જૂનાગઢઃ ભારતી આશ્રમમાંથી 30 એપ્રિલે મહંત હરિહરાનંદ ભારતી બાપુ (Hariharananda Bharti Bapu missing) કોઈને કંઈ કહ્યા વગર અચાનક જ ક્યાંક જતા રહ્યા હતા. તેના કારણે આશ્રમમાં સેવકો અને સંતો ચિંતામાં મૂકાયા (Bharti Ashram Controversy) છે.
સંતો અને સેવકો મૂકાયા ચિંતામાં - મહંત હરિહરાનંદ ભારતી બાપુ જૂનાગઢના ભવનાથ સહિત અમદાવાદ અને નર્મદામાં આવેલા 4 જેટલા ભારતી આશ્રમના વર્તમાન ગાદીપતિ છે. તેઓ 30મી એપ્રિલે અચાનક રાત્રિના સમયે વડોદરાથી ગુમ થયા છે. તેના કારણે ભારતી બાપુના સેવકો અને ભારતી આશ્રમના સંતોમાં ભારે ચિંતાનો માહોલ (Bharti Ashram Controversy) છે. આજે (મંગળવારે) જૂનાગઢના ભારતી આશ્રમમાં (Junagadh Bharti Ashram) આશ્રમના સંતો અને સેવકો એકઠા થઈ રહ્યા છે. હરિહરાનંદ ભારતીબાપુ જે પ્રકારે અચાનક ગુમ (Sarkhej Bharti Bapu Ashram) થયા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે. આશ્રમના સંતો અને તેમના સેવકો પણ બાપુ સકુશળ પરત ફરે લાગણી સભર વિનંતી પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો- ભારતીય આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજ થયા ગુમ, જાણો શું છે સમગ્ર ઘટના
મહાદેવ ભારતીએ સરખેજ આશ્રમ પર કર્યો આક્ષેપ - જૂનાગઢ આશ્રમના (Junagadh Bharti Ashram) સંત મહાદેવ ભારતીએ ETV Bharatને જણાવ્યું હતું કે, અમદાવાદ સરખેજ આશ્રમના વિવાદના કારણે હરિહરાનંદ ભારતી બાપુ ગુમ (Hariharananda Bharti Bapu missing) થયા છે. બ્રહ્મલીન થયેલા ભારતી બાપુની હયાતીમાં ભારતી આશ્રમના જૂનાગઢ, અમદાવાદ અને નર્મદાના આશ્રમના ઉત્તરાધિકારી અને ગાદીપતિ તરીકે હરિહરાનંદ ભારતી બાપુને ચાદર વિધિ કરીને તેને ભારતી બાપુના અનુગામી બનાવ્યા હતા.
બાપુને પરત આવવા કરવામાં આવી વિનંતી - હરિહરાનંદ ભારતી જે રીતે છેલ્લા 4 દિવસથી ગુમ થયા છે. તેના કારણે અમદાવાદના સરખેજ આશ્રમનો વહીવટ અને ત્યાં વહીવટ કરતાં કેટલાક સંતોના માનસિક અને ધમકીભર્યા વલણને કારણે તેઓ ગુજરાતના તમામ આશ્રમનો કારભાર છોડીને અચાનક ગુમ થયા છે. બાપુના ગુમ (Hariharananda Bharti Bapu missing) થવાના કારણે અમદાવાદના સરખેજમાં આવેલો આશ્રમ શંકાના ઘેરામાં જોવા મળી રહ્યો છે. વડોદરા પોલીસ તપાસ કરી રહી છે. તપાસને અંતે જે કોઈ પણ કસૂરવારો સામે આવશે. તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે, પરંતુ હાલના સમયે ભારતી બાપુના સેવકો અને આશ્રમના સંતો ગુમ થયેલા હરિહરાનંદ ભારતીબાપુ સકુશળ પરત આવે તેવી પ્રાર્થના સભર વિનંતી પણ કરી રહ્યા છે.