ETV Bharat / city

જાણો ક્યા શહેરમાં ગીરના સિંહોની ગર્જના સાંભળવા મળશે! - Roar Of Gir lions Will Be Heard In Jamnagar Dwarka

એશિયાઈ સિંહો (Asian lions) જોવા માટે દેશ-દુનિયાના લોકો ગીર અભ્યારણની (Gir Sanctuary) મુલાકાત લેતા હોય છે, પરંતુ કદાચ થોડા વર્ષોમાં એ સમય પણ આવી શકે છે જ્યારે આ સિંહોનું નવું સરનામુ અમદાવાદ હોઈ શકે છે.

જાણો ક્યા શહેરમાં ગીરના સિંહોની ગર્જના સાંભળવા મળશે!

author img

By

Published : May 26, 2022, 7:37 PM IST

અમદાવાદ : 25 વર્ષમાં અમદાવાદીઓએ એશિયાઈ સિંહ (Asian lions) જોવા માટે ગીર અભ્યારણ (Gir Sanctuary) જવાની જરૂર નહીં પડે. જંગલના રાજા તરીકે ઓળખાતા સિંહની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2047 સુધીમાં અમદાવાદીઓ સોશિયલ મીડિયા પર તેમની સાથે સેલ્ફી શેર કરતા થઈ જશે.

આ પણ વાંચો: Pre monsoon meeting: 15 જુન બાદ રાજ્યમાં વરસાદી માહોલ, આ વર્ષનું ચોમાસુ કેવું રહેશે?

ગીરના સિંહનું નવું સરનામું : માનવામાં આવી રહ્યું છે કે, આગામી સમયમાં ગીરના સિંહનું નવું સરનામું અમદાવાદ, જામનગર અને દેવભૂમિ દ્વારકા હોઈ શકે છે. આગામી 25 વર્ષમાં ગુજરાતમાં સિંહની વસતી વધીને 2600 થઈ જશે. જો વાર્ષિક વૃદ્ધિ દર 5 ટકા રહેશે તો આ આંકડો પાર થઈ જશે.

પ્રોજેક્ટ લાયન : મંત્રાલય દ્વારા આ બાબતના સંબંધિત અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, પ્રોજેક્ટ લાયન માટે આ અનુમાનને પણ ધ્યાનમાં લેવામાં આવે અને 25 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા વધારા કરવામાં આવે. સૂત્રોનું કહેવું છે કે, જો ગુજરાતમાં સિંહોની વસતી વાર્ષિક 3 ટકાના દરે વધશે તો પણ 2500 સુધી પહોંચી શકે છે. પ્રોજેક્ટ લાયનના સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવ, રાજ્ય પ્રધાન જગદિશ પંચાલલ તેમજ અન્ય અધિકારીઓએ ગિરમાં એક મીટિંગ રાખી હતી, જેમાં આ અનુમાન વિશે ચર્ચા કરી હતી.

મીટિંગમાં પ્રસ્તાવ મૂક્યો : જગદિશ પંચાલ જણાવ્યું હતું કે, મીટિંગ દરમિયાન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે, આગામી 25 વર્ષમાં સિંહોના નવા આવાસની શક્યતાઓ અને તેમની વધતી વસતીને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટની રચના કરવામાં આવે. આ સિવાય કેન્દ્રીય પ્રધાનએ સિંહોને સંરક્ષણ માટે સ્થાનિકો દ્વારા કરવામાં આવતા પ્રયત્નોના વખાણ પણ કર્યા હતા.

આ પણ વાંચો: ફિલ્મ 'રોકેટ્રી'નું મોશન પોસ્ટર રિલીઝ,અલગ અંદાજમાં દેખાશે આર. માધવન

સિંહો માટે સેટેલાઈટ્સ હેબિટટ્સની પ્રસ્તાવના કરાઈ : ભાવનગરમાં ઉમઠ વીરડી, ગિર, ગિરનાર, મિટિયાલા, હિંગોલગઢ, રાજુલાથી જાફરાબાદ સુધીના દરિયાકિનારાનો પટ્ટો તેમજ મહુવા સુધી સિંહો માટે સેટેલાઈટ્સ હેબિટટ્સની પ્રસ્તાવના કરવામાં આવી છે. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે તેમજ તેઓ લુપ્ત ન થાય તે માટે પ્રોજેક્ટ લાયનની શરુઆત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.