ETV Bharat / city

ભવનાથના દામોદર કુંડના ભિક્ષુકો કોરોના વાઈરસના બની શકે છે સુપર સ્પ્રેડર

સતત વધી રહેલા કોરોના વાઇરસને કારણે ચિંતાજનક વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢના ભવનાથમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભિક્ષુકોની વિશાળ હાજરી સૌ કોઈને મૂશ્કેલીમાં મુકી શકે છે. અહીં જે પ્રકારે ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ કરવા માટે આવતા હોય છે. આ તમામ ભિક્ષુકો ખૂબ મોટી મૂશ્કેલીને નિર્દેશ આપી રહ્યા છે. આ પૈકીના કોઈપણ ભિક્ષુક કોરોના સંક્રમિત થાય તો ભવનાથ વિસ્તારમાં ભિક્ષુકો કોરોનાના સુપર સ્પ્રેડર બની શકે છે.

ભવનાથના દામોદર કુંડના ભિક્ષુકો કોરોના વાઈરસના બની શકે છે સુપર સ્પ્રેડર
ભવનાથના દામોદર કુંડના ભિક્ષુકો કોરોના વાઈરસના બની શકે છે સુપર સ્પ્રેડર
author img

By

Published : Apr 19, 2021, 9:31 PM IST

  • ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં ભિક્ષુકોની મોટી સંખ્યામાં હાજરી
  • ભિક્ષાવૃતિ માટે આવતા ભિક્ષુકો બની શકે છે કોરોના સંક્રમણમના વાહકો
  • એક સાથે અનેક ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ માટે એકઠા થતા નવી સમસ્યા સર્જાઇ શકે છે

જૂનાગઢઃ સતત વધતા જતા કોરોના સંક્રમણ બાદ પણ ભવનાથના દામોદર કુંડમાં બેદરકારીભર્યા દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢમાં સતત કોરોના સંક્રમણ વિસ્તરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢના ભવનાથમાં ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગીરી તળેટીમાં આવેલા દામોદર કુંડમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે મોટી સંખ્યામાં ભિક્ષુકો જોવા મળી રહ્યા છે.

ભવનાથના દામોદર કુંડના ભિક્ષુકો કોરોના વાઈરસના બની શકે છે સુપર સ્પ્રેડર

ભિક્ષાવૃત્તિ માટે મોટી સંખ્યામાં ભિક્ષુકો આવતા હોય છે

આ ભિક્ષુકો કોરોના સંક્રમણને લઈને ખૂબ જ ચિંતા ઉપજાવી રહ્યા છે. ભિક્ષુકો કોરોના વાઇરસના વાહક બની જાય તો તે ખૂબ મોટી ચિંતાનો વિષય બની શકે છે. વર્ષોથી અહીં ભિક્ષાવૃત્તિ માટે મોટી સંખ્યામાં ભિક્ષુકો આવતા હોય છે, પરંતુ જે પ્રકારે કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. તેની વચ્ચે પણ ખૂબ જ બેદરકાર બનીને ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ સફાઈ કામદારોમાં કોરોના અંગે જાગૃતિનો અભાવ કે કોન્ટ્રાક્ટરની બેદરકારી? હાથમોજાં, સેનેટાઇઝર વિના જ કરે છે સફાઈ

ભિક્ષાવૃતિ માટે આવતી મહિલાઓ અને બાળકો બની શકે છે કોરોનાના સુપર સ્પ્રેડર

ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં મોટી સંખ્યામાં ભિક્ષુકો અને ખાસ કરીને મહિલા ભિક્ષુકો તેમના બાળકો સાથે જોવા મળે છે. આ દ્રશ્ય વર્તમાન સમયમાં ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા છે, એટલા માટે કે આ મહિલાઓ બિલકુલ નિષ્કાળજી પૂર્વક ભિક્ષાવૃત્તિ કરી રહી છે. સાથે તેમના નાના બાળકો પણ ભિક્ષાવૃતિમાં જોડાયેલા છે. ભિક્ષાવૃતિ કરતી પ્રત્યેક મહિલા ભિક્ષુક કોરોના સંક્રમણ માટે રાખવામાં આવતી તકેદારીઓનો પણ ખુલ્લેઆમ ભંગ કરતી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ ભાવનગરની બજારમાં લોકો કોરોનાથી ભયમુક્ત બની ફરી રહ્યાં છે, માસ્કની ચિંતા 50-50

મહિલા ભિક્ષુકો કોરોના વાઈરસના સુપર સ્પ્રેડર બની શકે છે

એક પણ મહિલા ભિક્ષુકે પોતાના મોં પર માસ્ક રાખ્યું હોય તેવું જોવા મળ્યું ન હતું. આ દ્રશ્ય ખૂબ ચિંતા ઉપજાવે તેવા છે, એટલા માટે કે કોરોનાનું સંક્રમણ હવે ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આ મહિલા ભિક્ષુકો કોરોના વાઈરસના સુપર સ્પ્રેડર બની શકે છે. આ દ્રશ્ય ખૂબ જ ચિંતાજનક છે, પરંતુ ભિક્ષાવૃતિ કરતી આ મહિલા ભિક્ષુકો જાણે કે કોરોના વાઇરસથી અજાણ હોય તે પ્રકારે નિષ્કાળજી અને બેદરકારીભર્યુ વલણ દાખવીને સૌ કોઈને ચિંતામાં મૂકી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.