- જામનગરમાં ફૂડ શાખાની પાણીપુરીના વિકર્તાઓને ત્યાં તવા
- 10 દુકાનોમાં ચેકિંગ
- પાણીપુરી વિક્રેતાઓને ત્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થઈ રહી છે એકઠી
જામનગર: ખાસ કરીને કોરોના કાળમાં લોકો કોરોના સંક્રમિત ન બને તે માટે તમામ પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઇ હાથ ધરવામાં આવી હતી. તેમ જ તેઓ પાણીપુરી માટે જે સામગ્રીનો ઉપયોગ કરે છે. તે સામગ્રનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બટાકા તેમજ પાણીપુરીનું પાણી પણ ચેક કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં રણજીત નગર તેમજ પ્લોટ પોલીસ ચોકી વિસ્તારમાં 10 જેટલી પાણીપુરીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તમામ દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા છે અને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
દસ દુકાનોમાંથી લેવાયા નમુના
કોરોનાના કેસ કરતા લોકો હવે ખાસ કરીને પાણીપુરી વેચતા વિક્રેતાઓને ત્યાં મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે. જોકે હજુ પણ કોરોના ગયો નથી ત્યારે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં પણ દરોડાનો દોર ચાલુ રહેશે
ફૂડ શાખાના ઇન્સ્પેક્ટર એસ કે ઓડેદરાના જણાવ્યા અનુસાર સમગ્ર શહેરમાં પાણીપુરી વેચતા વિક્રેતાઓને ત્યાં આગામી દિવસોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જે પાણીપુરીના વિક્રેતાઓ કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.