જૂનાગઢ શ્રાવણ વદ સાતમ એટલે કે, શીતળા સાતમનો તહેવાર (Shitala Satam 2022) ધાર્મિક આસ્થાને વિશ્વાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. વર્ષો પહેલા જ્યારે શીતળા નામના રોગ સામે કોઈપણ પ્રકારની દવા અને ઉપચાર પદ્ધતિ અમલમાં ન હતી, ત્યારથી મહિલાઓ દ્વારા તેમના નાના બાળકોને શીતળા નામની બીમારીથી મુક્તિ મળે તે માટે શ્રાવણવદ સાતમના દિવસે શીતળા સાતમનો તહેવાર (Celebrating Shitala Satam Festival 2022) મનાવવામાં આવે છે. ત્યારે ધાર્મિક વિધિ વિધાન સાથે જૂનાગઢમાં આવેલા પૌરાણિક શીતળા માતાના મંદિરે મહિલાઓએ પરંપરા સાથે ઉજવણી કરતી જોવા મળી હતી.
આ પણ વાંચો ભવનાથમાં રશિયન સાધ્વીએ શિવ મહામંત્રનું રહસ્ય સમજાવ્યું
શીતળા સાતમનું પર્વ મનાવાયુ જૂનાગઢમાં આવેલા અતિ પૌરાણિક શીતળા માતા મંદિરે વહેલી સવારથી મહિલાઓએ ધાર્મિક આસ્થા અને પરંપરા મુજબ શીતળા માતાનું પૂજન કરીને શીતળા સાતમના તહેવારની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી. મહિલાઓ તેમના બાળકો સાથે મંદિરે આવી હતી અને પોતાના બાળકોની શીતળા માતા શીતળા નામના રોગ સામે રક્ષણ કરે તેવી પ્રાર્થના કરીને શીતળા સાતમના તહેવારની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવણી કરી હતી.
આ પણ વાંચો ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો ફરી ઉઠ્યો સુર
શીતળા માતાને અર્પણ કરાયો પ્રસાદ રાંધણ છઠના દિવસે મહિલાઓ દ્વારા ઘરે બનાવવામાં આવેલો પ્રસાદ આજે શીતળા માતાને અર્પણ કરાયો હતો. આજે સમગ્ર દિવસ દરમિયાન સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ કરે છે. વહેલી સવારે મંદિરમાં શીતળા માતાને શ્રીફળની સાથે ઘઉંની કુલેર અને સૌરાષ્ટ્રમાં એક દિવસ માતાને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવતા ઘઉંના લોટમાંથી બનાવેલા મીઠા થેપલા ખાસ પ્રસાદી રૂપે અર્પણ કરાતા હોય છે. તમામ પ્રસાદી આજે શીતળા માતાના ચરણોમાં મહિલાઓ દ્વારા ધરવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ પ્રસાદી પ્રત્યેક કુટુંબના સભ્યો માતાજીના પ્રસાદ રૂપે આરોગવાની વિશેષ ધાર્મિક પરંપરા છે. તે મુજબ આજે મહિલાઓએ પૂજન કરીને શીતળા સાતમના તહેવારને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.Shitala Satam 2022 Celebrating Shitala Satam Festival 2022 Religious Tradition Of Shitala Satam Festival Of Shitala Satam Significance Of Shitala Satam