ETV Bharat / city

અક્ષરનિવાસી Haridham Sokhda ના હરિપ્રસાદ સ્વામીના અસ્થિઓનું જૂનાગઢના Narayan Dharo માં વિસર્જન - નારાયણ ધરો

હરિધામ સોખડાના (Haridham Sokhda) અક્ષર નિવાસી થયેલા સંત હરિપ્રસાદ સ્વામીના (Hariprasad swami) અસ્થિનું વિસર્જન જૂનાગઢના ભવનાથમાં આવેલા નારાયણ ધરોમાં (Narayan Dharo) કરવામાં આવ્યાં હતાં. હરિપ્રસાદ સ્વામીના અસ્થિઓને સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ પૂજન આરતી કરીને હરિધામ સોખડાના અગ્રણી સંતો તેમજ હરિભક્તોની હાજરીમાં નારાયણ ધરોના પવિત્ર જળમાં પ્રવાહિત કરવામાં આવ્યાં હતાં. પ્રબોધજીવન સ્વામી અને પ્રેમ સ્વામીની વિશેષ હાજરીમાં અસ્થિ વિસર્જન સંપન્ન થયું હતું.

અક્ષરનિવાસી  Haridham Sokhda ના હરિપ્રસાદ સ્વામીના અસ્થિઓનું જૂનાગઢના Narayan Dharo માં વિસર્જન

author img

By

Published : Oct 25, 2021, 8:29 PM IST

Updated : Oct 25, 2021, 9:11 PM IST

  • અક્ષર નિવાસી થયેલા હરિપ્રસાદ સ્વામીના અસ્થિઓનુ કરાયું વિસર્જન
  • ગિરનાર તળેટીમાં આવેલા નારાયણ ધરોમાં સ્વામીીના અસ્થિનું કરાયું વિસર્જન
  • હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભકતોએ મોટી સંખ્યામાં આપી હાજરી

જૂનાગઢઃ હરિધામ સ્વામિનારાયણ સંસ્થાના સોખડાના (Haridham Sokhda) હરિપ્રસાદ સ્વામી (Hariprasad swami) થોડા મહિનાઓ પૂર્વે અક્ષરનિવાસી થયાં હતાં. એમની ઇચ્છા અનુસાર તેમના અસ્થિઓનું વિસર્જન પવિત્ર ઘાટ અને નદીઓમાં કરવામાં આવે તે મુજબ તેમની પસંદગીનું સ્થળ જૂનાગઢની ગીરી તળેટીમાં આવેલા નારાયણ ધરોમાં આજે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અને ધાર્મિક પૂજનવિધિ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબોધજીવન સ્વામી અને પ્રેમ સ્વામીની ઉપસ્થિતિમાં નારાયણ ધરોના (Narayan Dharo)પવિત્ર જળમાં ધાર્મિક વિધિવિધાન અને પૂજન સાથે અસ્થિઓ પ્રવાહિત કરવામાં આવ્યાં હતાં.

હરિપ્રસાદ સ્વામીના અસ્થિઓ નારાયણ ધરોના પવિત્ર જળમાં પ્રવાહિત કરવામાં આવ્યાં

હરિપ્રસાદ સ્વામીનો લગાવ ભવનાથમાં આવેલા નારાયણ ધરોમાં વિશેષ જોવા મળતો હતો

અક્ષર નિવાસી બનેલા હરિપ્રસાદ સ્વામીનો (Hariprasad swami) વિશેષ લગાવ ગિરનાર તળેટીમાં આવેલા નારાયણ ધરોમાં વિશેષ જોવા મળતો હતો. જ્યારે તેઓ જૂનાગઢ આવતાં હતાં ત્યારે ચોક્કસપણે નારાયણ ધરોના (Narayan Dharo) દર્શન કરીને તેમાં સ્નાન કરતાં હતાં. આવી પવિત્ર જગ્યા પર પ્રાચીન સમયમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા પણ વહેલી સવારે સ્નાન વિધિ નિરંતર કરવામાં આવતી હતી તેવો ઉલ્લેખ પણ સ્વામીનારાયણ સંપ્રદાયમાં જોવા મળે છે. ત્યારે આજે આ પવિત્ર ધાર્મિક સ્થળમાં અક્ષર નિવાસી બનેલા હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિઓનું તેમની ઈચ્છાઓ અનુસાર વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ વડોદરા આત્મિયધામ ખાતે હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભના પૂજનનો કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચોઃ અક્ષરનિવાસી થયા હરિપ્રસાદ સ્વામી

Last Updated : Oct 25, 2021, 9:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.