ETV Bharat / city

જૂનાગઢના સામાજીક કાર્યકરે સોમનાથથી દેશના યાત્રાધામને જોડલી ટ્રેન શરૂ કરવાની માગ કરી

આજે રવિવારથી કેટલાક રાજ્યોમાંથી કેવડીયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે નવી ટ્રેન વ્યવસ્થા શરૂ થઈ છે, ત્યારે હવે જૂનાગઢના સામાજીક કાર્યકરોએ પણ સોમનાથથી દેશના ધાર્મિક સ્થાન હરિદ્વાર, મથુરા, વારાણસી સહિત કેટલાક અગત્યનાં ધાર્મિક સ્થાનોને જોડતી ટ્રેન શરૂ કરવાની માગ વડાપ્રધાન મોદીને ટ્વીટના માધ્યમથી કરી છે.

ETV BHARAT
જૂનાગઢના સામાજીક કાર્યકરે સોમનાથથી દેશના યાત્રાધામને જોડલી ટ્રેન શરૂ કરવાની માગ કરી
author img

By

Published : Jan 17, 2021, 8:26 PM IST

  • જૂનાગઢના સામાજિક કાર્યકરે વડાપ્રધાન મોદીને ટ્વીટરના માધ્યમથી કરી અપીલ
  • સોમનાથથી દેશના ખ્યાતનામ ધાર્મિક સ્થાનોને ટ્રેન માર્ગે જોડવા કરી માગ
  • વર્ષો જૂની સોમનાથની રેલવે અંગેની પડતર માંગણીઓને ફરી કરાઈ બુલંદ
    જૂનાગઢના સામાજીક કાર્યકરે સોમનાથથી દેશના યાત્રાધામને જોડલી ટ્રેન શરૂ કરવાની માગ કરી

જૂનાગઢઃ આજે રવિવારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયા કોલોનીને જોડતી કેટલીક ટ્રેન સેવાનો પ્રારંભ થયો છે. આ સેવા શરૂ થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢના સામાજીક કાર્યકર અમૃત દેસાઈએ વડાપ્રધાન મોદી, રેલવે પ્રધાન પીયુષ ગોયલ સહિત રેલવે વિભાગને ટ્વીટર મારફતે સોમનાથને ટ્રેન વ્યવહાર સાથે જોડવાની નવી ટ્રેન સેવા શરૂ કરવાની માગ કરી છે. ગત કેટલાક સમયથી સોમનાથ રેલવે સ્ટેશનથી દેશના અગ્રણી અને ખ્યાતનામ ધાર્મિક સ્થાનોને જોડવાની વાતો ચાલી રહી હતી, પરંતુ આજે રવિવારે જ્યારે કેવડીયા કોલોનીને ટ્રેન વ્યવહાર સાથે જોડવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢમાંથી વર્ષો જૂની સોમનાથથી દેશના અન્ય ધાર્મિક માર્ગોને ટ્રેન મારફતે જોડવાની માગ વધુ એક વખત બુલંદ બની છે.

ETV BHARAT
ટ્વીટ
ETV BHARAT
ટ્વીટ

સોમનાથથી હરીદ્વાર, જગન્નાથપુરી, મથુરા જેવા ધાર્મિક સ્થાનોને જોડવાની કરાઈ માગ

સોમનાથથી દેશના ધાર્મિક સ્થાનો જેવા કે હરીદ્વાર વારાણસી, ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરા તેમજ કૃષ્ણના દેહોત્સર્ગ ભૂમી જગન્નાથપુરીને ટ્રેન મારફતે જોડવાની માગ કરી છે. ગત કેટલાય વર્ષોથી ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી દેશના અન્ય ધાર્મિક સ્થાનોને ટ્રેન માર્ગે જોડવાની વાતો થઇ રહી છે, પરંતુ આજ દિન સુધી મોટી કહી શકાય તેવી ટ્રેન સેવા હજૂ સુધી શરૂ થઈ નથી, ત્યારે જૂનાગઢના સામાજીક કાર્યકરે સોમનાથથી દેશના ધાર્મિક સ્થાનોને જોડતી ટ્રેન સેવા તાકીદે શરૂ કરવામાં આવે તેવી અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.