થી 20 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપીને યુવતી સાથે અન્ય એક યુવતીએ મોબાઈલ કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ આપવાના બદલામાં એક લાખ કરતા વધુની છેતરપિંડી કરી હતી. જેની પોલીસ ફરિયાદ સાઇબર ક્રાઇમ મથકમા નોંધાવવામાં આવી છે. વેરાવળમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં વ્યક્તિ ફેસબુકમાં બ્રિટનની કોઈ યુવતી સાથે મુલાકાત કરીને તેને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપતા આ વ્યક્તિ બ્રિટનની અજાણી યુવતીની મોહપાશમાં ફસાયો હતો અને તેમણે પણ 8 લાખ જેટલી રકમ થોડા દિવસોમાં ગુમાવી છે. ફેસબુક ફ્રેન્ડ બન્યા બાદ યુવતી ભારત આવી હતી અને તેની પાસે ભારતીય ચલણ નહીં હોવાને કારણે તે મુશ્કેલીમાં છે એવું કહીને વેરાવળના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકાર પાસેથી કેટલાક સમય દરમિયાન આઠ લાખ રૂપિયાની રકમ ઓનલાઈન છેતરપિંડી કરી છે. જેની પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : મૃત પતિના સ્પર્મનો IVF માં ઉપયોગ કરવા આખરે પત્નીને મંજૂરી આપતી હાઇકોર્ટ

જૂનાગઢના અન્ય બે યુવાનો પણ આ જ રીતે ઓનલાઈન છેતરપીંડીનો બન્યા છે ભોગ

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ચંદ્રવાડી ગામના યુવાને પણ આ જ પ્રકારે ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનીને 85 હજાર જેટલી રકમ ગુમાવી છે. યુવાને ફેસબુકના માધ્યમથી ટ્રેક્ટર વેચાતું હોવાની જાહેરાત જોઈ હતી જેમાં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરતા છેતરપિંડી કરનાર વ્યક્તિ ઇન્દોરના સુબેદાર વિરેન્દ્રસિંહે કરી હોવાનું જણાવીને પોતાનું ટેકટર 130000 કરતા વધુમાં વેચવાનું કહીને યુવાન પાસેથી વખત ઓનલાઇન છેતરપિંડી કરીને 80 હજાર કરતાં વધુની રકમ પડાવી લીધી હતી. જેની પણ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગુગલ પરથી કુરિયર કંપનીના કસ્ટમર કેર વિભાગની ઓળખ આપી છેતરપિંડી

જૂનાગઢ દોલતપરાનો યુવાન આજ પ્રકારે છેતરપિંડીનો ભોગ બન્યો છે. ગુગલ પરથી કુરિયર કંપનીના કસ્ટમર કેર વિભાગની ઓળખ આપીને આ યુવાન પાસેથી અલગ-અલગ જગ્યાએથી 94000 કરતાં વધુની રકમ તેમના ખાતામાંથી ઉપડી ગયેલી માલૂમ પડી હતી. છેતરાયેલા યુવાનને ફોન કરનાર વ્યક્તિએ પોતે google કુરિયર કંપની માંથી બોલે છે અને તેમને ત્યાં ડિલેવરી આપતા ડીલીવરી બોય ના નંબર માટે પાંચ રૂપિયા ઓનલાઇન ભરવાના છે. જેને લઇને છેતરપિંડીનો ભોગ બનનાર યુવાન પાસેથી એટીએમ કાર્ડ ના પીન નંબર માગીને અલગ-અલગ 15 જગ્યાએથી તેના ખાતા માંથી 94000 કરતાં વધુની રકમ ઉઠાંતરી કરી લીધી છે .

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં રાત્રે 3 અલગ અલગ સ્થળોએ જોવા મળ્યા ડ્રોન, BSF દ્વારા ફાયરિંગ

જૂનાગઢમાંથી અગાઉ પણ યુવક પિઝાનો ઓર્ડર કરીને 85 હજારની છેતરપિંડીનો બન્યો છે

અગાઉ પણ જૂનાગઢનો એક યુવાન કરીને 85 હજાર જેટલી છેતરપિંડીનો ભોગ બન્યો છે. યુવાને ઓનલાઇન પીઝા ઓર્ડર કરીને ભારે ભૂલ કરી હોય તે પ્રકારે છેતરપિંડીનો ભોગ બનીને પોતાના ખિસ્સા ખર્ચીનો 85 હજાર જેટલી રકમ ગુમાવી હતી. એ જ રીતે એસ.ટી નો ડ્રાઇવર અને નિવૃત વન કર્મચારી પણ આ જ પ્રકારે ઓનલાઈન છેતરપિંડી કરતા વ્યક્તિની મોહમાયામાં ફસાઈને પોતાની મરણમૂડી સમી લાખો રૂપિયા ગુમાવ્યાની પોલીસ ફરિયાદ થઇ છે સતત વધી રહેલી સાયબર ક્રાઇમની ઘટનાઓને લઈને પોલીસ પણ લોકોને ઓનલાઇન વ્યવહાર કરતા પૂર્વે ખૂબ જ સાવચેતી રાખવાની અનેક વખત દિશાનિર્દેશો જાહેર કરે છે પરંતુ લોકો લોભ અને લાલચમાં આવીને લાખો રૂપિયા ઓનલાઇન છેતરપિંડીથી ગુમાવી રહ્યા છે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.