- જામનગરમાં ઈંડા કરીની લારીઓ હટાવવાનો મુદ્દો
- અનેક ધંધાર્થીઓએ મનપાએ આવી કરી રજૂઆત
- ગરીબોની રોજીરોટી ન છીનવાય તે જોવા મેયરને રજૂઆત
જામનગર- રાજયભરની સાથે સાથે જામનગરમાં પણ ઈંડા કરીની લારીઓ અને નોનવેજની ( Nonveg food ) લારીઓ ( Remove nonveg food from public display ) બાબતે વિરોધ ઉઠ્યો છે. ભાજપના 10 જેટલા નગરસેવકોએ જાહેર રસ્તા પર ચાલતી ઈંડા કરીને લારીઓ હટાવવાના મુદ્દે મહાનગર પાલિકા તંત્રને રજૂઆત કરી છે. ત્યારે વિરોધ પક્ષ દ્વારા પણ આજરોજ મેયરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે જાહેર રોડ પર જે ઈંડા કરીની ( Nonveg food ) લારીઓ ચલાવે છે તે ગરીબ લોકો છે અને જો શહેરમાં તમામ ઈંડા કરીની લારીઓ હટાવવામાં આવશે તો ગરીબ લોકોની રોજી રોટી છીનવાઈ જશે. ત્યારે આ મામલે મધ્યસ્થ નિર્ણય મેયર ( jamnagar municipal corporation mayor ) દ્વારા લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
વિરોધ પક્ષે પણ કરી ઉગ્ર રજૂઆત
ઉલ્લેખનીય છે કે માત્ર ભાજપના જ અમુક નગરસેવકો પાસેથી આ મામલે અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. ત્યારે વિરોધ પક્ષ નેતાએ માગ કરી છે કે તમામ વોર્ડના નગરસેવકોના અભિપ્રાય લેવામાં આવે અને યોગ્ય નિર્ણય કરવામાં આવે. વિરોધ પક્ષ નેતાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના જે નગરસેવકોએ ઈંડા કરીની લારીઓ હટાવવા ( Remove nonveg food from public display ) મુદ્દે રજુઆત કરી છે તે જ નગરસેવકો ઈંડા કરી અને નોનવેજ ( Nonveg food ) જાહેર રોડ પર ખાતાં હોય છે.
હિન્દુ સેનાએ ઈડા કરીની લારીઓ દૂર કરવા કરી માગણી
ઈંડા કરીના ધંધાર્થીઓની સાથે સાથે હિન્દુ સેના ( Hindu Sena) દ્વારા પણ જામનગર મહાનગરપાલિકાના મેયર ( jamnagar municipal corporation mayor ) સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓને આવેદનપત્ર પાઠવતાં રજૂઆત કરવામાં આવી છે કે જામનગર શહેરને છોટા કાશી કહેવામાં આવે છે અહીંથી જાહેર માર્ગો પર રાખવામાં આવેલી તમામ ઈંડા કરીની ( Nonveg food ) લારીઓ હટાવવામાં ( Remove nonveg food from public display ) આવે.
આ પણ વાંચોઃ વડોદરાના જાહેર રસ્તાઓ પરથી દૂર થશે નોનવેજ અને ઈંડાની ખુલ્લી લારીઓ
આ પણ વાંચોઃ હવે જામનગરમાં પણ દૂર કરાશે નોનવેજની લારીઓ! તંત્ર કરી રહ્યું છે વિચારણા