જૂનાગઢ: શહેરમાં બાલથી વૃદ્ધ, સંસારથી લઈને સંન્યાસી, અને દેશીથી લઈને વિદેશી લોકો પણ આ યોગના અભિયાનમાં જોડાયા છે. સમગ્ર માનવ જગતમાં યોગા સે હી હોગાની માન્યતા સ્થાપાઈ રહી છે. આજે વિશ્વ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની(Eighth International Yoga day) ઉજવણી કરી રહ્યો છે. યોગની જન્મ જાગૃતિ(Birth awareness of yoga) 2015થી શૌર્ય થયેલો આ મહાઅભિયાન આ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ અને ઉજાગર છે. જ્યારે જૂનાગઢમાં પણ દરેક વ્યક્તિ પોતાની યોગ જાગૃતિના પૂરા ઉત્સાહ સાથે આ દિવસની યોગ દ્વારા ઉજવણી કરી રહ્યું છે.
આ પણ વાંચો: World Yoga Day 2022: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 40 ફૂટની રંગોળી બનાવી
આજે 8મો વિશ્વ યોગ દિવસ - આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી(International Yoga day 2022) થઈ રહી છે ત્યારે અત્ર તત્ર અને સર્વત્ર જાણે કે યોગમય વાતાવરણ બન્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે જૂનાગઢમાં અબાલ થી લઈને વૃદ્ધ સંસારી થી લઈને સન્યાસી તેમજ દેશી થી લઈને વિદેશી વ્યક્તિઓ યોગના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે.
અન્નપૂર્ણાદેવી એ યોગના વિશે જણાવ્યું કે - આ વિશ્વ માટે ખૂબ ખાસ દિવસ છે. અપડે સૌ આભારી છીએ સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોમાં યોગ અને મેડીટેશનનું જ્ઞાન પૂરું પાડ્યું. યોગા એ એક મનુષ્યના શારિરીક અને જીવનનની દ્રષ્ટિએ અદભુત સાયન્સ છે. આપડા ભૌતિક શરીરના 5 આયામો છે. પૃથ્વી, પાણી, આગ. જો આપણને જાણવું હોય કે કઈ રીતે માઈન્ડ અને ભૌતિક શરીરને બેલેન્સ કરી શકાય તો તે યોગના જ્ઞાનથી અપને મેળવી શકીયે છીએ.
મહા અભિયાન આજે સંસદથી લઇને સડક સુધી આંદોલનના રૂપમાં પરિવર્તિત થઈ ગયું - આજે વિશ્વ 8મો યોગ દિવસ મનાવી રહ્યું છે વર્ષ 2015થી શરૂ થયેલું યોગનું જનજાગૃતિ અભિયાન(Yoga Awareness Campaign) આજે સમગ્ર વિશ્વમાં ધીમે ધીમે આંદોલનનું રૂપ લઇ રહ્યું છે. જૂનાગઢમાં પણ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૌ કોઈ ખૂબ ઉત્સાહથી યોગની પ્રવૃત્તિમાં પોતાની જાતને જોડતા જોવા મળી રહ્યા છે. આઠમાં વિશ્વ યોગ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ બનાવી રહ્યા છે. આઠ વર્ષ પૂર્વે શરૂ થયેલું યોગ દિવસનું આ મહા અભિયાન આજે સંસદથી લઇને સડક સુધી આંદોલનના રૂપમાં પરિવર્તિત થઈ ગયેલું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: International Yoga Day 2022 : 25 વર્ષથી યોગ છે તેમની દિનચર્યાનો ભાગ, આવો મળીએ જૂનાગઢના જાણીતાં યોગપ્રેમીને
રશિયન સાધ્વી અને ઝારખંડના સન્યાસી બન્યા યોગમય - આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રશિયાની સાથે બિહારના સંન્યાસી(Hermits of Bihar with Russia) અને જૂનાગઢના વયોવૃદ્ધ લોકોની સાથે બાળકો અને યુવાનો પણ યોગ કરતા જોવા મળી રહ્યા છે વર્તમાન સમયમાં યોગને લઈને હવે લોકોમાં જાગૃતિ આવી રહી છે. તેનું પરિણામ છે કે, આજે જૂનાગઢની ધરતી પર દેશી અને વિદેશી અબાલ અને વૃદ્ધો તેમજ સંસારીથી લઈને સન્યાસી તમામ પ્રકારના લોકો યોગ ક્રિયામાં પોતાની જાતને પ્રવૃત્ત રાખતા જોવા મળ્યા હતા. સતત વિસ્તરી રહેલા યુવાનનું સામ્રાજ્ય હવે ધીમે ધીમે આગળ ધપી રહ્યું છે. જેનો પ્રભાવ જૂનાગઢમાં સ્પષ્ટ જોવા મળ્યો અને સૌ કોઈ વિશ્વ યોગ દિવસ જાણે કે આંદોલનના રૂપમાં લઈ રહ્યા હોય તેવા માહોલની વચ્ચે યોગ કરતા જોવા મળ્યા હતા.