ETV Bharat / city

રિલાયન્સ અને સાઉદી અરામકો ફાયદાકારક સહભાગિતા સ્થાપિત કરવા પ્રતિબદ્ધ, ભવિષ્યમાં કરશે યોગ્ય જાહેરાતો - dhirubhai ambani green energy giga complex

છેલ્લા 2 વર્ષોમાં રિલાયન્સ (reliance) અને સાઉદી અરામકો (saudi aramco) કંપનીની ટીમોએ કોવિડ પ્રતિબંધો (covid restrictions) હોવા છતાં O2C બિઝનેસ (o2c business) પ્રક્રિયામાં આગળ વધવાના નોંધપાત્ર સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. ઓગષ્ટ 2019માં રિલાયન્સના O2C બિઝનેસમાં સાઉદી અરામકો દ્વારા સંભવિત 20 ટકા હિસ્સાના સંપાદન માટે નોન-બાઈન્ડિંગ લેટર ઓફ ઈન્ટેન્ટ (non-binding letter of intent) પર હસ્તાક્ષર કર્યા હતા.

રિલાયન્સ અને સાઉદી અરામકો ફાયદાકારક સહભાગિતા સ્થાપિત કરવા પ્રતિબદ્ધ, ભવિષ્યમાં કરશે યોગ્ય જાહેરાતો

author img

By

Published : Nov 20, 2021, 5:49 PM IST

  • 20 ટકા હિસ્સાના સંપાદન માટે નોન-બાઈન્ડિંગ લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર
  • રિલાયન્સે ન્યુ એનર્જી અને મટિરિયલ્સ વ્યવસાયો માટેની યોજનાઓનું અનાવરણ કર્યું હતું
  • જામનગર O2C અસ્કયામતોનો મોટો હિસ્સો ધરાવે છે

જામનગર: રિલાયન્સ (reliance)ના O2C બિઝનેસ (o2c business)માં સાઉદી અરામકો (saudi aramco) દ્વારા સંભવિત 20 ટકા હિસ્સાના સંપાદન માટે નોન-બાઈન્ડિંગ લેટર ઓફ ઈન્ટેન્ટ (non-binding letter of intent) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સાઉદી અરામકોએ ઓગષ્ટ 2019માં રિલાયન્સના O2C બિઝનેસમાં સાઉદી અરામકો દ્વારા સંભવિત 20 ટકા હિસ્સાના સંપાદન માટે નોન-બાઈન્ડિંગ લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.

4 ગીગા ફેક્ટરીઓ સંકુલનો ભાગ હશે

રિલાયન્સે તાજેતરમાં જામનગર ખાતે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરીને ન્યુ એનર્જી અને મટિરિયલ્સ વ્યવસાયો માટેની તેની યોજનાઓનું અનાવરણ કર્યું હતું.

છેલ્લા 2 વર્ષોમાં, બંને કંપનીની ટીમોએ કોવિડ પ્રતિબંધો હોવા છતાં આ પ્રક્રિયામાં નોંધપાત્ર આગળ વધવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. બંન્ને કંપનીઓ વચ્ચેના પરસ્પર આદર અને લાંબા સમયથી ચાલતા સંબંધોને કારણે જ આ શક્ય બન્યું છે. રિલાયન્સે તાજેતરમાં જામનગર ખાતે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ (dhirubhai ambani green energy giga complex ) સ્થાપવાની જાહેરાત કરીને ન્યુ એનર્જી અને મટિરિયલ્સ વ્યવસાયો માટેની તેની યોજનાઓનું અનાવરણ કર્યું હતું. તે વિશ્વની સૌથી મોટી સંકલિત નવિનીકરણીય ઊર્જા ઉત્પાદન સુવિધાઓમાંની એક હશે. 4 ગીગા ફેક્ટરીઓ જે સંકુલનો ભાગ હશે તેમાં નીચે મુજબની સુવિધાઓનો સમાવેશ થશે

  • સૌર ઊર્જાના ઉત્પાદન માટે એક સંકલિત સૌર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ ફેક્ટરી
  • અલગ-અલગ સ્થળે ઉત્પાદિત ઊર્જાના સંગ્રહ માટે અદ્યતન ઊર્જા સંગ્રહ બેટરી ફેક્ટરી
  • ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ઇલેક્ટ્રોલાઇઝર ફેક્ટરી
  • હાઇડ્રોજનને મોટિવ અને સ્ટેશનરી પાવરમાં રૂપાંતરિત કરવા માટે ઇંધણ સેલ ફેક્ટરી

જામનગર O2C અસ્કયામતોનો મોટો હિસ્સો ધરાવે છે

RILમાંથી O2C બિઝનેસને અલગ કરવા માટે NCLT પાસેની વર્તમાન અરજી પાછી ખેંચવામાં આવી રહી છે.

જામનગર, જે O2C અસ્કયામતોનો મોટો હિસ્સો ધરાવે છે, તે નેટ-જીરો પ્રતિબદ્ધતાને ટેકો આપતા રિલાયન્સના રિન્યુએબલ એનર્જી અને ન્યૂ મટિરિયલના નવા વ્યવસાયો માટેનું કેન્દ્ર બને તેવી કલ્પના કરવામાં આવી છે. રિલાયન્સના બિઝનેસ પોર્ટફોલિયોના વિકસતા વૈવિધ્યના કારણે, રિલાયન્સ અને સાઉદી અરામકોએ પરસ્પર નક્કી કર્યું છે કે બદલાયેલા સંદર્ભના પ્રકાશમાં O2C બિઝનેસમાં સૂચિત રોકાણનું પુનઃમૂલ્યાંકન કરવું બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે. પરિણામે, RILમાંથી O2C બિઝનેસને અલગ કરવા માટે NCLT પાસેની વર્તમાન અરજી પાછી ખેંચવામાં આવી રહી છે.

સહભાગિતા સ્થાપિત કરવા માટે રિલાયન્સ ખૂબ જ પ્રતિબદ્ધ

છેલ્લાં 2 વર્ષમાં ઊંડી સંલગ્નતાએ રિલાયન્સ અને સાઉદી અરામકો બંનેને એકબીજા પ્રત્યેની વધુ સમજણ આપી છે, જે સહકારના વ્યાપક ક્ષેત્રો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. સાઉદી અરામકો અને રિલાયન્સ બંને પક્ષે ફાયદાકારક સહભાગિતા સ્થાપિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં યોગ્ય જાહેરાતો કરશે. RIL ભારતમાં ખાનગી ક્ષેત્રમાં રોકાણ માટે સાઉદી અરામકોના પસંદગીના ભાગીદાર તરીકે યથાવત રહેશે અને સાઉદી અરેબિયામાં રોકાણ માટે સાઉદી અરામકો અને SABIC સાથે સહયોગ કરશે.

બંને કંપનીઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ

સાઉદી અરામકો અને RIL વચ્ચે ખૂબ જ ઊંડો, મજબૂત અને પરસ્પર લાભદાયી સંબંધ છે, જે છેલ્લા 25 વર્ષોમાં બંને કંપનીઓ દ્વારા વિકસિત અને પોષવામાં આવ્યો છે. બંને કંપનીઓ આગામી વર્ષોમાં સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સહયોગ કરવા અને સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો: 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે મળેલી જીતની યાદમાં INS વાલસુરા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

આ પણ વાંચો: નથુરામ ગોડસેની પ્રતિમા કૉંગ્રેસના કાર્યકર્તાઓએ તોડી, શ્રી રામ લખેલી શાલ કચરામાં ફેંકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.