ETV Bharat / city

જૂનાગઢ APMCની ચૂંટણીને લઈ કોંગ્રેસે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ઉમેદવારી રદ કરવા કરી માગ - કોંગ્રેસ

જૂનાગઢ એપીએમસીની ચૂંટણી આગામી 16 ઓક્ટોબરે યોજાનાર છે. એવામાં જૂનાગઢના રાજકરાણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે.

junagadh
junagadh
author img

By

Published : Oct 7, 2020, 8:33 AM IST

જૂનાગઢઃ જૂનાગઢ એપીએમસીની ચૂંટણી આગામી 16 ઓક્ટોબરે યોજાનાર છે. ત્યારે ચૂંટણીને લઈને રાજકારણમાં અત્યારથી જ ગરમ માહોલની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ પ્રેરિત અને જુનાગઢ ભાજપના પ્રમુખ કિરીટ પટેલની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે કોંગ્રેસ પ્રેરિત કેટલાક ઉમેદવારો અને સહકારી અગ્રણીઓએ જિલ્લા રજીસ્ટાર કચેરીમાં પ્રતિક ધરણાં કરીને તેમના દ્વારા જે વિગતો માંગવામાં આવી છે તે પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી હતી. પરંતુ રજીસ્ટાર કચેરીમાં હાજર ન હોવાને કારણે ગુરુવારે તમામ માહિતી ઉમેદવારોને મળશે તેવુ આશ્વાસન મળતા હાલ પૂરતા ધરણાં મુલતવી રહ્યા છે.

જૂનાગઢ એપીએમસીની ચૂંટણીને લઈ કોંગ્રેસે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ઉમેદવારી રદ કરવા કરી માગ
કોંગ્રેસ પ્રેરિત કેટલાક ઉમેદવારો અને સહકારી અગ્રણીઓએ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ઉમેદવારી રદ કરવી જોઇએ તેવી માંગ કરી હતી. પરંતુ તેમને કોઈપણ પ્રકારનો જવાબ જિલ્લા રજીસ્ટાર કચેરીમાંથી નહીં મળતા કોંગ્રેસના ઉમેદવારો અને સહકારી અગ્રણીઓએ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં જ ધરણાં શરૂ કર્યા હતા. પરંતુ આ સમયે રજિસ્ટાર કચેરીમાં હાજર ન હોવાને કારણે મામલો થોડો લાંબો ખેંચાયો હતો. પોલીસની દખલગીરી બાદ સમગ્ર ધરણા ગુરુવાર અગિયાર વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો અને સહકારી અગ્રણીઓએ કરી છે. કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો અને સહકારી અગ્રણીઓએ એવો તર્ક રજૂ કર્યો હતો કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ તાલાળા મેંગો માર્કેટ યાર્ડના ચેરમેન અને જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે. ત્યારે સુધારેલા સહકારી કાયદા અનુસાર કોઈ એક વ્યક્તિ બે જગ્યા પરથી ચૂંટણી લડી ન શકે અને બે પદ પર રહી પણ ના શકે આવા નિયમની વચ્ચે કિરીટ પટેલની ઉમેદવારી રદ થવી જોઈએ તેવી માંગ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો અને સહકારી અગ્રણીઓએ કરી છે. પરંતુ એક વાત નક્કી છે કે જ્યાં સુધી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી રાજકારણ સતત જોવા મળશે અને દરરોજ નવા આક્ષેપોની સાથે પ્રતિઆક્ષેપ પણ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને પરિણામ બાદ પણ જોવા મળશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.