- જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રમેશ મુગરાની વરણી
- જિલ્લામાં લેઉવા અને કડવા પટેલની કરવામાં આવી નિયુક્તિ
- આગામી ચૂંટણી બંને પ્રમુખો માટે પડકારરૂપ બનશે
જામનગર: ભાજપ દ્વારા શહેર પ્રમુખ તરીકે પણ ડો.વિમલ કગથરા નિયુક્તિ કરી છે. વિમલ કગથરા પણ પટેલ સમાજમાંથી આવે છે. આમ જામનગર જિલ્લામાં શહેર અને જિલ્લા બંને પ્રમુખો પટેલ સમાજના બનાવવામાં આવ્યા છે. કારણ કે જામનગર જિલ્લાની વધુ વસ્તી પટેલ સમાજની છે અને પટેલ સમાજના મતો આગામી ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થવાના હોવાના કારણે જામનગર જિલ્લા અને શહેરમાં બંને પટેલ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. આમ ભાજપે જામનગર જિલ્લામાં લેઉવા પટેલ અને કડવા પટેલનું સમીકરણ ધ્યાનમાં રાખીને બંને પ્રમુખની નિયુક્તિ કરી છે.
![જામનગર જિલ્લા ભાજપનો તાજ રમેશભાઈ મુગરાના શિરે, સંગઠન એ જ શક્તિને આપશે મહત્વ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-03-bjp-dist-pamukh-7202728-mansukh_11112020134228_1111f_00978_847.jpg)
ભાજપનું સંગઠન વધુ મજબૂત કરવા આપશે ધ્યાન
આગામી દિવસોમાં કોર્પોરેશન તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે બંને નવનિયુક્ત પ્રમુખ પર જવાબદારી પણ આપવામાં આવી છે કે તેઓએ આ ચૂંટણીમાં ભાજપનું સંગઠન વધુ વધુ મજબૂત કરી અને ચૂંટણી ઉપર તમામ ઉમેદવારોને જીત અપાવે.
![જામનગર જિલ્લા ભાજપનો તાજ રમેશભાઈ મુગરાના શિરે, સંગઠન એ જ શક્તિને આપશે મહત્વ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-03-bjp-dist-pamukh-7202728-mansukh_11112020134228_1111f_00978_175.jpg)
ગ્રામ્ય કક્ષામાં ભાજપનું શાસન નબળું
જોકે જામનગર શહેરમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે અને અહીં શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ પણ વધુ છે. ત્યારે ગ્રામ્ય કક્ષામાં ભાજપનું શાસન નબળું હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા નવનિયુક્ત પ્રમુખ રમેશભાઇ મુગરા સામે અનેક પડકારો પણ છે.