જૂનાગઢ : દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા ગઈકાલે જુનાગઢની મુલાકાતે હતા. કેન્દ્રીય પ્રધાન જૂનાગઢ આવી પહોંચતા (Adopt Child in Gujarat) એક પરિવાર દીકરી સાથે પરસોતમ રૂપાલાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ પરિવાર દીકરીને લઈને પરસોતમ રૂપાલાના આર્શીવાદ લેવા આવ્યા હતા. વર્ષ 2018માં રાજપરા પરિવારને પુત્રી દત્તક લેવાની કાયદાથી પ્રક્રિયામાં અને પુત્રીને દત્તક લેવા માટે કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા રાજપરા પરિવારને મદદરૂપ થયા હતા. દીકરી અને પિતાએ કેન્દ્રીય પ્રધાનને મુલાકાત કરીને પુત્રીએ પરસોતમ રૂપાલાને પોતાની યાદગીરી ભેટ આપી હતી. જેનો સહર્ષ સ્વીકાર પરસોતમ રૂપાલાએ જાહેર મંચ પરથી કર્યો હતો.
પુત્રી - પિતાએ કરી કેન્દ્રીય પ્રધાન સાથે મુલાકાત - કેન્દ્રીય ડેરી વિકાસ પ્રધાન પરસોત્તમ રૂપાલા ગઈકાલે જૂનાગઢની મુલાકાતે હતા. આ સમયે દતક પુત્રી અને તેના પિતાએ કેન્દ્રીય પ્રધાન સાથે મુલાકાત કરી હતી. સમગ્ર ઘટના વર્ષ 2018ની છે. જૂનાગઢના રાજપરા પરિવાર દીકરી દત્તક લેવાને (Parasottam Rupala daughter adopted) લઈને ખૂબ જ ઉત્સુક હતો. આવી પરિસ્થિતિમાં અનેક કાયદાકીય અડચણોમાંથી પસાર થયેલા જૂનાગઢના રાજપરા પરિવારને દીકરી દતક લેવાને લઈને અનેક મુશ્કેલીમાંથી આશાનું કિરણ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ અપાવ્યું હતું.
આ પણ વાંચો : લીલીયામાં સહકારી બેન્કોની સાધારણ સભા યોજાઈ, કેન્દ્રીયપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે આપી હાજરી
કેન્દ્રીય પ્રધાનનું હૈયું છલકાર્યું - તમામ કાયદાકીય અડચણોને દૂર કરીને દીકરીના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર મનોજ રાજપરા પોતાની દત્તક પુત્રી પુષ્ટિ રાજપરા સાથે મુલાકાત કરવા આવી પહોંચ્યા હતા, ત્યારે જાહેર મંચ પરથી પુરુષોત્તમ રૂપાલાએ પિતા પુત્રીને મુલાકાત (Parasottam Rupala visits Junagadh) આપી હતી. માસુમ પુષ્ટિ રાજપરા દ્વારા કેન્દ્રીય પ્રધાન રૂપાલાને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી જેનો પરસોત્તમ રૂપાલાએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. સ્મૃતિ ભેટ આપતા સમયે રાજપરા પરિવાર અને કેન્દ્રીય પ્રધાનનું હૈયું છલકાર્યું હતું.
આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર આ નેતા સિવાય કોઇ ટકતું નથી
પુત્રી દત્તક લેનાર પિતાએ શું કહ્યું - રાજકોટમાંથી દીકરીને દત્તક લેનાર મનોજ રાજપરા જણાવ્યું હતું કે, વર્ષ 2018માં તેમના દ્વારા કોઈ દીકરીને દત્તક લેવાને લઈને અનેક પ્રયાસો કર્યા. રાજ્ય સરકાર સુધી દીકરીને દત્તક લેવાને લઈને પ્રયાસો થયા, પરંતુ તેમાં સફળતા ન મળી.અંતે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાનો સંપર્ક થતા તેમણે સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવામાં મદદરૂપ બન્યા અને વર્ષ 2018માં પુષ્ટિ રાજપરા પરિવારની દીકરી તરીકે ઓળખાતી થઈ. જેને લઈને જુનાગઢ આવેલા કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલાની (Adopted Daughter Parents) રૂબરૂ મુલાકાત કરવા માટે અમે આવ્યા હતા. જેને મુલાકાત આપીને પરસોત્તમ રૂપાલાએ દીકરીને જોઈને તેમના આશીર્વાદ આપ્યા હતા. તેના બદલામાં પુષ્ટિ રાજપરાએ પણ કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલાને સ્મૃતિ ભેટ આપીને તેમની મદદને બિરદાવી હતી.