- દામોદર કુંડમાં કોરોના ગાઈડ લાઈનના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડતા લોકો
- સામાજિક અંતરની સાથે મોં પર માસ્ક બાંધવાનું પણ અવગણી રહ્યા છે ભાવિકો
- દામોદર કુંડમાં ધાર્મિક વિધિ અને પિતૃતર્પણ માટે આવી રહ્યા છે બહોળા પ્રમાણમાં લોકો
જૂનાગઢ : ભવનાથની ગીરી તળેટીમાં આવેલા દામોદર કુંડમાં ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે મંગળવારે સવારે Etv Bharatની ભારતની ટીમે જ્યારે દામોદર કુંડની મુલાકાત કરી અને વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે જે દૃશ્યો સામે આવ્યા હતા તે ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા હતા.
આ પણ વાંચો : 22 દિવસના આંશિક નિયંત્રણ બાદ અન્ય ધંધા-રોજગાર થયા શરૂ
મોટી સંખ્યામાં આવેલા લોકો જાણે અજાણે કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે
દામોદર કુંડમાં પોતાના પિતૃઓની તર્પણ વિધિ કરવા માટે આવેલા મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમણ સામે બેદરકાર અને બેફિકર જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં આવેલા લોકો જાણે અજાણે કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે તેમજ આ જ લોકો કોરોનાનું સંક્રમણ પણ ફેલાવી શકે છે. આવા જ ચિંતાજનક દૃશ્ય આજે દામોદરકુંડની ગીરી તળેટીમાંથી જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : સરકારના કોરોના સામેની લડાઈના તમામ દાવાની પોલ ખોલતું જૂનાગઢનું ઈવનગર ગામ
લોકો કોરોના સંક્રમણ સામે બેદરકાર અને બેફિકર બનતા જોવા મળ્યા
દામોદર કુંડમાં પોતાના પિતૃઓનું તર્પણ અને ધાર્મિક વિધિ કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એક એક પરિવારમાંથી પાંચ-પાંચ, દસ-દસ લોકો આવી રહ્યા છે. કોઇપણ ધાર્મિક વિધિ કે પિતૃ તર્પણ પરિવારના એક સભ્યને હાજરીમાં પણ થઈ શકે છે, પરંતુ જે પ્રકારે લોકો પણ બેફિકર બની રહ્યા છે, સામાજિક અંતરની વાત છોડો અહીં આવતો પ્રત્યેક વ્યક્તિ માસ્ક પહેરેલો પણ જોવા મળતો ન હતો. આ દ્રશ્ય ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા હતા એટલા માટે અહીં આવતી વ્યક્તિ કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે અથવા તો તે અન્ય વ્યક્તિને કોરોનાથી સંક્રમિત કરી શકે છે. આવી પરિસ્થિતિની વચ્ચે દામોદર કુંડમાં લોકો પોતાના પિતૃઓનું તર્પણ અને ધાર્મિક વિધિ કરવા માટે આવતા જોવા મળ્યા હતા. જે આગામી દિવસોમાં ખૂબ જ ચિંતાનો વિષય પણ બની શકે છે.