- મૃતદેહોને વેઈટિંગમાં રાખવા પડી રહ્યો છે
- આદર્શ સ્મશાન ગૃહમાં 3-3 ફર્નેશ પણ ઓછી પડી રહી છે
- સ્મશાન ગૃહના ટ્રસ્ટીએ ETV ભારત સાથે વાત કરી હતી
જામનગર: શહેર-જિલ્લામાં કોરોનાથી મૃત્યુદરમાં વધારો થતાં નોનકોવિડ મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે મુશ્કેલી ઉભી થઇ છે. સ્મશાનની ઈલેક્ટ્રીક તેમજ લાકડાની ફર્મેશ ટૂંકી પડી રહી છે. સ્મશાનમાં હાલ 2 ઈલેક્ટ્રીક ફર્નેશ કાર્યરત છે. જેમાં, સતત કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના અગ્નિ સંસ્કાર થતાં રહે છે. આદર્શ સ્મશાનગૃહમાં લાકડાની 3 ફર્નેશ છે. પણ સતત મૃત્યુઆંક વધતા મોટા સ્મશાન ગૃહમાં મૃતદેહોની લાંબી કતારો લાગી છે.
આ પણ વાંચો: ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની કતાર
આદર્શ સ્મશાન ગૃહના ટ્રસ્ટી કહી રહ્યા છે કે
જામનગર આદર્શ સ્મશાન ગૃહના ટ્રસ્ટીએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું કે, છેલ્લા 7 દિવસથી કોરોનાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જોકે, આદર્શ સ્મશાન ગૃહ દ્વારા તમામ મૃતદેહોનો સમયસર અગ્નિસંસ્કાર થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, અન્ય જિલ્લાના દર્દીઓના મોત થતા તેમના પણ અહીં અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે મૃતદેહોને વેઈટિંગમાં રાખવા પડી રહ્યો છે.
આ પણ વાંચો: કોરોના કાળમાં અંતિમ સંસ્કાર કરવા માટે 3 કલાકનું વેઇટિંગ
આંકડા છુપાવવામાં આવી રહ્યા છે
કોવિડના મૃતકોના તંત્ર દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. જોકે, લોકોને સાચી હકીકત કહેવામાં આવતા લોકોમાં પણ એક જાગૃતતા આવશે અને કોરોના સામેની લડાઇમાં લોકો વધુ જાગૃત બની માસ્ક પહેરી તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખશે.