જામનગરઃ વેલેન્ટાઇન ડે (Valentine Week 2022) એટલે પ્રેમ (Love)ની લાગણીને વ્યક્ત કરવાનો તહેવાર. ત્યારે આજ (સોમવાર)થી વિવિધ રોઝ ડે, ટેડી ડે, ચોકોલેટ ડે જેવા દિવસો ઉજવીને વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવે છે. આ વખતે વેલેન્ટાઈન વીકને (Valentine Week 2022) લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તો યંગસ્ટરથી લઈને મોટી ઉંમરના લોકો પણ વેલેન્ટાઈન દિવસ સિલેબ્રેટ કરતા હોય છે.
વેલેન્ટાઈન વિક આજથી શરૂ
વેલેન્ટાઈન સાપ્તાહની ઉજવણી દરમિયાન ગિફ્ટ (Gift)ની આપલે કરવાનો ટ્રેન્ડ છે. ત્યારે જામનગરમાં ગિફ્ટ શોપમાં ભારે (Gift shopping for Valentine's Day in Jamnagar) ભીડ જોવા મળી રહી છે. એટલું જ નહીં અહીં આ વખતે લવ ટેમ્પરેચર (Love Temperature Machine) ગિફ્ટની ભારે બોલબાલા છે. જાણો શું છે આ મશીન.
જામનગરના યુવાઓમાં જોવા મળી રહ્યો છે વિવિધ ગિફ્ટનો ક્રેઝ
જામનગરમાં પટેલ કોલોનીમાં આવેલી ગિફ્ટની દુકાનનાં માલિકનું કહેવું છે કે, આ વખતે વેલેન્ટાઇન ડેને (Valentine Week 2022) લઈને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો 50 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીના ગિફ્ટની ખરીદી કરી (Gift shopping for Valentine's Day in Jamnagar) રહ્યા છે. આ વખતે વેલેન્ટાઈનના 7 દિવસ સુધી (Valentine Week 2022) દિવસ પ્રમાણે ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ હોય છે. આ વખતે ગિફ્ટમાં ચોકોલેટ બૂકે, ડાન્સીંગ કપલ, રોમેન્ટિક કપલ, કિસિંગ કપલ અને લવ ટેમ્પરેચર (Love Temperature Machine) ટ્રેન્ડમાં છે.
આ પણ વાંચો- CM Bhupendra Patel Dubai tour: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્લ્ડ એક્સપો મુલાકાતથી દુબઈ પ્રવાસે
શું છે લવ ટેમ્પરેચર ગિફ્ટ?
આ વખતે વેલેન્ટાઈન (Valentine Week 2022) પર આમ તો અનેક ગિફ્ટ ટ્રેન્ડિંગમાં છે, પરંતુ આ વખતે લવ ટેમ્પરેચર ગિફ્ટે લોકોનું આકર્ષણ ખેંચ્યું છે. લવ ટેમ્પરેચર કાચનું (Love Temperature Machine) એવું ગિફ્ટ છે, જેમાં લાલ રંગનું પાણી ભરવામાં આવેલું છે તથા એવુ મેકેનિઝમ હોઈ છે કે, નીચેથી પ્રેસ કરવામાં આવે તો ઉપરના ગ્લાસમાં પાણી ભરાઈ છે. જો તમે કરેલું પ્રેસ મજબૂત હશે તો ઉપરના ગ્લાસમાં ઝડપથી પાણી ભરાશે અને જો પ્રેમ કાચો હશે તો ધીમે ધીમે પાણી ભરાશે.
આ પણ વાંચો- Corona vaccination in Gujarat: ભુજના માધાપર ગામમાં કોરોના રસી લેનારા લોકોને 5 કિલો ચોખાની ભેટ
ગિફ્ટની દૃષ્ટિએ લવ ટેમ્પરેચર મશીને જમાવ્યું આકર્ષણ
ઉલ્લેખનીય છે કે, આ એક પ્રકારનું ગિફ્ટ છે. એટલે બે ઘડી રમૂજ માટે અને ગિફ્ટની દૃષ્ટિએ લવ ટેમ્પરેચર (Love Temperature Machine) આકર્ષણ જમાવે છે, પરંતુ હજી સુધી એવું કોઈ મશીન બન્યું નથી. આનાથી માણસના દિલમાં રહેલી લાગણી માપી શકે. આપને જણાવી દઈએ કે, આજ (સોમવાર)થી વેલેન્ટાઇન સાપ્તાહની (Valentine Week 2022) શરૂઆત થઈ રહી છે.