જામનગરઃ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સૂચનાથી એલસીબીના પીઆઈ એમ.જે. જલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ કે.કે. ગોહિલ અને પીએસઆઈ આર.બી. ગોજીયા શહેરમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી હતી. ચોક્કસ બાતમીના આધારે ઢીંચડા રોડ, તિરુપતિ-2 માં રહેતાં રિઝવાનખાન ઈસરારખાન પઠાણ નામના શખ્સને તેના મકાનમાંથી ગેરકાયદે પિસ્તોલ નંગ 1 કિંમત રૂ. 50,000 તથા એક જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઈ રૂ. 50,100નો મુદામાલ કબજે કર્યો હતો.આ ગુનાની સિટી સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિઝવાનખાને આ પિસ્તોલ આરોપીએ અબ્દુલભાઈ (રહેવાસી કુકડીખાપા તા. પીપળીયા, જી. છીંદવાડા, મધ્યપ્રદેશ) નામના શખ્સ પાસેથી લીધી હોવાનું બહાર આવતાં તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.