ETV Bharat / city

જામનગર: રિલાયન્સ સમગ્ર દેશમાં મોકલશે 700 ટન ઓક્સિજન

કોરોના વાઈરસમાં જ્યારે આખો દેશ સપડાયો છે ત્યારે જામનગરની રિલાયન્સ કંપની કોર્પોરેટ સોશિયલ રિપ્સોન્સિબિલિટી (CSR)ના ભાગરૂપે ઓક્સિજનનું ઉત્પાદન વધારીને 700 ટન પ્રતિ દિવસ કરી દીધું છે. ગુજરાતને 400 ટન ઓક્સિજન પુરો પાડવામાં આવશે.

આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા 1,000 ટન પ્રતિ દિવસ કરાશે

author img

By

Published : Apr 21, 2021, 7:24 PM IST

  • રિલાયન્સ ગુજરાતને દરરોજ 400 ટન ઓક્સિજન પૂરો પાડશે: ધનરાજ નથવાણી
  • કંપનીએ મેડિકલ ગ્રેડના ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા વધારી
  • આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા 1,000 ટન પ્રતિ દિવસ કરાશે

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કોવિડ-19 મહામારી સામે ઝઝૂમતા રાજ્યો માટે તબીબી ઉપયોગ માટેના ઓક્સિજનનું ઉત્પાદન વધારીને 700 ટન પ્રતિ દિવસ કરી દીધું છે એવું સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતમાં આવેલી જામનગર સ્થિત રિફાઇનરી શરૂઆતમાં દરરોજ 100 ટન મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતી હતી. આ ઉત્પાદન ક્ષમતાને તાત્કાલિક વધારીને 700 ટન પ્રતિ દિવસ સુધી લઈ જવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તેવું આ મામલે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું. ઓક્સિજનનો આ પુરવઠો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ગંભીર રીતે બીમાર 70,000થી વધુ લોકોને રાહત આપશે. આવનારા દિવસોમાં કંપની મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન પ્રતિદિન 1,000 ટન સુધી લઈ જવાનું આયોજન કરી રહી છે.

સમગ્ર દેશમાં મોકલશે 700 ટન ઓક્સિજન
સમગ્ર દેશમાં મોકલશે 700 ટન ઓક્સિજન

આ પણ વાંચો: વડોદરા રેલવે સ્ટેશન પર કુલીઓને અનાજ કીટ અને મીઠાઈનું વિતરણ કરાયું

કેટલું ઓક્સિજનનું ઉત્પાદન અને કેવી રીતે પહોંચાડવામાં આવશે...?

ક્રૂડ ઓઇલમાંથી ડીઝલ, પેટ્રોલ અને જેટ ફ્યૂઅલ જેવા ઈંધણનું ઉત્પાદન કરતી જામનગર રિફાઇનરી મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતી નહોતી, પરંતુ કોરોના વાઇરસના કેસમાં અસાધારણ ઉછાળો આવતાં રિલાયન્સે ખાસ ઉપકરણો ઇન્સ્ટોલ કરીને મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન અને સપ્લાય કરવાનુ શરૂ કર્યું છે. ઔદ્યોગિક જરૂરિયાત માટેના ઓક્સિજનને મેડિકલ-ગ્રેડના ઓક્સિજનમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે. "સમગ્ર દેશમાં રાજ્યોને દરરોજ 700 ટન ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. આટલો પુરવઠો દરરોજ 70,000 ગંભીર રીતે બીમાર લોકોને રાહત પહોંચાડશે," તેમ આ પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

કંપનીએ મેડિકલ ગ્રેડના ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા વધારી

આ પણ વાંચો: મુકેશ અંબાણી મહારાષ્ટ્રમાં 100 ટન ઓક્સિજન વિનામૂલ્યે આપશે

આ કામગીરી કંપનીની CSRના ભાગરૂપે કરવામાં આવી રહી છે

માઇનસ 183 ડિગ્રી તાપમાન પર ખાસ ટેન્કરમાં ઓક્સિજન પૂરો પાડવાની સમગ્ર કામગીરી પાછળ રાજ્ય સરકારોએ કોઈ ખર્ચ કરવાનો થતો નથી, તેમ જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ કામગીરી કંપનીની કોર્પોરેટ સોશિયલ રિપ્સોન્સિબિલિટી (CSR)ના ભાગરૂપે કરવામાં આવી રહી છે. ઓઇલ રિફાઇનરીઓ નાઇટ્રોજનનું ઉત્પાદન કરવા માટેના તેમના એર-સેપરેશન પ્લાન્ટ્સમાં મર્યાદિત ક્ષમતામાં ઔદ્યોગિક જરૂરિયાત માટેના ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા અન્ય ગેસના સ્ક્રબિંગથી તબીબી ઉપયોગ માટેના 99.9 ટકા પ્યોરિટી ધરાવતા ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.