ETV Bharat / city

Azhadi ka Amrut Mahotsav : જૂનાગઢમાં ફિરોઝ ઇરાનીએ યાદ કર્યાં 'નોખા નાગર નરસૈયાં'ને, જાણો શું કહ્યું - Narsinh Mehta choro in Junagadh

ભક્ત કવિ નરસિંહ મહેતાને આઝાદીના અમૃતપર્વ (Azhadi ka Amrut Mahotsav) નિમિત્તે જૂનાગઢમાં યાદ કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં પ્રસિદ્ધ કલાકાર ફિરોઝ ઇરાનીએ (Feroz Irani )તેમની ફિલ્મ કારકિર્દીમાં ભજવેલા પાત્રની વાતો વાગોળી નરસિંહ મહેતાને અનોખી રીતે યાદ કર્યાં હતાં.

Azhadi ka Amrut Mahotsav : જૂનાગઢમાં ફિરોઝ ઇરાનીએ યાદ કર્યાં 'નોખા નાગર નરસૈયાં'ને, જાણો શું કહ્યું

author img

By

Published : Mar 30, 2022, 4:40 PM IST

જૂનાગઢ-આઝાદીના અમૃત મહોત્સવ (Azhadi ka Amrut Mahotsav) અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત કલા અને નાટ્ય અકાદમી દ્વારા 'નોખા નાગર નરસૈયાં' કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ખ્યાતનામ કલાકારો ફિરોઝ ઈરાની (Feroz Irani ), શાહબુદ્દીન રાઠોડ (Shahbuddin Rathod In Junagadh)સહિત સ્થાનિક કલાકારોએ હાજર રહીને નરસિંહ મહેતાના (Junagadh Narsinh Mehta )પદ અને નરસિંહ મહેતાના ગુજરાતી સાહિત્ય અને આદ્ય કવિ તરીકેના પ્રદાનનું (Poems Of Narsinh Mehta)આજના દિવસે વિશેષ સ્મરણ કરાવ્યું હતું.નરસિંહ મહેતાના પદો ગાઈને સ્થાનિક કલાકારોએ નરસિંહ મહેતાને નોખા નાગર તરીકે યાદ કર્યા હતાં.

અભિનેતા ફિરોઝ ઇરાની નરસિંહ મહેતાને યાદ કરતાં શું કહ્યું સાંભળો

અદાકાર ફિરોઝ ઈરાનીએ પણ નરસિંહ મહેતાને કર્યા યાદ - 'નોખો નાગર નરસૈયો' આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા ફિરોઝ ઈરાનીએ પણ નરસિંહ મહેતાને આ તકે યાદ કર્યા હતાં. નરસિંહ મહેતાના ચોરામાં (Narsinh Mehta choro in Junagadh) ફિરોઝ ઈરાનીએ પ્રથમ વખત નરસી મહેતાની ઉપસ્થિતિને વાગોળી હતી. નરસિંહ મહેતાની આ જગ્યા જે નરસિંહ મહેતાના ચોરા તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. આવા પવિત્ર સ્થળે આયોજિત કાર્યક્રમમાં હાજર રહીને નરસિંહ મહેતાને લઈને તેમનું સ્મરણ કરવામાં આવ્યું છે તે સાચે જ બતાવી આપે છે કે નરસિંહ મહેતા નોખા નાગર તરીકે આજે પણ યાદ કરાઈ રહ્યા છે. ત્યારે આવી પાવન ભૂમિ અને પાવન પ્રસંગે નરસિંહ મહેતાને યાદ કરવા તે જીવનની અમૂલ્ય ક્ષણો હોઈ શકે એવો પ્રતિભાવ તેમણે નરસિંહ મહેતા વિશે નરસિંહ મહેતાના ચોરામાં આયોજિત 'નોખો નાગર નરસૈયો' કાર્યક્રમમાં આપ્યો હતો.

આ પણ વાંચોઃ Firoz Irani Junagadh Visit: હું વિલનનો રોલ કરતો ત્યારે બધા મારાથી દૂર ભાગતાઃ ફિરોઝ ઈરાની

થોડું ભક્ત કવિ નરસિંહ મહેતા વિશે - ગુજરાતની નવી પેઢીનેે નરસિંહ મહેતાનું નામ વૈષ્ણવજન તો ..ભજનના રચયિતા તરીકે યાદ હશે જ. જોકે નરસિંહ મહેતાની રચનાઓ (Poems Of Narsinh Mehta)પંદરમી સદી દરમિયાનના મધ્યયુગીન સમયમાં છેડાયેલી એવી ભક્તિધારા હતી જેણે ગુજરાતની પ્રજાના એ સંકટભર્યાં સમયમાં શીતળતા બક્ષી હતી. નરસિંહ મહેતાએ શામળિયાને ભજવા માટે દલિત વાસમાં જઇને ભજન ગાવાની સમજણ દર્શાવી હતી. જેના કારણે તેમને અનેક સંકટ સહન કરવા પડ્યાં હતાં. નરસિંહ મહેતાની રચનાઓમાં ગુજરાતી ભાષા મઠારાઈ અને શણાગારાઈ એ પ્રકારનું ઉત્કૃષ્ટ પ્રદાન માનવામાં આવે છે. જેના લીધે તેમને આદિ કવિ તરીકે પણ યાદ કરવામાં આવે છે. તેમના જીવન પ્રસંગોમાંથી સામે આવતી તેમની ભગવદ ભક્ત અને જીવન દર્શન આજના સમયમાં પણ જ્ઞાન અને સમજણની આગવી ગંગધારા સમાન માનવામાં આવે છે. ત્યારે ગુજરાતના આ મહાન ભજનિક અને ભક્તની રચનાઓને આજેપણ વિવિધ અભ્યાસક્રમોમાં ભણાવવામાં આવી રહી છે. આઝાદીના અમૃતપર્વે (Azhadi ka Amrut Mahotsav) તેમને યાદ કરીને જૂનાગઢવાસીઓએ સાચે જ નોખા નાગર નરસૈંયાને આદરાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચોઃ Feroz Irani on Music Board: મને સંગીતકલા બોર્ડનો ચેરમેન બનાવાશે તો હું બોલિવુડને ગુજરાતમાં લાવીશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.