ETV Bharat / city

ગુજરાત બંધના નામે કોંગી ધારાસભ્યએ એક કલાક સુધી હાઈવે પર કર્યો ચક્કાજામ, આખરે પોલીસ ટિંગાટોળી કરીને લઈ ગઈ

જૂનાગઢમાં ગુજરાત બંધને લઈને કૉંગ્રેસનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. અહીં કોડીનારના ધારાસભ્યે હાઈવે પર ચક્કાજામ કરી નાખ્યો હતો. જ્યારે ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પણ વિરોધમાં લોકો સ્વયમ્ જોડાય તેવો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ બંને ધારાસભ્યોને ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી. junagadh congress mla, Gujarat Bandh Call Congress, national highway junagadh.

ગુજરાત બંધનું પાલન કરાવવા નીકળેલા બંને કોંગી ધારાસભ્યોને પોલીસ ટિંગાટોળી કરીને લઈ ગઈ

author img

By

Published : Sep 10, 2022, 3:13 PM IST

જૂનાગઢ કૉંગ્રેસે આજે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને લોક સુવિધાઓના કામમાં થતા સતત વિલંબ અને વધારાના વિરોધમાં ગુજરાત બંધનું (Gujarat Bandh Call Congress) એલાન આપ્યું હતું. ત્યારે કોડીનારના ધારાસભ્ય મોહન વાળાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ (chakka jam in gujarat) કરીને આ અંગે વિરોધ કર્યો હતો. બીજી તરફ અમરેલીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે (Amreli MLA Virji Thummar) મોંઘવારીના વિરોધમાં લોકો સ્વયમ્ બંધમાં જોડાય તેવો પ્રયાસ કર્યો હતો. જોકે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે બંને ધારાસભ્યોની અટકાયત (Congress Leaders detained) કરી હતી. સાથે જ પોલીસે તે બંનેને ટિંગાટોળી કરીને લઈ ગઈ હતી.

જૂનાગઢમાં ધારાસભ્યએ કર્યો ચક્કાજામ

હાઈવે પર કૉંગ્રેસે કર્યા ધરણા કૉંગ્રેસે આજે બપોરે 12 વાગ્યા સુધી બંધનું એલાન (Gujarat Bandh Call Congress) આપ્યું હતું. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં પણ બંધની અસર જોવા મળી હતી. સ્થાનિક ધારાસભ્ય મોહન વાળાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (national highway junagadh) પર ધરણા કર્યા હતા. સાથે જ તેમણે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. તેના કારણે એક કલાક સુધી વાહનવ્યવહારને અસર પડી હતી. જોકે, પોલીસે બંને ધારાસભ્યોની અટકાયત (Congress Leaders detained) કરીને હાઈવેને ખૂલ્લો કરાવ્યો હતો.

અમેરલીમાં પણ વિરોધ બીજી તરફ અમરેલીમાં પણ મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં (congress workers protest ) બાબરા ખાતે સ્થાનિક ધારાસભ્ય વિરજી ઠુમ્મરની (Amreli MLA Virji Thummar) આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થયું હતું. જોકે, ગુજરાત બંધને (Gujarat Bandh Call Congress) સફળ બનાવવા કોંગી કાર્યકર્તાઓ બાબરાના માર્ગો પર નીકળ્યા હતા. ત્યારે પોલીસે ધારાસભ્ય વિરજી ઠુમ્મરની બાબરા ખાતેથી અને કોડીનારના ધારાસભ્ય મોહન વાળાની કોડીનાર નેશનલ હાઈવે પરથી અટકાયત (Congress Leaders detained) કરી વિરોધ પ્રદર્શનને અટકાવ્યું હતું.

બંધને મિશ્ર પ્રતિસાદ ઘણા સમય પછી કૉંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધને (Gujarat Bandh Call Congress) લોકો સ્વૈચ્છિક સમર્થન આપી રહ્યા હતા. તો કેટલાક કિસ્સામાં કોંગી કાર્યકરો બંધ કરાવવા નીકળતા પણ જોવા મળ્યા હતા, પરંતુ ચૂંટણીના સમયમાં બંધને મળેલો મધ્યમ પ્રતિસાદ મોંઘવારી અને બેરોજગારી માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર સામે લોકોનો રોષ પ્રદર્શિત થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.