સતત બીજી વખત પ્રમુખ તરીકે વાલભાઈ ખેર અને ઉપપ્રમુખ તરીકે ચેતન કગરાણા ચુંટાઈ આવ્યા હતા. અઢી વર્ષ પહેલાં ઉમેદવારો બિન હરીફ ચુંટાયા હતા. માંગરોળ માર્કેટીંગ યાર્ડમાં કોંગ્રેસેનો દબદબો રહયો છે.
છેલ્લા ૨૫ વર્ષ કરતા પણ વધારે સમયથી આ માર્કેટીગ યાર્ડમાં કોંગ્રેસનું શાસન રહયું છે. વધુ એક વખત કોંગ્રેસ પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહી છે.