જૂનાગઢ: પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીનો આજે 97 જન્મદિવસ (97th Happy Birthday Rafi ) છે, ત્યારે મોહમ્મદ રફીના ચાહક અને જૂનાગઢની સ્થાનિક મોહમ્મદ બેલીમ (Mohammed Belim from Junagadh) મોહમ્મદ રફીને તેમના આદર્શ માની રહ્યા છે, અને આજે પણ મોહમ્મદ રફીના ગીતોને કંઠસ્થ કરીને રફી સાહેબની સંગીતની દુનિયામાં અમર કરી રહ્યા છે. રફી સાહેબની સાદગી અને તેના જીવનકાળ દરમિયાન કોઈપણ પ્રકારના દુર્ગુણોને સામેલ નહીં કરવાને કારણે પણ મોહમ્મદ રફીને પોતાના આદર્શ માને છે અને આજે પણ તેમની જન્મ જયંતિ નિમિત્તે તેમને તેમના જ ગાયેલા ગીતોથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.
આજે છે પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીનો 97મો જન્મદિવસ
વિતેલા જમાનાના સુપરસ્ટાર પાશ્વ ગાયક મોહમ્મદ રફીનો આજે 97મો જન્મદિવસ છે, ત્યારે જૂનાગઢમાં રહેતા મોહમ્મદ બેલીમ (Voice of Rafi) વર્ષોથી રફી સાહેબના ચાહક બની રહ્યા છે. રફી સાહેબની સાદગી અને તેમના જીવનમાં જોવા મળતા ગુણોથી સતત પ્રેરાઈને મોહમ્મદ બેલીમે મોહમ્મદ રફીને તેમના પ્રેરણા સ્ત્રોત બનાવ્યા છે અને આજે પણ મોહમ્મદ રફી દ્વારા ગવાયેલા ગીતોને કંઠસ્થ કરીને મોહમ્મદ રફીની સંગીત સાધનાને અમર કરી રહ્યા છે. મોહમ્મદ રફીને સાંભળવા કોઈપણ વ્યક્તિ માટે જીવનનો એક લહાવો માનવામાં આવતો હતો સંગીતની સાધનાના કોઈ પણ સૂરોમાં મોહમ્મદ રફીએ પાર્શ્વગાયનને અમર બનાવ્યું છે અને આ અમર બનેલા પાર્શ્વ ગાયનને કારણે મોહમ્મદ રફી આજે પ્રત્યેક સંગીત પ્રેમી જીવમાં સતત નજરે ચઢી રહ્યા છે.
રોમેન્ટિકથી લઈને દેશપ્રેમ-ભજન અને કવાલીથી લઈને ફકીરી સંગીત
ભારતીય સિને જગતના ઇતિહાસમાં મોહમ્મદ રફી એક અનોખા પાર્શ્વગાયક તરીકે આજે પણ યાદ રાખવામાં આવે છે. મોહમ્મદ રફી પોતાના સંગીત સાધનાના સમયગાળા દરમિયાન હજારો ગીતોને પોતાનો કંઠ આપ્યો છે, અનેક ચલચિત્રોમાં અભિનય કરતા પાત્રોને અનુરૂપ પાર્શ્વગાયન થકી ચલચિત્રની સાથે તે કલાકારને પણ અમર કરવાનો કસબ મોહમ્મદ રફીમાં જોવા મળતો હતો. જેને કારણે મોહમ્મદ રફી તેમના સમયના આદર્શ અને ઉત્તમ પાર્શ્વગાયક તરીકે સૌ-કોઈની પહેલી પસંદ હતા. મોહમ્મદ રફી તેમની સંગીતની કારકિર્દી દરમિયાન ભક્તિથી લઈને દેશભક્તિ ગઝલથી લઈને કવાલી અને ફકીરી સંગીતની સાથે રોમેન્ટિક અને દર્દભર્યા ગાયન માટે આજે પણ સંગીત પ્રેમીઓમાં રફી સાહેબ અનોખો આદર માન અને સન્માન જાળવી રહ્યા છે. મોહમ્મદ રફી દ્વારા ગવાયેલા ગીતોને આજે કંઠસ્થ કરીને જૂનાગઢના મોહમ્મદ બેલીમ તેમને 97મા જન્મદિવસ નિમિત્તે સંગીત સભર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો: દ્વારકાના સંગીત પ્રેમીઓએ મોહમ્મદ રફીને આપી 39મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ
આ પણ વાંચો: મહંમદ રફી ફેમ બંકીમ પાઠકે વિશ્વભરમાં 5000 પ્રોગ્રામ કર્યા