- જૂનાગઢમાં ફરી એક વખત કોરોના સંક્રમણ ખતરો ઊભો કરી શકે છે
- જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 3 અને જિલ્લામાં વધુ 3 કેસ સાથે છ સંક્રમિત કેસો સામે આવ્યા
- પાછલા બે મહિનામાં બાદ ગઈ કાલે જૂનાગઢ જિલ્લામાં એકસાથે 6 પોઝિટિવ કેસ નોંધાયા
જૂનાગઢઃ શહેર અને જિલ્લામાં ફરી એક વખત કોરોના વાઈરસ ( Corona ) ડોકિયું કરી રહ્યો છે ગઈકાલે જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 3 અને જિલ્લામાં અન્ય તાલુકાઓમાં 3 મળીને કુલ 6 કેસ પોઝિટિવ આવ્યા છે. આ આંકડો હવે જુનાગઢ માટે ચિંતાજનક બની શકે છે. પાછલા બે મહિના દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં સંક્રમિત લોકોની સંખ્યા 1ની આસપાસ જોવા મળતી હતી. કેટલાક દિવસો દરમિયાન તો સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કોરોના કેસ નોંધાતા પણ ન હતાં. બે મહિના સુધી બિલકુલ કોરોનામુક્ત ગણાતો જૂનાગઢ જિલ્લો ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કેસ ધરાવતા જિલ્લા તરીકે શામેલ થઈ ગયો હતો.
દિવાળીની ખરીદીને લઈને જૂનાગઢના લોકો બની રહ્યા છે લાપરવાહ
પાછલા 60 દિવસ દરમિયાન મોટે ભાગે જુનાગઢ જિલ્લો કોરોનામુક્ત જિલ્લા તરીકે જોવા મળતો હતો પરંતુ ગઇકાલે એક સાથે 6 જેટલા કોરોના સંક્રમિત કેસો સામે આવ્યા છે ત્યારે દિવાળીની ખરીદી માટે બજારમાં આવતા લોકો પણ લાપરવાહ બની ગયા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે. આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ અટકાવવા તમામ guidelinesના પાલન વગર બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકો માટે ભાગે માસ્ક વગર બજારમાં આવતા હોય તેવા જ ચિંતાજનક દ્રશ્ય આજે સામે આવ્યાં છે. જે સ્પષ્ટ દર્શાવી આપે છે કે લોકોની બેદરકારી કોરોના સંક્રમણને મોકો મળી રહ્યો છે. કોરોના ( Corona ) અટકાવવાને લઈને લોકો જાગૃત નહીં બને ત્યાં સુધી કોરોના વાઈરસને રોકવો ખૂબ જ મુશ્કેલ બની રહે છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 કેસો, 3,27,046 લોકોને આપવામાં આવી વેક્સિન
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા, 14 દર્દીઓ થયા કોવિડ મુક્ત