- જામનગરમાં આવતીકાલે કાળીપટ્ટી ધારણ કરી જી. જી. હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ ફરજ બજાવશે
- પડતર માંગણીઓને લઇને આગામી તારીખ 18 મેથી હડતાળની ચીમકી ઉચ્ચારાઈ
- સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નહીં
જામનગર : યુનાઇટેડ નર્સિસ ફોરમ ગુજરાત દ્વારા નર્સની પડતર માંગણીઓને લઇને આગામી તારીખ 18 મેથી હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોરોના મહામારીમાં પણ છેલ્લા બે વર્ષથી જીવના જોખમે નર્સ ફરજ બજાવતી હોવાથી સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો ન હોવાથી રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : જામનગરમાં માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા ડીનને આવેદનપત્ર
વિવિધ પડતર રજૂઆતોની માંગણી કરાઈ
યુનાઇટેડ નર્સિસ ફોરમ જામનગરના પ્રમુખ ધીરજ મેકવાન તથા સેક્રેટરી ટ્વિન્કલ ગોહિલ દ્વારા ગ્રેડ પે રૂપિયા 4,200 અને ખાસ ભથ્થાઓ અને રૂપિયા 9,600 પ્રતિ માસ ચૂકવાઇ, નર્સિસની આઉટ સોર્સિંગ ભરતી બંધ કરી રૂપિયા 35,000 પ્રતિમાસ પગાર ચૂકવાઇ, નર્સિસને બેઝ ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની માફક 10- 20- 30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર આપવામાં આવે. રાજ્યમાં નર્સિસની લગભગ 4,000 જેટલી ખાલી જગ્યા તાત્કાલિક ભરવા, છેલ્લા એક વર્ષથી આજ દિવસ સુધી ન મળેલી રજાઓનું વળતર આપવા, છેલ્લા બે વર્ષથી અટકેલી બઢતી અને બદલી તાત્કાલિક ધોરણે કરવા, કેન્દ્રના ધોરણે નોમેન પ્લેયર, વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 14 હોસ્પિટલ હોલી- ડે, ઉચ્ચ અભ્યાસ અર્થે પ્રતિ નિયુક્તિ તેમજ CHC અને PHC પર ફરજ બજાવતાં નર્સિસનું શોષણ બંધ થાય તેવી વિવિધ પડતર રજૂઆતોની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : મ્યુકોમાઈક્રોસિસની સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે 74 બેડની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ
તારીખ 17 સુધી કાળીપટ્ટી ધારણ કરી ફરજો યથાવત્ રાખશે
રાજ્ય સરકાર દ્વારા નર્સિસની માંગણી ન સંતોષાતા તારીખ 12ના રોજ એક દિવસ કાળીપટ્ટી ધારણ કરી દર્દીની સેવા ન ખોરવાય તે રીતે ધરણા પ્રદર્શન યોજીને વિરોધ વ્યક્ત કરશે. તેમજ તારીખ 17 સુધી કાળીપટ્ટી ધારણ કરી ફરજો યથાવત્ રાખશે. તેમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તારીખ 18ના રોજ ફરજોનો બહિષ્કાર કરી એક દિવસ માટે પ્રતિક હડતાળ કરશે.