ETV Bharat / city

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ઉડન ખટોલા ફરીથી કાર્યરત - Flying beds

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ઉડન ખટોલા આજથી ( 11 જૂન) ફરી એક વખત તમામ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પાછલા બે મહિના કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણને કારણે ગિરનાર રોપ-વે બંધ રાખવામાં આવ્યો હતો જે આજે ફરી એક વખત તમામ યાત્રિકો અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે

xx
એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ઉડન ખટોલા ફરીથી કાર્યરત
author img

By

Published : Jun 11, 2021, 3:50 PM IST

  • બે મહિના કરતા વધુ સમયથી બંધ રહેલો ગિરનાર રોપ-વે ફરી થયો શરૂ
  • આજથી તમામ યાત્રિકો અને પ્રવાસીઓ માટે રોપ-વેની સફળ થઈ શરૂ
  • સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે

જૂનાગઢ: એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ઉડન ખટોલા 60 દિવસ કરતા વધુ સમય સુધી બંધ રહ્યા બાદ આજે ( 11 જૂન) ફરી એક વખત તમામ પ્રકારના યાત્રિકો અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

મર્યાદિત પ્રવાસીઓની વચ્ચે રોપવેની શરૂઆત

રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને લઈને જે દિશાનિર્દેશો જાહેર કરાયા છે. તેના પૂરતા પાલન કરવાની શરતે આજ (11 જૂન) ફરી એક વખત ગિરનાર રોપ-વે શરૂ થયો છે. આજે પ્રથમ દિવસે યાત્રિકોની મર્યાદિત સંખ્યાની વચ્ચે સવારના 8:00 કલાકે રોપવેનું સંચાલન 60 દિવસ બાદ ફરી એક વખત શરૂ કરાયું હતું જેમાં યાત્રિકોએ પ્રવાસ કરીને ફરી એક વખત રોમાંચનો અનુભવ કર્યો હતો.

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ઉડન ખટોલા ફરીથી કાર્યરત

આ પણ વાંચો : કોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદિપસિંહ જાડેજા

તમામ SOPનું પાલન કરવામાં આવશે

કોરોનાની બીજી લહેર બાદ ગિરનારનો રોપવે શરૂ કરવામાં આવ્યો છે. રોપવે શરૂ કરતા સ્વાભાવિક છે કે પ્રવાસીઓની ભીડ એકઠી થશે, જેને લઈને તંત્ર દ્વારા તમામ પગલા પહેલેથી જ લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરેલી તમામ SOPના પાલન સાથે રોપવે નું સંચાલન કરવામાં આવશે.

આ પણ વાંચો : VNSGUના સેનેટ સભ્ય મનિષ કાપડિયાએ ભારતના વડાપ્રધાનને પત્ર લખ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.