- જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી
- વિકાસના 35 કામોને આપવામાં આવી મંજૂરી
- જાહેર માર્ગો, ગટર અને પેવર બ્લોકના કામો હાથ ધરાશે
જૂનાગઢઃ મનપાની સ્થાયી સમિતિની બેઠક આજે રવિવારે કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં સમિતિના ચેરમેન સહીત તમામ સદસ્યોએ જૂનાગઢ કોર્પોરેશનના તમામ 15 વોર્ડમાં વિકાસના કામોને લઈને ખૂબ જ ગંભીરતાથી ચર્ચા કરી હતી. કોર્પોરેશન વિસ્તારમાં અંદાજિત રૂપિયા 4 કરોડ કરતાં વધુના 35 જેટલા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે અને આગામી દિવસોમાં કામ હાથ ધરવામાં આવશે. ચોમાસુ આવતા સુધી તમામ કામોને પૂર્ણ કરવાનો ટાર્ગેટ પણ સ્થાયી સમિતીએ લગાવ્યો છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ મનપાને પ્રોપર્ટી ટેક્સમાં અપાઈ રૂપિયા 2 કરોડની રાહત
પાણીના નિકાલની વ્યવસ્થા માટે રૂપિયા 33 લાખની ફાળવણી કરવામાં આવી
જૂનાગઢ શહેરમાં આવેલા એક માત્ર જોષીપરા અંડરબ્રિજમાં ચોમાસાં દરમિયાન વરસાદી પાણીનો પ્રવાહ ભરાઈ જાય છે, જેને કારણે આ બ્રિજને બંધ કરવો પડે છે, ત્યારે લોકોને આ સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અહીં પાણીના નિકાલની વ્યવસ્થા માટે રૂપિયા 33 લાખની ફાળવણી કરવામાં આવી છે, જેમાં કોર્પોરેશનની માલિકી હસ્તકનું જાહેર સ્નાનાગાર, નવીનીકરણની સાથે ફિલ્ટર વાળું પાણી પ્રત્યેકને મળી રહે તે માટેનું આયોજન પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. વધુમાં સમિતિએ જે વિસ્તારમાં ગટર વ્યવસ્થા નથી, તેમાંં ગટર સીસીરોડ અને પેેેવર બ્લોક સહિતના વિકાસના કામોને મંજૂર કર્યા છે.