- સાસણ ગીર સફારી પાર્ક ફરી ધમધમશે
- સફારી પાર્કમાં તમામ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે
- 16મી ઓક્ટોબરથી પ્રવાસી માટે ખુલ્લુ મુકાશે
જૂનાગઢઃ સાસણ ગીર સફારી પાર્ક ચાર મહિનાના વેકેશન બાદ ફરી એક વખત ખુલવા જઈ રહ્યું છે. ચોમાસા ના ચાર મહિના અને સિંહો ના સંવનન કાળ ને લઇને વર્ષોથી સાસણ સફારી પાર્કમાં તમામ પ્રકારની પ્રવાસન ગતિવિધિઓ માટે બંધ રાખવામાં આવે છે જે આગામી 16 તારીખ અને શનિવારથી ફરી એક વખત તમામ પ્રકારની પ્રવાસન ગતિવિધિઓ માટે ખુલવા જઈ રહ્યું છે, ત્યારે ચાર મહિના બંધ રહેલું સાસણ સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓથી ધમધમતું જોવા મળશે.
ગીર સાસણ સફારી પાર્કમાં તમામ પ્રવાસીઓને પ્રવેશ
કોરોના સંક્રમણ ની તમામ અધિકારીઓને સાવચેતી સાથે ગીર સાસણ સફારી પાર્કમાં તમામ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. વહેલી સવારે 6 વાગ્યે પ્રવાસીના પ્રથમ જથ્થાને સિંહ દર્શન માટે રવાના કરવામાં આવશે જેનુ તમામ બુકિંગ ઓન લાઇન કરવામાં આવ્યું છે. અને મોટા ભાગની પ્રવાસની ટ્રીપો ઓનલાઇન બુકિંગ થી ફુલ થઈ ગયેલી જોવા મળશે. જો કોરોના નું સંક્રમણ વધુ ન ફેલાઈ નહીં તો ગીર સાસણ સફારી પાર્ક બે વર્ષ બાદ ફરી એક વખત તેના પ્રવાસન મિજાજમાં જોવા મળશે.
આ પણ વાંચોઃ ભાવાંતર યોજનાનો ગુજરાતમાં અમલ નહીં કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર સવાલો કરતાં જૂનાગઢના ખેડૂતો
આ પણ વાંચોઃ નવદુર્ગાના નવ ઔષધીય સ્વરૂપની પૂજા અને તેનું આરોગ્યની દ્રષ્ટિએ શું મહત્વ, જાણો શું છે મહત્વ..