- પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જૂનાગઢમાં આપનું સંમેલન યોજાયું
- 50 દિવસમાં પક્ષ 50 લાખ કાર્યકરોને જોડવાનું શરૂ કરશે મહાઅભિયાન
- દિલ્હીના રાજ્યપાલને સર્વસત્તાધીશ બનાવવાની કેન્દ્ર સરકારની નીતિને ધારાસભ્ય ગુલાબસિંહ ગણાવી લોકતંત્રની હત્યા
- જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આપી હાજરી
આ પણ વાંચોઃ સુરતમાં આમ આદમી પાર્ટીએ નવનિયુક્ત મેયરનો ઘેરાવ કર્યો
જૂનાગઢઃ જૂનાગઢમાં બુધવારે ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જીલ્લાના કાર્યકરો માટેનું આમ આદમી પાર્ટીનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પાર્ટીના પદાધિકારીઓએ આજના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપીને જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર ના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આગામી 50 દિવસમાં પક્ષ જોડશે 50 લાખ કાર્યકરો
50 દિવસમાં આમ આદમી પાર્ટી સમગ્ર રાજ્યમાં કાર્યકર્તા જોડાવો અભિયાનની શરૂઆત કરી રહી છે, જેમાં સમગ્ર રાજ્યમાં પ્રત્યેક દિવસે એક લાખ નવા કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડવા માટેનું આયોજન થઈ રહ્યું છે, જે 50 દિવસ પૂર્ણ થયે આમ આદમી પાર્ટીના કાર્યકરોની સંખ્યામાં 50 લાખનો ઉંમેરો થશે તેવો વિશ્વાસ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ રાજકોટમાં AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ વિધાનસભા-2022ની ચૂંટણી લડવાની જાહેરાત કરી
દિલ્હીના ઉપ રાજ્યપાલને સર્વસત્તાધીશ બનાવવાની કેન્દ્ર સરકારની નીતિને લોકશાહીની હત્યાઃ ધારાસભ્ય ગુલાબસિંહ
જૂનાગઢમાં આયોજિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ પણ વિશેષ હાજરી આપીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવામાં મદદ કરી હતી તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના ઉપરાજ્યપાલ ને સર્વસત્તાધીશ બનાવવાની નીતિ કેન્દ્ર સરકાર ઘડી રહી છે તેને લોકશાહીની હત્યા સમાન ગણાવીને કેન્દ્ર સરકારની બેક સીટ ડ્રાઈવ કરવાની નીતિની ભારે નિંંદા કરી હતી.