જૂનાગઢ પરંપરાગત રીતે ભાદરવા સુદ અગિયારસના પવિત્ર દિવસે જળજીલણી ઉત્સવ (Jal Jhilani Utsav in Junagadh) મનાવવામાં આવતો હોય છે. ત્યારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને હરિભક્તોની હાજરીમાં જળજીલણી મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ઠાકોરજીને નૌકામાં વિહાર કરાવીને આજે પરિવર્તન એકાદશીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.(bhadarva sud Agiyaras)
જળજીલણી એકાદશીની થઈ ઉજવણી જુનાગઢમાં જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો સંતો અને ભાવિકોની હાજરીની વચ્ચે આજે જળજીલણી એકાદશીની ઉજવણી કરાઈ રહી છે. આજના દિવસે ઠાકોરજીને નૌકા વિહાર કરવાની ધાર્મિક પરંપરા અનુસાર તેમજ આજના દિવસે કાકણીનો પ્રસાદ ઠાકોરજીને અર્પણ કર્યા હતો. પ્રસાદ બાદ હરિભક્તોમાં વહેંચવાની ધાર્મિક પરંપરા (Swaminarayan Puja Jal Jhilani Utsav) છે તે મુજબ ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો, ત્યારબાદ નૌકામાં ઠાકોરજીને સ્નાન અને અભિષેક બાદ આરતી કરીને આજની જળજીલણી એકાદશીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.(Jal Jhilani Utsav 2022)
મહાભારતમાં પરિવર્તની એકાદશીનો છે ઉલ્લેખ મહાભારતમાં જલજીલણી એકાદશીનો ઉલ્લેખ પરિવર્તનની એકાદશી તરીકે કરવામાં આવ્યો છે, ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રીહરી પડખું ફરે છે જેને અંગ પરિવર્તનની એકાદશી તરીકે પણ સનાતન હિંદુ ધર્મમાં માનવામાં આવે છે, આજના દિવસે ભગવાન વામનનું પૂજન કરવાની પણ વિશેષ પરંપરા જોવા મળે છે. દિવસે વ્રત, તપ, પૂજા અને ઉપવાસ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. મહાભારતકાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આજની પરિવર્તની એકાદશી વિશે સમજાવ્યું હતું. તે મુજબ આજના દિવસે ઠાકોરજીને નાવમાં બેસાડીને સંકીર્તન ધૂન અને આરતી સાથે પ્રત્યેક હરિભક્તોએ ભગવાન શ્રી હરિ કૃષ્ણને પોતાનો ભાવ અર્પણ કરીને જળજીલણી એકાદશીની ઉજવણી કરી હતી. bhadarva sud Agiyaras Lord Swaminarayan, Nauka Vihar to Swaminarayan, bhadarva sud Agiyaras Puja